Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
*'
.
કે
પ૦૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
ઢોંગ બતાવવાથી ભલે કે તેને સાધુ સમજે પણ તે પોતે તે સારી રીતે જાણે જ છે કે, મારામાં સાધુપણું નથી. પછી આ પ્રકારની ઠગાઈ કરવાથી શું લાભ ? ધર્મના નામે લેકેને ઠગવાની નીચતાન જેવી નીચતા બીજી કઈ હશે? કહેવત છે કે –
જીભ સફાઈ કરકે ભાઈ ધમી નામ ધરાવે,
પોલી મુદ્રી જહા અસારે મેં બતલાવે. હૃદયમાં જુદું રાખવું અને ઉપરથી બીજું કાંઈ બતાવવું એ એક પ્રકારની ઠગાઈ છે.
આ ઉપરથી એવો પ્રશ્ન થાય છે કે, તે પછી સાધુપણું ન લેવું એ જ સારું છે શું ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, માને કે, એક માણસ એમ કહે કે, પાઠશાળામાં જનારા કેટલાક લેકે મૂખ પણ હોય છે અથવા મૂખ પણ કહેવાય છે. અમે પાઠશાળામાં જતા જ નથી એટલા માટે અમે મૂર્ખ કહેવાતા નથી. એક માણસ આ પ્રમાણે કહી પાઠશાળામાં જાતે જ નથી. બીજો એક માણસ એ હોય છે કે જે પાઠશાળામાં જાય તે છે પણ પાઠ બરાબર યાદ કરતું નથી એ કારણે તે માસ્તરની સોટીને માર પણ ખાય છે અને માસ્તર તેને મૂર્ખ પણ કહે છે. અને ત્રીજો માણસ એવો છે કે જે પાઠશાળામાં પણ જાય છે અને અભ્યાસ પણ બરાબર કરે છે. આ ત્રણ પ્રકારના માણસમાંથી તમે ક્યા માણસને સારો સમજશે ! તમે એમ જ કહેશો કે, પહેલે માણસ પાઠશાળામાં જ જતું નથી તે તે નાલાયક જ છે પરંતુ જે બીજો માણસ, જે પાઠશાળામાં જાય છે પણ અભ્યાસ બરાબર કરતું નથી તે માસ્તરને માર તે ખાય છે પણ તે કોઈને કઈ દિવસ સુધરી જશે. અને ત્રીજે માણસ તે સારો જ છે પરંતુ પહેલે માણસ તે બધાથી ખરાબ છે. તે પહેલા માણસ કરતાં બીજો
માણસ પણ સારો છે.
- સાધુપણા વિષે પણ આ જ વાત સમજે. શાસ્ત્રમાં કહ્યું છે કે, એક આરાધકની પાછળ અનેક વિરાધકે પાછળ પડ્યા છે, પણ તે વિરાધકે પણ તેમનાથી તે સારા જ છે કે જેઓ વિરાધક પણ બન્યા નથી. જે વિરાધક છે તેઓ પણ કઈને કઈ દિવસ સુધરી શકશે. જે શ્રેષ્ઠ છે તે તે એમ જ વિચારશે કે, હું નિશાળે તે જાઉં જ છું તે પછી અભ્યાસ બરાબર શા માટે ન કરું? પણ જે આ સાધુતાની પાઠશાળામાં જ જ નથી તે નિશાળે જનારાથી સારે કહી શકાતું નથી. આ સંસારના વિષે પણ આ જ વાત સમજે. સંસારમાં એક તે એવા પ્રકારના માણસે હોય છે કે જેઓ “ધર્મનું નામ પણ ન લે” એમ કહે છે. તે લકે ધર્મને સ્વીકાર કરતા નથી, તેનું પાલન પણ કરતા નથી અને ધર્મનું નામ-નિશાન રાખવા પણ ચાહતા નથી. બીજા પ્રકારના માણસે એવા હોય છે કે જેઓ ધર્મને સ્વીકાર તે કરે છે પણ તેનું પાલન કરતા નથી. અને ત્રીજા પ્રકારના લેકે એવા હોય છે કે તેઓ ધર્મને સ્વીકાર કરે છે અને તેનું પાલન પણ કરે છે. આ પ્રમાણે ત્રણેય પ્રકારના માણસે સંસારમાં છે પણ વિચારવા જેવી વાત તે એ છે કે, જેમણે ધર્મને સ્વીકાર જ કર્યો નથી તેમને ધર્મની ટીકા કરવાને શું અધિકાર છે? જે પાઠશાળામાં ગયા નથી તેમ જ નથી તેને પાઠશાળાની ટીકા કરવાની શી જરૂર છે ! આ જ પ્રમાણે જેણે ધર્મને જ સ્વીકાર કર્યો નથી તે વ્યક્તિ ધર્મની ટીકા કેમ કરી શકે છે પણ આજે તે ધર્મ બાપ વિનાના પુત્રની માફક અનાથ થઈ રહ્યો છે તેની રક્ષા કેણ કરે ? એટલા માટે જે ચાહે છે તે ધર્મની ટીકા કરવા માંડે છે.