Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૧૪]
રાજકોટ–ચાતુર્માસ
[૫૦૯
પણ બહુ સુંદર હતા. તે બાદશાહીને પૈસા વાપરતે ન હતે પણ કુરાન વગેરે પુસ્તક લખી તે વેચતા હતા અને તેમાંથી પોતાનું ગુજરાન ચલાવતા હતા. - એક્વાર તેણે પિતાની લખેલી કુરાને શરીફ, ત્યાં આવેલા એક મૌલવીને બતાવી. તે મૌલવીએ કહ્યું કે, અહીં અનુસ્વાર હોવું જોઈએ. આ ભૂલ છે. નાસિરુદ્દીને મૌલવીએ બતાવેલ અનુસ્વાર ઉમેરી દીધે. પણ જ્યારે તે મૌલવી ચાલ્યો ગયો ત્યારે તેણે તે અનુસ્વાર કાઢી નાંખે. તેના સરદારેએ બાદશાહને પૂછ્યું કે, આપે એમ શા માટે કર્યું? જે તે ખોટું હતું તે તેને સ્વીકાર કેમ કર્યો. અને જે સાચું હતું તે પહેલાં શા માટે ઉમેર્યું? બાદશાહે કહ્યું કે, જો કે તે ભૂલ ન હતી પણ મૌલવીએ ભૂલ બતાવી એટલે મેં ઉમેર્યું. જે હું એમ ન કરત તે તેના ચિત્તને દુઃખ થાત. તે બહુ દુરથી ચાલીને આવ્યો હતો. જે હું તેની વાત ને માનત તે પછી મને મારી ભૂલ કેણુ બતાવત ? હું તેને ઉપકાર માનું છું કે તેણે મને ભૂલ બતાવી. જો હું તેની વાત માનત નહિ તો પછી કોઈ મને શિક્ષા જ આપત નહિ અને એ કારણે હું અપરાધી થઈ જાત.
મતલબ કે, આવા સમયે બાદશાહ પણ પિતાને અવાસ્તવિક શિક્ષા આપનાર ઉપર નારાજ ન થયો પણ તેને ઉપકાર માન્ય. તે જે મુનિ છે તેઓ જે પિતાને શિક્ષા આપ નાર ઉપર નારાજ થાય તે સમજવું કે, એ “ચત અછતત અg.ની ગણનામાં છે. પણ જે નારાજ ન થાય અને પિતાની સત્ય હકીક્ત શાંતિપૂર્વક કહી સમજાવે તે સમજવું કે તે માર્ગ ઉપર છે. - જે પ્રતિજ્ઞા જે રૂપમાં લીધી હેય તે જ રૂપમાં એ પ્રતિજ્ઞાને અન્ન સમય સુધી પાળવી એ જ વીરેને માર્ગ છે. આથી વિરુદ્ધ જે ગોટાળે ચલાવે છે તે પતિત છે. અનાથી મુનિના કથનાનુસાર વિષયલાલસાને પોષવા માટે ધર્મની સહાયતા લેવી એ જીવનની આશા રાખી વિષનું પાન કરવા બરાબર છે. એટલા માટે મુનિઓએ અનાથી મુનિને આ ઉપદેશ સાંભળી પિતાના આત્મા વિષે વિચાર કરવો જોઈએ કે, “હું ઉર્ધ્વગામી થવા ચાહું છું પણ એ હું અધગામી થવાનાં કાર્યો કરું તે ઉર્ધ્વગામી કેમ થઈ શકું? એટલા માટે હે ! પ્રભો! મારાથી એવાં કામો ન થાઓ કે જેથી મારે આત્મા અગામી બને.”
આ તે સાધુની વાત થઈ. પણ તમે લોકે તમારા વિષે પણ જુઓ કે, તમે લે સાધુની સેવા કરવા માટે દૂર દૂરથી આવ્યા છે પણ તમારામાં જો સાધુની સેવા, વિષયલાલસાને પિષવાની ભાવનાએ કરવામાં આવી તે તમારું કામ પણ વિપરીત થશે. તમારામાં વિષયની લાલસા ન હોવી જોઈએ, પણ વિષયલાલસાને જીતવા માટે તમારી સાધુની સેવા હેવી જોઈએ. આ પ્રકારની ભાવના રાખીને સાધુની સેવા કરવાથી જ તમે કલ્યાણ સાધી શકે છે. આથી વિરુદ્ધ જે એમ કહેવામાં આવે કે, “અમે તે સાધુઓની પાસે એટલા માટે આવીએ છીએ કે અમને તેઓ ચમત્કાર બતાવે. સાધુઓની પાસે ચમત્કાર તે હવે જ જોઈએ. જે સાધુ હેવા છતાં તેમનામાં ચમત્કાર નથી કે તે તેમણે ઘર એમ જ છોડયું છે; કારણ કે ચમત્કારને જ નમસ્કાર થાય છે.”
સાંસારિક લેકેમાં આ પ્રકારની ભાવના પણ હોય છે પણ સાધુએ શું એવી ભાવના રાખવી જોઈએ.