Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૪૮૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
કર્મબંધને તેડીને તે કઈ સ્થિતિને પામે છે વગેરે વાતને જાણનાર જગદ્ગુરુ કહેવાય છે. એ જગદગુરુએ પહેલાં પિતે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તેમણે તપ કરી કેવલજ્ઞાનની જે સંપદા પ્રાપ્ત કરી છે તે દ્વારા તેઓ આત્મકલ્યાણ કરવાની સાથે જ જગતનું કલ્યાણ પણ સાધે છે.”
જગદ્દગુરુ ભગવાનની અમૃત વાણી સાંભળી વિચારવાન માણસના હૃદયમાં એ વિચાર આવે છે કે, “હે ! પ્રભો ! આપ તો અમારી ઉપર દયા કરી અમને જાગ્રત કરે છે પણ અમે કેવા છીએ કે આપ અમને જાગ્રત કરે છે છતાં અમે નિદ્રામાં પડ્યા રહીએ છીએ. આ અમારી કેવી નિબળતા છે. આ પ્રમાણે વિચાર કરી, ભક્ત લેકે પિતાની નિર્બળતા પ્રગટ કરી. પિતાની નમ્રતા બતાવે છે. સંસારમાં એવા પણ માણસ છે કે જેઓ વિનમ્ર થઈને પિતાની નિર્બળતા ભાવે પ્રગટ કરી દે છે અને સંસારમાં એવા પણ માણસે છે કે, જેઓ અહંકારને વશ થઈ પિતાના સદ્દગુણોને તે પ્રગટ કરે છે પણ દુર્ગણોને દબાવી રાખે છે. આ બંને પ્રકારના માણસમાં સારે માણસ તો તે છે કે જે પિતાની નિર્બળતાને પ્રગટ કરે છે પણ જે પિતાના દુર્ગણોને દબાવી રાખે છે તે તે કાયર છે. પુરુષ તે તે જ છે કે જે પોતાના દુર્ગુણને પ્રગટ કરી તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. ઘઉં વીણતી વખતે ઘઉંના દાણાને પણ બહાર ફેંકી દેવામાં આવતો નથી, પરંતુ ઘઉંમાં રહેલા કાંકરાને વીણી ફેંકી દેવામાં આવે છે. આ જ પ્રમાણે વ્યવહારમાં એવી ભૂલ થતી નથી પરંતુ આત્માને વિષે એવા જ પ્રકારની ભૂલ થઈ જાય છે. હૃદયનાં પાપને છુપાવી બહાર બીજું જ બતાવવું એ આત્માની નિબળતા કે કાયરતા છે. જે આત્મા એ કાયરતાને દૂર કરવા ચાહે તે તેણે એવી પ્રાર્થના કરવી જોઈએ કે –
- હું અપરાધી અનાદિને, જનમ જનમ ગુના કિયા ભરપૂર છે, * લૅટિયા પ્રાણ છકાયના, સેવિયા પાપ અઢાર કરૂર કે.
નમ્રતાને ધારણ કરી સરલ હૃદયથી પરમાત્માની એવી પ્રાર્થના કરે કે, “હે ! પ્રભો! હું અપરાધી છું. હું પિતાનો જ અપરાધી છું. હું દુર્ગુણોને તે દબાવું છું અને સદ્દગુણોને પ્રગટ કરું છું. મને દુર્ગણે તે પ્રિય લાગે છે અને સદ્દગુણો પ્રિય લાગતા નથી. એટલા માટે હું તમારા શરણે આવ્યો છું. તે શરણાગતની રક્ષા કરે અને મારી આ કાયરતા દૂર કરવા હું ચાહું છું, તે તેમાં મને સહાય કરે. મને ઘણી વાર એવો ભય લાગે છે કે, મારા દુર્ગુણ પ્રગટ થઈ ન જાય તે સારું, નહિ તો મારી પ્રતિષ્ઠા ઉપર પાણી ફરી વળશે. આ ભયને કારણે હું મારી નિર્બળતાને કારણે મારા પાપને દબાવી રાખું છું. મારી આ નિર્બળતાને દૂર કરવા માટે મારે એ વિચાર કરવો જોઈએ કે, હું પાપને બધાથી તે છુપાવું છું પણું શું પરમાત્માથી પણ પાપને છુપાવી શકીશ ! હું જગતની તે પરવા કરું છું પણ પરમાત્માની પરવા કેમ કરતું નથી ? અને જે મને જગતની પરવા નથી, પરંતુ પરમાત્માની પરવા છે તે પછી પાપને શા માટે દબાવું છું ! અને હૃદયમાં પાપને શા માટે સંગ્રહી રાખું છું ! પણ હે ! પ્રભે ! મને આ વિચાર આવતો નથી. એ મારી કાયરતા છે. આ મારી કાયરતાને દૂર કરવા માટે જ હું તમારા શરણે આવ્યો છું.”
અત્રે એક પ્રશ્ન થાય છે કે, પરમાત્મા જોવામાં આવતા નથી અને જ્યાં સુધી તે જોવામાં આવતા નથી ત્યાં સુધી તેમની પ્રાર્થના કેવી રીતે કરવી ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, પરમાત્મા છે છતાં લોકો કહે છે કે, તે જોવામાં આવતા નથી. પરંતુ તે કાંઈ સ્કૂલ ચીજ નથી કે તેને ચર્મ