Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૯] - રાજકેટ-ચાતુર્માસ
[૪૮૯ देवा वि तं नमस्सन्ति अस्स धम्मे सया मणो। અર્થાત-જેમનામાં ધર્મ છે તેમને દેવ પણ નમસ્કાર કરે છે. વાસ્તવમાં દેવ મેટા છે કે મનુષ્યો ? સાંસારિક વૈભવ અને ભોગવિલાસમાં દેવો ભલે મોટા ગણાતા હોય પરંતુ ધર્મપાલનમાં તે મનુષ્યો જ મોટા છે. દેવો વિલાસ માણી શકે છે પરંતુ ધર્મનું પાલન કરી શક્તા નથી. ધર્મનું પાલન તે મનુષ્યો જ કરી શકે છે. એટલા માટે દેવો નહિ પણ મનુષ્ય જ મોટા છે.
એ બે ગાંધર્વો વચ્ચે થતી વાત, રાજાએ સાંભળી. રાજા વિચારવા લાગ્યો કે, “કોઈ પણ રીતે એ તત્ત્વજ્ઞાનીને નીચે પાડવો જોઈએ. સાંસારિક વૈભવમાં લલચાવી તેને તત્ત્વજ્ઞાનથી પતિત કરે અને તત્ત્વજ્ઞાન મેટું નહિ પણ સંસારનાં વૈભવ મેટાં છે એ વાત સિદ્ધ કરવી.” આ પ્રમાણે વિચાર કરી રાજા સવારના પહોરમાં દશ હજાર ગાયે અને એક મૂલ્યવાન હાર લઈ રથમાં બેસી તે તત્વજ્ઞાની પાસે ગયા. તરવજ્ઞાની પાસે જઈ તેણે કહ્યું કે, હું આપને આ બધી ગાયો, આ હાર તથા આ રથ ભેટમાં આપું છું અને આપ મને તત્વજ્ઞાન સંભળાવે, એટલું જ આપની પાસે ચાહું છું. રાજાના આ કથનના ઉત્તરમાં એ ભજ્ઞાનીએ રાજાને કહ્યું કે, “હે! ! તું અહીંથી જેમ આવ્યો તેમ પાછો ચાલ્યો જ. તું તત્ત્વજ્ઞાન સાંભળવાને યોગ્ય નથી.”
રાજા ક્ષત્રિય હતે છતાં તે તત્ત્વજ્ઞાનીએ તેને શક કેમ કહ્યો ? આનો ખુલાસો કરતાં શંકરભાષ્યમાં કહ્યું છે કે, જેમના હયમાં તે બીજું હોય છે અને ઉપરથી બીજું કાંઈ કહે છે તથા જે સંસારના વૈભવના સંતાપથી શેકાકુલ રહે છે તે શૂદ્ધ કહેવાય છે.
એ તત્ત્વજ્ઞાનીનું કહેવું સાભળી રાજા ચોંકી ઊઠ્યો. તે વિચારવા લાગ્યું કે, વાસ્તવમાં તે હંસે ઠીક જ કહેતા હતા. આ તત્ત્વજ્ઞાની તે મારા વૈભવને તુચ્છ માને છે અને મને શદ્ર કહે છે. એ આટલે દરિદ્રી હોવા છતાં તેને સંસારના વૈભવે તુચ્છ લાગે છે. એની દષ્ટિમાં તે સ્વર્ગ પણ તુચ્છ છે. એને એટલે પણ વિચાર થતો નથી કે, હું અને તત્ત્વજ્ઞાની થઈને પણ દુઃખી છું. વાસ્તવમાં આ સાચે તત્ત્વજ્ઞાની છે અને તત્ત્વજ્ઞાનીની આગળ સાંસારિક વૈભવ તુચ્છ જ હોય છે.
રાજા આ પ્રમાણે વિચાર કરી તત્ત્વજ્ઞાનીને કહેવા લાગ્યો કે, આપ મારો અપરાધ ક્ષમા કરે. હું આ ગાયે, આ હાર વગેરે આપી આપને તત્વજ્ઞાનથી પતિત કરી એમ બતાવવા ચાહતે હતું કે, તત્ત્વજ્ઞાનની અપેક્ષાએ સાંસારિક વૈભવ જ મેટાં છે, પણ મારો આ અપરાધ હવે માફ કરો અને મને તત્વજ્ઞાન સંભળા. રાજાના આ કથનના ઉત્તરમાં તત્ત્વજ્ઞાનીએ કહ્યું કે, તું જે તત્ત્વજ્ઞાન સાંભળવા ચાહે છે તે સારા આ વૈભવને દૂર કરી મારી સામે બેસ. હું તને તત્ત્વજ્ઞાન સંભળાવું છું. આ પ્રાર્થનામાં પણ કહ્યું છે કે --
જીવાદિકનો તત્ત્વ હિયે ધર, હેય થ સમજીને રે
તીજે ઉપાદેય ઉલખીને, સમકિત નિર્મલ કીજે . સુજ્ઞાની આ પ્રાર્થનામાં આ તત્ત્વજ્ઞાન બતાવવામાં આવ્યું છે પણ તમે આ તત્ત્વજ્ઞાનને સમજવા માટે કઈ ચીજને ત્યાગ કરે છે એ જુઓ. ઉપરથી તે તત્ત્વજ્ઞાનની વાત કરે અને હૃદયમાં