Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૯]. રાજકેટ–ચાતુર્માસ
[ ૪૯૧ છે પણ સૌથી પહેલાં તમારે જે મુસલમાન થવું પડશે! લાલદાસે ઉત્તર આપ્યો કે, હું તમારાથી કયાં દૂર છું. જ્યારે હું તમને સલાહ આપું છું અને તમે જબરજસ્તીથી જ બધાને મુસલમાન બનાવો છો તો પછી હું તેમાંથી કેમ બચી શકું! ' " , :
આ પ્રમાણે વાતચીત થયા બાદ લાલદાસ પિતાના સ્થાને ગયો અને વિચારવા લાગ્યો કે, બાદશાહને કેવી રીતે સમજાવવા ? આખરે તેણે એક ઉપાય વિચારી લીધો અને એ ઉપાય પ્રમાણે જ કરવા માટે તેણે પિતાના ચેલાને સમજાવી દીધો. બીજે દિવસે લાલદાસ બાદશાહની પાસે બેઠા હતા તે જ વખતે તેને ચેલે ત્યાં આવ્યો અને લાલદાસને કહ્યું કે, અહીંના શરાફ બહુ જ બદમાશ થઈ ગયા છે. લાલદાસે પૂછયું કે કેમ ! ચેલાએ ઉત્તર આપ્યો કે, હું આ રૂપિયા લઈ પૈસા લેવા ગયો હતો પરંતુ એ લેકેએ.. પૈસા ન આપ્યા. લાલદાસે ચેલાને પૂછયું કે, એ લેકેએ શું કહ્યું? ચેલાએ ઉત્તર આપો કે, એ લકે કહે છે કે, આ રૂપિયા ખોટા છે એટલા માટે અમે તેના પૈસા આપી શકીએ નહિ. એ લોકો.. એમ કહા કહેતા હતા કે, જે તમે બાવાજીના ચેલા ન હતા તે તમારી ઉપર કેસ કરી તમને દંડ અપાવત. એ તે અમારે ઉપકાર માને છે, અમે તમારી ઉપર કેસ કરતા નથી, માટે તમે આ ખેટા રૂપિયા લઈ ચૂપચાપ પાછો ચાલ્યા જાઓ , . . . . . . . = . બાદશાહ આ વાત સાંભળી રહ્યો હતો. તેણે બાવાજીને પૂછયું કે શું વાત છે.આવાજીએ ઉત્તર આપ્યો કે, અહીંના શરીફે એવા બદમાશ થઈ ગયા છે કે બાદશાહના સિક્કાને પણ માનતા નથી. આ જુઓ! મારે ચેલે રૂપિયા લઈને પાછા આવ્યું છે. આ રૂપિયા ઉપર બાદશાહી સિક્કો હોવા છતાં તે લેકે આ રૂપિયા બેટા છે એમ કહી ફેંકી દે છે. - આલમગીરીને કાયદે પ્રસિદ્ધ છે. કહેવાય છે કે અંગ્રેજોએ પણ એ કાયદાને ઘણોખરે ભાગ પિતાના કાયદામાં પણ દાખલ કર્યો છે. " બાદશાહે બાવાજી પાસેથી રૂપિયા લઈ જોયો અને કહ્યું કે, આ રૂપિયો તમને કેણે આપે? શું તમે મારા કાયદાથી વાકેફ નથી? આ રૂપિયો ખોટો છે અને ખોટા રૂપિયાને ચલાવનારને હું ભારે દંડ આપું છું. તમને તે હું સારી રીતે જાણું છું કે તમે આ ખેટે રૂપિયે બનાવ્યું નહિ, હેય પરંતુ તમને આ રૂપિયે કોણે આપ્યો છે ? લાલદાસે જવાબ આપો કે, આ ખટે છે તેથી શું થયું? આ ખેટા રૂપિયા ઉપર બાદશાહી સિક્કો તો છે ને? બાદશાહે ઉત્તર આપ્યો કે, મારે સિક્કો સાચો હોવો જોઈએ. જો સિક્કો મારા નામને હોવા છતાં તેને બનાવવો કે ચલાવવો એ અપરાધ છે. બાવાજીએ કહ્યું કે, જે એમ છે તે શું ખુદાના નામે કેાઈને ઉપર જુલ્મ ગુજારવો કે કોઈને જબરજસ્તી માર મારીને મુસલમાન બનાવવા એ શું અપરાધ નથી? શું આમ કરવું તે બેટો સિક્કો ચલાવવા જેવો અપરાધ નથી ?'
- બાદશાહ સમજી ગયો. તેણે પૂછયું કે, ત્યારે શું કરવું? લાલદાસે ઉત્તર આપે કે, કોઈ પોતાની મેળે મુસલમાન બને એ વાત જુદી છે નહિ તે ધર્મને માટે બધાને સ્વતંત્રતાં હેવી જોઈએ. બાદશાહે બાવાજીની આ વાતને સ્વીકાર કર્યો રે . . . . . . ! . આ જ પ્રમાણે અનોથી મુનિ પણ બેટા સિક્કાનું ઉદાહરણ આપી રહ્યા છેતેઓ કહે છે કે, જેમની ઉપર તેં ચાંદી ચડાવવામાં આવેલ છે અને અંદર તાંબું ભરેલું છે એવા