Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૪૭૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
હરિલાલ ગાંધી જે હવે અબદુલ્લા ગાંધી બન્યા છે તેમને તેમના માતુશ્રીએ એક પત્ર લખ્યા હતા કે જે પત્ર વાંચીને કઠોર હૃદયને પણ પીગળી જાય. હરિલાલ ગાંધીએ એ પત્રના જવાબમાં એક વાત તેા એ લખી કે હવે હું રિલાલ રહ્યો નથી પણ અબદુલ્લા બન્યા છું અને આ પત્ર હરિલાલના નામે આવ્યા છે એટલા માટે એ પત્ર મારા વિષે નથી. પણ ખીજી વાત તેણે એ લખી કે, જો મારા માતાપિતા ઇસ્લામ ધર્મને સ્વીકાર કરતા હાય તા હું શરાખ પીવાના ત્યાગ કરું. આ ઉત્તર કેવા ઉદ્ધતાઇભર્યાં છે ! શું તેના આ ઉત્તર માતાને દેવાને યાગ્ય છે? પણ જ્યારે આત્મા પતિત થઈ જાય છે ત્યારે તે અવળું જ કામ કરે છે. વાસ્તવમાં તેા હરિલાલની માતાના પત્રના ઉત્તર આપવાને કાઈ સમર્થ નથી. છતાં જો આ પ્રમાણે જે ઉદ્ધતાઈપૂર્ણ ઉત્તર આપે છે તેને શું કહેવું ? તે કહે તા એમ છે કે, મેં આત્માના કલ્યાણ માટે ઈસ્લામ ધર્મને સ્વીકાર કર્યો છે પણ જો તે વિષે ઊંડા ઊતરી વિચાર કરવામાં આવે તે શરાબ પીવા માટે તથા એ કાર્યોંમાં પૈસા વગેરેની સુવિધા પ્રાપ્ત કરવા માટે જ તેણે ઈસ્લામ ધર્મના સ્વીકાર કર્યાં હેાય એમ જણાય છે.
કહેવાના આશય એ છે કે, લેાકા ધમ કે સમાજપરિવર્તનના નામે પેાતાના સ્વાર્થની પૂર્તિ કરે છે અને આત્મકલ્યાણનું નામ લે છે. જો હૃદયપૂર્ણાંક આત્મકલ્યાણ કરવું જ હાય તા મનુષ્ય, ક્રાઈ પણુ ધર્મની ઉચ્ચ ભૂમિકા ઉપર ઊભા રહી પોતાનું આત્મકલ્યાણ સાધી શકે છે. શ્લોકાને ઠગવા માટે, આત્મકલ્યાણનું નામ લઈ ધર્મ પરિવર્તન કે સમાજપરિવર્તન કરવું એ ઠીક નથી. આ વાતથી લેાકેાને સાવધાન કરવા માટે જ ઉપરનું ઉદાહરણ આપવામાં આવ્યું છે.
મતલબ કે, પરમાત્માની પ્રાર્થના કરવા માટે યોગ્યતા પાતાનામાં છે કે નહિ તે જોવું જોઈએ. ચેાગ્યતા વિના કાઈપણુ કાર્ય બરાબર થતું નથી. જેમકે, છીપમાં પાણીનું ટીપું પડી મેતી. બનવાની યાગ્યતા ધરાવે છે. પણ જો પાણીને ખલે છીપમાં કાંકરે કે બીજી કાઈ ચીજ પડે તે। શું તે મેાતી બની શકશે ? નહિ. કારણ કે મેતી બનવાની યાગ્યતા પાણીમાં જ છે. આ જ પ્રમાણે પરમાત્માની પ્રાર્થના માટે પણ યાગ્યતાની આવશ્યકતા રહે છે. એટલા માટે પરમાત્માની પ્રાર્થના કરવાની યાગ્યતા પ્રાપ્ત કરી, અને તે માટે અસત્ય, દુરાચાર આદિના ત્યાગ કરો. આમ કરવાથી પરમાત્માની પ્રાર્થનાને યેાગ્ય બની શકો.
હવે અત્રે એક બીજો પ્રશ્ન ઉભા થાય છે કે, જે પહેલાં દુર્ગુણી હાય તે પરમાત્માની પ્રાથૅના કરી શકે કે નહિ ? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવાનું કેઃ—
વૈશ્યા ચુગુલ છિનાર જુઆરી, ચાર મહા બટ મારે; જે ઇત્યાદિ ભ પ્રભુસ્તવન તે નિવૃત્ત સંસારે.
આ પ્રકારના લોકા પણ પોતાના દુર્વ્યસનોના ત્યાગ કરી, પરમાત્માની પ્રાર્થના કરી શકે છે પરંતુ પરમાત્માની પ્રાથના દુર્ગુŚણા વધારવા માટે નહિ પણ છેડવા માટે કરવી જોઈ એ. જો દુર્ગુણી છોડવાના ઉદ્દેશથી પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે તે તમારા દુર્રણા ન જાણે ક્યાં ચાલ્યા જશે ! જેમકે એક ભાઈ કહેતા હતા કે, જામનગરમાં એક એવા વૈદ્ય છે કે એક માણસને ધણા દિવસેાથી નિદ્રા જ આવતી ન હતી પરંતુ તે વૈદ્યની ત્રણ ગાળી લેવાથી જ તેને નિદ્રા આવી ગઇ અને તેને નિદ્રા ન આવવાનેા રાગ સદાને