Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૪૨૮]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા જપ જોઈએ. જે હૃદયમાં નવકારમંત્રના મહિમાનું સ્થાન હોય, તે પછી તે માણસ કષ્ટને કષ્ટ માનતા નથી, પરંતુ એ કષ્ટ સમયને નવકારમંત્રના મહિમાને સમય માને છે. જે નવકારમંત્ર ઉપર દઢ વિશ્વાસ રાખે છે તેનામાં દઢતા આવ્યા વગર રહેતી નથી. નિષ્કામ થઈ પરમાત્માની દઢતાપૂર્વક પ્રાર્થના કરવામાં આવે તે અવશ્ય આત્મકલ્યાણ થાય.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૧૦ શનિવાર .
પ્રાર્થના શ્રી “ઢરથે' પતિ પિતા, “નન્દા થારી માય; રેમ રેમ પ્રભુ મે ભણી, શીતલ નામ સુહાય.
જય જય જિન ત્રિભુવન ધણી. ૧
–વિનયચંદ્રજી કુંભ, ચોવીશી
શ્રી શીતલનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્મા શીતલનાથનું નામ જપવાથી શું લાભ થાય છે એ અત્રે જોવાનું છે. આત્મા જે ઉપાધિઓને કારણે સંતપ્ત થઈ રહ્યો છે તે ઉપાધિઓને ભગવાન શીતલનાથની પ્રાર્થના શાન કરી શીતલતા આપે છે. ઉપાધિઓને શાન્ત કરી શીતલતા પ્રાપ્ત કરવા માટે પરમાત્મા શીતલનાથની પ્રાર્થના એ એક અમેઘ ઉપાય છે. પણ એ ઉપાયને કામમાં લેતાં પહેલાં પિતાના સ્વરૂપને વિચાર કરે જરૂરી છે. - રોગી જ્યાં સુધી પિતાના રોગને જાણતા નથી ત્યાં સુધી તેને દવા ઉપર વિશ્વાસ પેદા, થતું નથી. એટલા માટે દવા લીધા પહેલાં રોગીએ પોતાના રોગને જાણી લેવો આવશ્યક છે. રેગ જાણી લીધા બાદ દવા લેવાની ભાવના પેદા થાય છે, અને વૈદ્યોનું કહેવું છે કે, ઊગીની ભાવના દવાથી પણ વધારે કામ કરે છે. આ પ્રમાણે જ્યારે પ્રાર્થના કરનાર પિતાનું સ્વરૂપ જાણી લેશે અને ઉપાધિઓથી મુક્ત થવા માટે પરમાત્માની પ્રાર્થના કરશે, ત્યારે, પ્રાર્થનામાં તેને અજબ શક્તિ જણાશે. એટલા માટે સર્વપ્રથમ આત્માને કઈ કઈ ઉપાધિઓએ ઘેરી લીધેલ છે એ જાણીને પરમાત્માની પ્રાર્થના કરવાનો ભાવ પેદા કરે જોઈએ અને પછી પરમાત્માની પ્રાર્થના કરવી જોઈએ.
પ્રાર્થના કરવા માટે તમારા સુષુપ્ત ભાવ જાગ્રત થાય એ દષ્ટિએ તમને હમેશાં પ્રાર્થના વિષયક થેડું ઘણું સંભળાવવામાં આવે છે. જે પ્રમાણે સૂર્યોદય થવાથી કમળો વિકસિત થાય છે તે જ પ્રમાણે તમે પણ પ્રાર્થના વિષે સાંભળી આત્માને જાગ્રત કરો. આત્માને જાગ્રત કરી જે પરમાત્માની પ્રાર્થના, ભાવપૂર્વક કરશે તે આત્માની બધી ઉપાધિઓ મટી જશે, અને તમારે આત્મા શાન્તિ અને શીતળતા પ્રાપ્ત કરશે.
તમે કદાચ એમ કહેશો કે, અમે જાગ્રત કેવી રીતે થઈએ ? જ્યારે અમે જાગતા છીએ ત્યારે જે તે અમે તમારી સામે બેઠા છીએઃ આને ઉત્તર એ છે કે, આ જાગૃતિ તે દ્રવ્ય જાગ્રતિ છે. હું દ્રવ્ય ઊંધ ઉડાડવાની વાત કહેતા નથી, પણ ભાવ નિદ્રા ઉડાડવાની