Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદ ૧૪] રાજકોટ–ચાતુર્માસ
[૪૫૧ મતલબ કે, સંસારની કઈ પણ વસ્તુ તરફ મમત્વભાવ ન રાખવો અને અનન્યભાવે પરમાત્માની પ્રાર્થના કરી પરમાત્માને ભેટે ક એ જ વાત પ્રાર્થનામાં કહેવામાં આવી છે. સુદર્શન ચરિત્રથી એ વાત વિશેષ સ્પષ્ટ થશે. સુદર્શન ચરિત્ર-૪૯
દેવે તેને ચામર ઢોળતાં જયકાર બેલતા હતા. સુદર્શન તે વખતે ત્રિલોકપતિ હોય તેમ સિંહાસન ઉપર બેઠો હતો. તે વખતે શેઠ લેકેને કહી શકો હતો કે, મારી દઢતા અને રાણીની ચાલાકીનું પરિણામ જુઓપણ તે એમ કહે છે તે તેની અપૂર્ણતા જ પ્રગટ થાત. તે સિંહાસન ઉપર જાણે પિત પિસામાં બેઠે હોય તેમ બેસી રહ્યો. સુદર્શન તે પિતાની ભાવનામાં જ દઢ રહ્યો. આ જ પ્રમાણે તમે પણ ભાવનામાં દઢ રહે. કારણ કે બધા કાર્યોની સફળતાનું મૂળ કારણ ભાવના જ છે.
ધન ધન હૈ યે શેઠ સુદર્શન, શીલવંત સિરતાજ; ધિક્ ધિક્ હૈ અભયા રાણકે, નિપટ ગાઈ લાજ. . ધન૦ ૧૧૦ છે જગન મુઝસે યે કીતિ, ગઈ રાયકે પાસ;
દધિવાહન ૫ આયા દૌડકે, ધર મનમે દુલલાસ. એ ધન ૧૧૧ છે શેઠને તે પ્રભુમય બનવાને સ્વભાવ હતે. એટલા માટે તે તે કંઈ બે નહિ પણ નતા બોલ્યા વિના ક્યાં રહી શકે એમ હતી ! એટલા માટે જનતા કહેવા લાગી કે, જોયું! સૂળીનું પણ સિંહાસન બની ગયું. હવે તે તમારો ભ્રમ મડ્યો કે નહિ જે લોકો એમ કહેતા હતા કે આ ધર્માત્મા શેઠને શીએ શું ચડાવે છે, અમને શૂળીએ ચડાવે છે. જે લોકો ભૂળીને સિંહાસન થએલું જઈ બહુ જ પ્રસન્ન થયા અને સુદર્શનને ધન્યવાદ આપવા લાગ્યા. કોઈ એમ કહેતા હતા કે રણું કેવી નિર્લજજ છે કે જેણે પિતાની લાજ ગુમાવી, શેઠના માથે કલંક ચડાવ્યું પરંતુ સત્ય શું કોઈ દિવસ છૂપું રહી શકે છે ? અમે પણ કહેતા હતા કે, આ શેઠ કે મૂઢ છે કે તે એક પણ શબ્દ પિતાના મઢે બેલ ની; પણ આખરે પાપનો ક્ષય અને સત્યનો જય જ થયો.
દુનિયામાં બધા લોકોની પ્રકૃતિ એક સરખી હોતી નથી. વસ્તુ તે એક હેય છે પણ તે વસ્તુ પિતાની પ્રકૃતિની અનુસાર ભિન્ન ભિન્ન રૂપમાં જોવામાં આવે છે. સૂર્ય પ્રકાશ તે. સમાન આપે છે પણ કાચને રંગ જે હોય છે, તે પ્રકાશ પણ તે જ બની જાય છે. આ જ પ્રમાણે સુદર્શનની ઘટનાને લેાકો ભિન્ન ભિન્ન રૂપ આપવા લાગ્યા. - સુદર્શનને જે જય જ્યકાર થઈ રહ્યો હતો તે સુદર્શનને જયાર ન હતું પણ તેની શુદ્ધ ભાવનાને જયકાર હતા. ભાવના કે પવિત્રતા સૂક્ષમરૂપમાં જોઈ શકાતી નથી પરંતુ જ્યારે તે સ્થૂલરૂપ ધારણ કરે છે ત્યારે જ બધાને જોવામાં આવે છે. સૂક્ષ્મ વસ્તુને બધા લેકે જોઈ શકતા નથી પણ જ્યારે તે સ્થૂલ રૂપમાં આવે છે ત્યારે જ તે જોવામાં આવે છે.
કથનાનુસાર સુદર્શનની ભાવનાને તે બધા લેકે જોઈ શક્યા ન હતા પરંતુ જ્યારે અળીનું સિંહાસન થએલું જોયું ત્યારે લેકે જેવા લાગ્યા અને જયજયકાર કરવા લાગ્યા. બધા લે એમ કહેવા લાગ્યા કે, શેઠના હૃદયમાં જરા પણ ખરાબ ભાવના ન હતી. શકીનું સિંહાસન બનવાથી આપણને નિશ્ચય થઈ ગયા કે, શેકની ભાવના કેટલી શુદ્ધ હતી.