Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૪૫૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા એમ કહે છે કે, અમે જે વસ્તુની ધમાં છીએ તે વસ્તુ આ નથી. અમે ચીજને શોધીએ છીએ તે વસ્તુ આ સંસારના પદાર્થથી ભિન્ન છે.
इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः। __ मनसस्तु परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः ॥ જે દશ્ય ઈન્દ્રિોઠારા જેવા–સાંભળવામાં આવે છે તે ઈશ્વર નથી. શબ્દ, રૂપ, રસ, ગધ અને સ્પર્શ એ ઈશ્વર નથી. શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે, આ આત્મા લીલ નથી, પીળે નથી, લાલ નથી, ગંધવાળો નથી, રસવાળો નથી, પરંતુ આ આત્મા એ બધાથી પર છે. પણ આત્માને શોધનાર માર્ગમાં જ ભૂલી જાય છે એ તેની ભૂલ છે.
મો કે કહાં તૂ તૂ મેં તે હરદમ તેરે પાસમેં, ના મ મંદિર ના મ મસજિંદ ના કાશી કૈલાસમેં;
ના મેં બસ્ અજબ દ્વારિકા મેરી ભેટ વિશ્વાસમેં. મેં કોઇ તે રત્ન તે જ્યાં પડયું હશે ત્યાં જ હશે. તે રત્ન પતે તે ગતિ કરી શકતું નથી એટલા માટે રત્નને શોધનારે માર્ગમાં પડેલી ચીજોમાં લેભાઈ જવું ન જોઈએ. જે તે માર્ગમાં પડેલી ચીજોમાં લેભાઈ જાય તે શું તે રત્નને પ્રાપ્ત કરી શકે?
તે માણસ રત્નને શોધી રહ્યો હતો એટલામાં જ કેઈએ કહ્યું કે, તું શું શોધે છે! તે રત્ન તો તારા ખાસ્સામાં જ છે. આ જ પ્રમાણે જ્ઞાનીજને કહે છે કે, તે આત્માને ક્યાં શોધી રહ્યો છે ! એ આત્મા તે તારી પાસે જ છે. રૂપ, રસ, ગંધ વગેરે પદાર્થો જે છે તે આત્મા નથી. એ પદાર્થોથી તે ઈન્દ્રિયે જ મોટી છે. ઇન્દ્રિયોથી મન મોટું છે. મનથી બુદ્ધિ મોટી છે અને બુદ્ધિથી જે પર છે તે જ આત્મા છે. એ આત્માને શે તે તેમાં કલ્યાણ રહેલું છે.
- આ પ્રમાણે સુદર્શન ત્યાં ઉપસ્થિત લોકોને કહી રહ્યો છે કે, “ભાઈઓ! તમે એમ ન સિમજો કે આ સુદર્શન સિંહાસન ઉપર બેઠે છે, પરંતુ એમ સમજે કે, આપણે બધા કૌની ભાવના જ સિંહાસન ઉપર બેઠેલ છે.”
શ્રાવકોની વીરતા અને તેમના ગુણોને કારણે જ સાધુઓ તેમનો જયજયકાર બેલે છે, અને તેમને ધન્યવાદ આપી તેમનું ચરિત્રચિત્રણ કરે છે. સુદર્શન જે કેવળ ધનવાન જ હત અને તેનામાં જે શીલનું પાલન કરવા માટે આટલી વીરતા ન હતા તે સાધુઓને તેનું ચરિત્રચિત્રણ કરવાની આવશ્યક્તા ન હોય. સાધુઓ તેની જે પ્રશંસા કરે છે તે તેના શિલપાલનના કારણે જ. જો તે કુશીલ હતા તે સાધુએ તેને માન આપત નહિ પણ ઊલટે તેને ઠપકે આપત. જેમકે શાસ્ત્રમાં રાજમતિએ રથનેમિને ઠપકો આપતાં કહ્યું છે કે, “હે ! અપયશકામી ! તને ધિક્કાર છે. તે સાધુ થઈને વમન કરેલી વસ્તુ પાછી ખાવા ચાહે છે?” આ વીતરાગનાં શાસ્ત્રો છે. એટલા માટે જ્યાં સુધી બુરાઈ રહી ત્યાંસુધી તે તેની નિદા કરવામાં આવી છે, પરંતુ જ્યારે બુરાઈ ચાલી ગઈ ત્યારે તેની પ્રશંસા કરવામાં પણ
વાર લગાડવામાં આવી નથી. રથનેમિએ જ્યારે પિતાના ખરાબ વિચારને ત્યાગ કર્યો ત્યારે શાએ જ તેમને પરષોત્તમ કહ્યા છે. આ વાત સમજીને નાન અને ક્રિયાને જીવનમાં અપનાવો.
જય જય સુદર્શન શેઠજી, જય જય હે મનેરમાં માત; ધમ તીથી જુડી જાગા, પુરજન અતિ હત. ધન ૧૧૫