Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૪૩૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા ક્યાં આ તારે સુદર્શન ભક્ત ! તારા આ ભક્તને જોઈ મને એવો વિચાર આવે છે કે હું તને ઉપાલંભ કેવી રીતે આપી શકું?”
“હે ! પ્રભો ! મારામાં પૂજાવવાની પ્રીતિ વધારે રહી છે. પૂજવાની પ્રીતિ રહી નથી. મારી પૂજા થાય એમ જ હું ચાહું છું. હું બીજાની પૂજા કરું એ વાત તે દૂર રહી, પણ જે કઈ બીજાની પૂજા થતી જોઉં છું તે હું બળીને ખાખ થઈ જાઉં છું. હું બીજાને તે શીખામણ આપું છું પણ હું પિતે જ એ શીખામણને માનતા નથી. હું સ્નેહ અને પ્રેમવશ થઈ મેં જે પાપકર્મો કર્યા છે, એ પાપકર્મોને તે હું હૃદયમાં છુપાવી રાખું છું; પણ થોડું ઘણું ચુકત કરું છું, તે એ સુકતને મોટું રૂપ આપી જગજાહેર કરું છું. એવી અવસ્થામાં હે! પ્રો! હું તમને ઉપાલંભ કેવી રીતે આપી શકું ! આ વાત મને સુદર્શન ભક્તને જોઈ જાણવામાં આવી.”
“હે ! પ્રભો ! હું થોડું ઘણું સુકૃત કરું છું તે છળકપટ તે સુકૃતને છીનવી લઈ જાય છે. હું એટલે બધે દંભ કરું છું કે મેં જે કાંઈ થોડું સુકૃત કર્યું તે પણ નષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે સુદર્શન ભક્તને જોઈ મારી ભૂલ મને સમજમાં આવી. અને હું સમજી શકાય કે, પરમાત્માને ભક્ત તે ત્યારે જ બની શકું કે જ્યારે હું સુદર્શન જેવો બનું.”
કેટલાક લોકે સુદર્શનને જોઈ આમ કહેતા હતા તે કેટલાક લેકે સુદર્શનને હસતો જોઈ આ કે દિવાને છે એમ કહેતા હતા.
સુદન બધા લોકોની પ્રશંસાત્મક અને નિંદાત્મક વાત સાંભળતે હતો. પણ તેને તે કોઈના પ્રતિ રાગ ન હતું તેમ દેષ પણ ન હતું. તે તે પ્રતિપક્ષી ભાવનાદ્વારા વિતર્કોને તડતો જતે હતે. તમે પણ સુદર્શનની માફક પ્રતિપક્ષી ભાવનાદ્વારા વિતર્કોને તેડતા જાઓ તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૧૧ રવિવાર
પ્રાર્થના ચેતન જાણુ કલ્યાણ કરન કે, આન મિલે અવસર રે; શાસ્ત્ર પ્રમાણુ પિછાન પ્રભુ ગુન, મન ચંચલ થિર કર રે.
શ્રેયાંસ જિjદ સુમર રે. . ૧
–વિનયચંદ્રજી કુંભ, ચેવશી
શ્રી શ્રેયાંસનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
'' પરમાત્માની પ્રાર્થના અને પરમાત્માના નામસ્મરણદ્વારા ભકતને જે આનંદ મળે છે તે આનંદ જગતના જીવને પણ મળે એવી ભક્તિને ઈચ્છા રહે છે.
જે પ્રમાણે કોઈ ઉદાર માણસ પિતાને ત્યાં પેદા થતી સારી વસ્તુને પોતે જ ઉપભોગ કરવા ચાહત નથી, પણ એ સારી ચીજ બધાને મળે એમ તે ચાહે છે; તે જ પ્રમાણે