Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
રાજકાટ-ચાતુર્માસ
[ ૪૩૫
નીકળતી નથી. લેાકેા કહે છે કે, શેઠ-શેઠાણી વચ્ચે બહુ પ્રેમ છે, તે એ પ્રેમ ક્યાં ગયા ? કે આવા મૃત્યુ સમયે પણ પતિને મળવા તે બહાર નીકળતી નથી.
સુદ ૧૦
]
સુદનની આસપાસ લેાકેા એવી રીતે ઘેરાઈ ગયા હતા કે જાણે સરધસ બની ગયું ન હાય ! ઘેાડીવાર તેા સુભટાએ સુદર્શનને તેના મકાન પાસે ઊભા રાખ્યા, પણ જ્યારે શેઠે પોતાના મકાન તરફ દૃષ્ટિ પણ ન કરી અને શેઠાણી પણ બહાર ન નીકળી ત્યારે સુભટાએ વિચાર્યું કે, અહીં નકામા ઊભા રહેવું ઠીક નથી. એમ કહી તેએ સુદર્શનને લઈ શૂળી પાસે આવ્યા. શૂળીને જોઈ લેાકા ડરવા લાગ્યા પણ સુન તે ત્યાં પણ પ્રસન્ન જ રહ્યો. થાડીવાર બાદ મારા આત્મા પરમાત્માને મળશે એ વિચારથી તેનાં રામેરામ વિકસિત થતાં હતાં.
..
સુદર્શનને પ્રસન્ન થતા જોઈ કેટલાક લેાકેા કહેવા લાગ્યા કે, “ હે ! પ્રભુ ! અમે એમ કહેતા હતા કે, “ તું ” ક્યાં છે? પણ આજે અમને “ તું ” આ સુદર્શનમાં સાક્ષાત્ દેખાઈ રહ્યો છે! અમે વિચારતા હતા કે, આ સુદર્શન ભક્ત છે છતાં તેની રક્ષા કેમ થતી નથી! પણ અમને એ તે। અત્યારે જણાયું કે, આ બધું અમારી ભાવના દૃઢ કરવા માટે જ થઈ રહ્યું છે અને એટલા જ માટે આવા સમયે પણ સુદન, પરમાત્મા પાસે મારી રક્ષા થાય એમ ચાહતા નથી. આ સુદર્શન તે આવા સંકટના સમયે પણ ભક્તિનું ફલ ચાહતા નથી, પણ અમે તે નાનાં નાનાં કામમાં પણ ફલની આશા રાખીએ છીએ. અને જ્યારે અમારી ફલાશા ફળતી નથી ત્યારે અમે એમ કહેવા લાગીએ છીએ કે પરમાત્માની ભક્તિમાં શું પડયું છે ! આટલી ભક્તિ કરી છતાં અમને તેનું કાંઈલ મળ્યું નહિ પણ આજે અમે જાણ્યું કે, ભક્તિ કેવી હેાય છે!
કૈસે દેખે નાથહિં ખેારિ,
.
કામ લેાલુપ ભ્રમત મન, પ્રભુ ભક્તિ પરિહરી તાર. કૈસે બહુત પ્રીતિ પુજાઇવે પર પૂજિલે પર ઘેર; શ્વેત સિખ સિખ્યા ન માનત, મૂઢતા અખમેારિ. સે॰ કિચે સહિત સનેહ જે, અદ્ય હૃદય રાખે ચારિ; સંગવશ કિયે શુષ્ક સુનાયે, સકલ લેક નિહેારિ. કૈસે કરાં જે કુછ ધરાં સચિ, પચિ સુકૃત` શીલ ખટારિ; પૈઠી ઉર અરબસ દયાનિધિ, દ ંભ લેત જોરિ કૈસે
ભક્ત કહે છે કે, “ હે ! પ્રભા ! હવે મને જણાયું કે, હું તને અપયશ કેવી રીતે આપી શકું! હું અત્યારસુધી કહેતા હતા કે, હું આટલાં બધાં ધર્મ કર્મો કરું છું, છતાં પણુ મારું કામ પાર પડતું નથી. આ પ્રમાણે કહી હું તને ઉપાલંભ આપતા હતા, પણ સુદ ન ધર્માત્મા, શૂળી ઉપર ચડાવવામાં આવે છે છતાં પણ તે તને અપયશ આપતા નથી, એ જોઈ મને હૂ થાય છે, અને હું પરમાત્માને કેવા અપયશ આપું છું તેને મને વિચાર આવે છે. હું કેવાં કામેા કરું છું અને પરમાત્માને કેવા અપયશ આપું છું એ વિષે જ્યારે હું મારા પોતાના તરફ નજર કરું છું ત્યારે મારી ભૂલ મને જણાઈ આવે છે. મારું કામલેાલુપ મન અહીંતહીં ભટકે છે. હું એને સ્થિર રાખી શકતા નથી. એવી અવસ્થામાં ક્યાં હું અને