Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદ ૧૦ ] રાજકેટ-ચાતુર્માસ
[૪૩૩ તે બીજાના હિત માટે પિતાના શરીરને પણ ભોગ આપી દે છે. તે બીજાને દુ:ખ જોઈ પિતે દુઃખી થાય છે. અનુકંપાને અર્થ જ એ છે કે – કા ઇન તિ સનુ અર્થાત-બીજાને જે દુઃખ છે તે મને જ દુઃખ છે. આ પ્રકારની ભાવના ભાવવી એ જ અનુકંપા છે.
તમે લોકે અહિંસક કહેવડાવીને પણ જે ઘરના લેકે કે પોતાના નોકર ઉપર કરુણ ન રાખે છે તે શું ઠીક કહેવાય ? કઈ નોકર બીમાર હોય છતાં તેની પાસેથી કામ લેવું અથવા તેનો પગાર કાપી નાંખવો એ શું અહિંસકને શોભે ખરું ? અંગ્રેજ લેકે પણ પિતાના બીમાર નોકરીની સારસંભાળ રાખે છે અને અસ્વસ્થ અવસથામાં તેમનો પગાર પણ કાપતા નથી, તે પછી તમે લેકે અહિંસક થઈને નોકર મરે કે જીવે એમ ઉપેક્ષા કરી તેની પાસેથી કામ લે અને તેનો પગાર કાપી નાંખે તે શું એવું કામ અહિંસકને શોભે ખરું?
જેના હૃદયમાં અનુકંપા કે કરણ છે તે લેકે તે બીજાના દુઃખને પિતાનું દુખ માને છે, અને બીજાને દુઃખમુક્ત કરવા માટે પિતાથી શક્ય બધાં પ્રયત્નો કરે છે; પણ તમે લોકો શું કરે છે તેને વિચાર કરે. માને છે, તમારી પાસે બે કટ છે. તમને કેવળ એક જ કેટની જરૂર છે. તમારી પાસે બીજો કોટ વધારાનો છે. હવે એ કઈ ગરીબ માણસ તમારી સામે કડકડતી ઠંડીથી દુઃખી થઈ રહ્યો હોય તે તમે તમારે બીજો કોટ આપી દો એમ તે નહિ કહોને કે, મરવાનો હોય તે ભલે મરે. જો તમે આમ કહે તે શું તમાસમાં કર્યું છે ? કરુણાળુ તે તે છે, કે જે બીજાને દુઃખ ન થાય એ માટે તે દુ:ખ સહન કરે છે. ધન્ય છે ધર્મરચિ મુનિને, કે જેણે કીડીઓની અનુકંપા કરી પોતે કડવી તુંબડાંનું શાક ખાઈ ગયા અને પિતાને આત્મભોગ આપી કીડીઓની રક્ષા કરી; અને ધન્ય છે ભગવાન નેમિનાથને કે જેમણે પશુઓની રક્ષા માટે રાજીમતિ જેવીને પણ ત્યાગ કર્યો. તેઓએ તે કરુણા માટે આ અપૂર્વ ત્યાગ કર્યો, પણ તમારાથી તે ગરીબોની કરણ માટે ફેન્સી કપડાંઓનો પણ ત્યાગ થઈ શક્તા નથી. જે કરુણાળુ હશે તે તે એમ જ વિચારશે કે, મારા કોઈ પણ કામથી બીજાને જરા પણ દુઃખ થવું ન જોઈએ.
ચેથી મૈત્રી ભાવના છે. આ ભાવના પ્રમાણે સંસારના બધા પ્રાણીઓને મિત્ર બનાવવા જોઈએ. તમે લેકે પ્રતિક્રમણમાં તો એ પાઠ હમેશાં બેલે જ છે કે –fમત્ત જે સત્રમvg અર્થાત–બધા પ્રાણીઓ પ્રત્યે મારે મૈત્રીભાવ છે. સદ્દભાગ્યે તમને આ પાઠ તે યાદ છે પણ કેવળ પાઠને ઉચ્ચાર કરવામાં જ તેની ઇતિશ્રી ન માને પણ તે પાકને જીવનમાં ઉતારી બધા જીવોને મિત્ર બનાવો.
આ પ્રમાણે ઉપર કહેલી ચાર ભાવના ભાવવાથી અહિંસા વિષે પેદા થતાં કુતકને નાશ થશે અને અહિંસાભાવ પ્રગટ થશે. સુદર્શન ચરિત્ર-૪૭
બધા પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ કેવી રીતે રાખી શકાય એ વાત હવે સુદર્શનની કથા ઉપરથી કહું છું. સુદર્શન અભયા જેવી અપકારિણી સાથે પણ મૈત્રીભાવ રાખી શકો છો. સુદર્શન એવો વિચાર કરી શકતા હતા કે, શૂળીએ ચડવાથી મારી સ્ત્રી તથા પુત્રને હાનિ થશે અને મારું પણ અપમાન થશે, પણ જો હું સાચી હકીકત કહી દઉં તે અભયારે જ
૧૦.