Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૪૩૦]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
માટીને ઘડો બનતે નથી ત્યાં સુધી માટી પગ તળે કચડાય છે—કોઈના માથા ઉપર ચડી શકતી નથી, તે જ પ્રમાણે સંગ્રહાયમાં જ રહેવાના કારણે હું પણ સંસારમાં જ ભ્રમણ કરી રહ્યો છું. હવે મને માલુમ પડયું કે, જો હું શબ્દનયથી તારું દર્શન એક વાર પણ કરી લઉં તે હું સંગ્રહમાંથી એવંભૂત નયમાં પહોંચી જાઉં અર્થાત હું તારા જ જે બની જાઉં.”
મતલબ કે, ભક્ત કહે છે કે, “હે! પ્રભો! મારા આત્માને ઉન્નત બનાવવામાં તું જ અમેઘ સાધનભૂત છે; તારા સિવાય બીજો કોઈ નથી. એટલા માટે હું તારી પ્રાર્થના કરું છું.” અનાથી મુનિને અધિકાર–૪૭
આ જ વાત અનાથી મુનિ રાજા શ્રેણિકને કહી રહ્યા છે. તેઓ કહે છે કે, “હે! રાજન ! જે લોકો વિપુલ સંપત્તિ પામીને પણ અહીં તહીં રખડે છે તે લેક ભાનભૂલેલા છે. જે અવસર, માટીને ચાક ઉપર ચડાવી ઘડો બનાવવાનું હોય, તે જ અવસરે જ માટીને ચાક ઉપરથી ઉતારી ફેંકી દેવામાં આવે તે એ અવસર કે ગુમાવ્યો કહેવાય ? આ જ પ્રમાણે મનુષ્યજન્મ અને નિગ્રંથધર્મ પ્રાપ્ત થવા છતાં જેઓ દુઃખ પામે છે, તેઓ કેવો સુઅવસર ગુમાવે છે ? ઊંચી સ્થિતિએ જઈ આ કેવું નીચે પડવા જેવું છે? આવા નીચે પડનારા લેકે ઉપર જ્ઞાનીજનો કરુણું કરે છે.” તમે કોઈને નીચે પડતા જુઓ તે તેમના ઉપર તમને કરુણું આવશે, પણ બીજાઓ ઉપર કરુણું કરતાં પહેલાં પિતા ઉપર કરુણા કરવાની જરૂર છે. સર્વપ્રથમ પિતાના આત્મા ઉપર જ કરુણ કરવી જોઈએ.
आउत्तया जस्स य नत्थि कोई, इरियाए भासाए तहेसणाए।
आयाणनिक्खेवदुर्गुच्छणाए, न वीरजायं अणुजाइ मग्गं ॥४०॥
અનાથી મુનિ કહે છે કે, “હે ! રાજન! હવે હું જુદા પ્રકારની અનાથતાનો વિચાર કરું છું. જેઓ નિગ્રંથધર્મને પ્રાપ્ત કરીને પણ પતિત થઈ જાય છે તે લોકોની હવે હું વાત સમજાવું છું. આ વાત સમજાવવાનું કારણ એ છે કે, એક માણસ તે બીજાને પતિત થતે જોઈ સાહસહીન થઈ જાય છે અને બીજો માણસ, બીજાને પતિત થતા જોઈ વધારે સાહસી બને છે.”
મેં એક પુસ્તકમાં જોયું છે કે, આ પંચમકાળની વિષમતા જોઈ અજ્ઞાનીઓ તે ડરી જઈ પડી જાય છે, પણ જ્ઞાનીજને તે તેમને જોઈ નવો વિચાર કરે છે. તેઓ કહે છે કે, “ આ પંચમ આરો તે છે જ. આ પંચમ આરામાં વિષમતા હોય તો એમાં આશ્ચર્યની વાત શું છે! આ પંચમ આરાની વિષમતાથી બચવા માટે અમારે દઢ રહેવું જોઈએ.”
આ પ્રમાણે વિચાર કરી જ્ઞાની તે વધારે દઢ થાય છે પણ અજ્ઞાની લેકે પંચમ આરાની વિષમતા જોઈ ઊલટા શિથિલ થઈ જાય છે. પણ વાસ્તવમાં આ પ્રકારના પતિત થતા લેકેને જોઈ પ્રત્યેકે સાવધાન થવું જોઈએ.
કોઈ માણસ જ્યારે પત્થરની ઠેસથી નીચે પડે છે તે બીજે માણસ તેને પડતા જોઈ પિતે પણ નીચે પડે છે કે વધારે સાવધાન બને છે? સાવધાન જ બને છે, અને તે એમ વિચારે છે કે આ માણસ પત્થરની ઠેસથી નીચે પડી ગયું તે મારે સાવધાન થઈ ચાલવું જોઈએ. આ જ પ્રમાણે સંયમમાં પણ બીજાને પડતા જોઈ પિતાએ સાવધાન બનવું જોઈએ.