Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૪૧૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા કેટલાક મશ્કરા લેકે કહેવા લાગ્યા કે, શેઠ-શેઠાણીની ઠીક જોડી મળી છે. શું આ સમય ધર્મધ્યાન કરવાનો છે? કઈ એમ પણ કહેવા લાગ્યા કે, કોણ જાણે! આની પાછળ શું રહસ્ય રહેલું હશે ? પતિ ઉપર સંકટ આવે અને પતિનું અપમાન થતું હોય ત્યારે પત્નીને કેટલું બધું દુઃખ થાય! આમ હોવા છતાં શેઠાણી ધર્મધ્યાન કરવા બેઠી છે તે એની પાછળ કઈ રહસ્ય રહેલું હોવું જોઈએ !
આ જોઈ લેકે વિચારવા લાગ્યા કે હવે શું કરવું? આખરે બધા લેકે રાજા પાસે જવાના નિશ્ચય ઉપર આવ્યા અને રાજાની પાસે જઈ તેઓ કહેવા લાગ્યા કે, “આપને ઉચિત લાગે તેમ કરે. શેઠ કાંઈ બેલતા જ નથી અને શેઠાણી પણ તેના પતિનાં લક્ષણ જાણતી હોવાથી સુદર્શનને સમજાવવા આવતી નથી. તે પણ કાંઈ બેલતી નથી. બેલે પણ કયા મોઢે ? એટલા માટે આપને જેમ ઉચિત લાગે તેમ કરે.”
લેકેનું આ કથન સાંભળી રાજાએ નિશ્ચય કર્યો કે, હવે બીજો કોઈ માર્ગ નથી માટે રાજધર્મના નિયમાનુસાર સુદર્શનને થળી ઉપર ચડાવી દે. આ પ્રમાણે નિશ્ચય કરી રાજાએ સિપાઈઓને હુકમ કર્યો કે, સુદર્શનને શૂળી ઉપર ચડાવી દેવામાં આવે. હુકમ મળતાં જ શૂળી ઉપર ચડાવનાર સિપાઈએ સુદર્શનની પાસે આવ્યા.
સુભટ શેઠ પકડ જૂલિકા, પહનાયા શુંગાર; નગર ચૌટે ઉમે કર કે, બેલે યેહ લલકાર. છે ધન૧૦૧ છે યહ સુદીન શેઠ નગરકા, ધમી નામ ધરાય;
પરતિરિયા કે પાપસે, યે શૂલિ ચઢાયે જાય. એ ધનવ ૧૦૨ . . રાજાના હુકમના તાબેદાર સુભટો યમરાજના દૂતની માફક સુદર્શનને પકડી, તેમનાં કપડાં ઉતારી શુળીએ ચડાવવાનાં કપડાં પહેરાવવા લાગ્યાં કે જેથી લેકે જાણી શકે કે, આ માણસને શૂળીએ ચડાવવામાં આવશે.
શેઠનું પૌષધ વ્રત પૂરું થયું હશે કે નહિ તેની ચર્ચા અત્રે કરવામાં આવતી નથી. અહીં તે કેવળ એટલું જ કહેવાનું છે કે, જ્યારે શૂળીએ ચડાવવાનાં કપડાં પહેરાવવામાં આવ્યાં ત્યારે એ સમય કેટલે બધે ત્રાસજનક અને ભય પેદા કરનારે હો ! તેમ છતાં પણ આવા સંકટના સમયે સુદર્શન તે મૌન અને શાન્ત બેસી રહ્યો. તેને જરાપણ ભય ન લાગે.
શૂળીએ ચડાવવાનાં કપડાં પહેરાવી સુભટ સુદર્શનને પકડી નગરનાં ચૌટા ઉપર લાવ્યા અને હજારો લોકોની સામે સુભટો જોરથી કહેવા લાગ્યા કે, “આ સુદર્શન, નગરના શેઠ અને ધર્માત્મા કહેવાતા હતા પણ પરસ્ત્રીને પાપના કારણે આજે તેને શૂળીએ ચડાવવામાં આવે છે, અને આ પ્રમાણે જે કઈ પરસ્ત્રીસેવનનું પાપ કરશે તેની દશા આ સુદર્શન શેઠ જેવી કરવામાં આવશે.”
તમે લેકે અભયા રાણીના પક્ષમાં છે કે સુદર્શન શેડના પક્ષમાં છે ? જે સુદર્શન શેઠના પક્ષમાં છે, તે તમે સુદર્શનની માફક સ્ત્રીને માતા સમાન માને. તમે ‘પરસ્ત્રીને માતા અને પરધનને ધૂળ” માને તે આ સંસારસાગરને પાર કરવાની તમને જાણે એક નૌકા મળી છે એમ માનજો. સંસારમાં જે મોટાં મોટાં પાપ થાય છે તે પાપે પ્રાયઃ પરસ્ત્રી અને પરધનને કારણે જ થાય છે.
સુદર્શનને શૂળી વિષે સુભટોની વાત સાંભળી પાપીઓનાં મન ઉપર પણ પરસ્ત્રીના સેવનથી બચવાને પ્રભાવ એ પડ્યો હશે કે, જે અમે પરસ્ત્રીના સેવનના પાપથી નહિ