Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદ ૮] રાજકોટ–ચાતુર્માસ
[૪૧૯ કરી તેઓ બીમાર પુત્રને છોડી બીરારમાં ગયા. એવું પણ સાંભળ્યું છે કે, તેઓ પોતાના ‘કેસરી ” પત્રમાં સમ્પાદકીય લેખ લખી રહ્યા હતા. તેમણે અડધો અગ્રલેખ લખ્યો હશે તે વખતે જ એક માણસ આવ્યો અને તેમને કહ્યું કે, ભાઈ સાહેબ મરી ગયા. પિતાના યુવાન પુત્રના મૃત્યુ સમાચાર સાંભળીને હૃદય અને હાથ કાંપી ઊઠે એ સ્વાભાવિક હતું, પણ તિલક એ દુઃખદ સમાચાર સાંભળીને પણ ધીર-ગંભીર બેસી રહ્યા અને ધીમેથી તે માણસને કહ્યું કે, તમે વ્યવસ્થા કરે. હું હમણાં આવું છું. આ પ્રમાણે કહી તે માણસને રવાના કર્યો અને પિતે અપૂર્ણ અગ્રલેખને પૂર્ણ કર્યો. જો કે તે અગ્રલેખ પિતાના યુવાન પુત્રના મૃત્યુ સમાચાર સાંભળ્યા બાદ પૂરે કરવામાં આવ્યો હતે છતાં તેમના એ અગ્રલેખમાં આદિથી અંત સુધીના કઈ પણ ભાગમાં કોઈ પ્રકારનું અંતર જણાતું ન હતું.
તિલકે રુદન ન કર્યું એ તેમની દઢતા હતી. પણ જે તેઓ રુદન કરતાં તે શું તેઓ પોતાના પુત્રને પાછી લાવી શક્ત ! જે નહિ તે તમે લેકે પણ એ નિશ્ચય કરે છે, અમે પ્રથાના રૂપે રુદન નહિ કરીએ તે શું તે કાંઈ ખરાબ છે ?
કઈ પ્રશાસે કેઈ નિ, શેઠ શૂલી પર જાય; લાખે નર રહે દેખ તમાશા, શેઠ ને મન ઘબરાય છે ધન ૧૦૩ સાગારી અનશન વ્રત લી, પા૫ અઠારહ ત્યાગ; જીવ ખમાયે શાન્તિ ભાવસે, વેષ ન. કિસમે રાગ. . ધન ૧૦૪ . મહા યોગીશ્વર ધારે ધ્યાન ર્યો, જિમ મુદ્રાકો ધાર; &
ધ્યાન ધરે નવકાર મંત્રકા, ઔર ન કઈ વિચાર છે ધન ૧૦૫ છે આ જો કે ઈતિહાસ નથી, તેમ ઇતિહાસના તત્વથી આ વિરુદ્ધ પણ નથી. સંસારમાં પ્રાયઃ એવું જોવામાં આવે છે કે, કોઈ પણ કામમાં બધા લેકે સહમત થતા નથી. કોઈ અમુક કામની પ્રશંસા કરે છે, તે કઈ અમુક કામની નિંદા કરે છે. જો કે લોકાપવાદને ભય રાખવો એ ઠીક છે, પણ સાથે સાથે લેકપ્રવાહમાં. પણ વહી જવું એ ઠીક નથી. લેકપ્રવાહમાં વહી જનાર વ્યક્તિ આત્માને નિશ્ચલ રાખી શકતી નથી. સુદર્શનની કેટલાક લોકે એવી નિંદા કરતા હતા કે, આ કેવે મૂર્ણ છે કે તે મરવાના સમયે પણ બેલ નથી. અને સાચી વાત પ્રકટ કરતું નથી. આ જ પ્રમાણે કેટલાક લેકે શેઠાણીની પણ નિંદા કરતા હતા કે, આ સ્ત્રી કેવી મૂર્ણ છે કે તે પિતાના પતિને પણ સમજાવતી નથી, અને પતિ શૂળીએ ચડવા જાય છે છતાં તેમનું અંતિમદર્શન કરવા માટે પણ બહાર નીકળતી નથી અને ધર્મધ્યાનને ઢગ કરી બેસી ગઈ છે. કેટલાક લેકે અઘટિત ટીકા પણ કરતા હતા. તેઓ કહેતા હતા કે, “આ શેઠ પૌષધનો ઢગ કરી બેઠો હતે. અમે તેને કહ્યું કે, ચાલે આપણે મેળામાં જઈએ, ત્યારે તેણે અમને જવાબ આપ્યો કે, કર્મબંધના કારણભૂત મેળામાં કેણુ જાય તે મેળામાં તે ન આવ્યો, પણ રાણીના મહેલમાં ગયો. આવા ધર્મઢોંગી માણસ કરતાં તે અમે લોકો સારા કે ભલે અમે ધર્મધ્યાન ન કરીએ. કે સાધુ પાસે ન જઈએ, પણ એના જેવો દુરાચાર તે સેવતા નથી. જોકે કહેતા હતા કે, શેઠ-શેઠાણી વચ્ચે, બહુ પ્રેમ છે પણ તેમને કેવો પ્રેમ હતો તે તે આજે જણાઈ ગયું. શેઠાણું પિતાના પતિને મળવા કે તેનાં મુખદર્શન માટે ઘરમાંથી પણ ન નીકળી.”