Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૪૦૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા પછી ભલે તેથી કોઈ પ્રસન્ન થાય કે નારાજ થાય ! સાથે સાથે તમને પણ એ જ કહેવાનું છે કે, તમે પણ શાસ્ત્રને એકાગ્ર ચિત્તે સાંભળો. રાજા શ્રેણિકે મુનિનું કથન એકાગ્ર ચિત્તે સાંભળ્યું છે તે સાધુ ન થયા છતાં સનાથ-અનાથના જાણકાર તે થયા. આ જ પ્રમાણે તમે પણ એકાગ્ર થઈ શાસ્ત્રશ્રવણ કરે. આમ કહેવા છતાં પણ જો તમે એકાગ્ર થઈ શાસ્ત્રશ્રવણ ન કરે તે એ તમારી મરજીની વાત પણ અમારે તે એકાગ્ર થઈ શાસ્ત્રશ્રવણ કરાવવું જોઈએ. અમારે સાધુઓએ તો ચિત્તવૃત્તિને છૂટી ફેલાયેલી ન રાખતાં એકાગ્ર રાખવી જોઈએ. કેટલાક સાધુઓ, પિતાની ચિત્તવૃત્તિને સંયમમાં એકાગ્ર ન રાખતાં, સંસારનાં કામેની ધમાલમાં સામાજિક સુધારને નામે પડી જાય છે પણ એમ કરવું તે ઠીક નથી. સાધુઓએ તે પિતાની ચિત્તવૃત્તિ સંયમમાં જ સ્થિર રાખવી જોઈએ. તમારે પણ ચિત્તને એકાગ્ર રાખવાની સાવધાની રાખવી જોઈએ. રાજા શ્રેણિકે મુનિના કથનને એકાગ્રચિત્તે સાંભળ્યું તે તેણે તીર્થકરગોત્ર બાંધ્યું. તેને આ તીર્થકરગેત્રની સંપત્તિ કાંઈ ઓછી ન મળી. આ જ પ્રમાણે તમે પણ મનને એકાગ્ર રાખો. કદાચ તમે એમ કહે કે, સંસારની ધમાલમાં મન એકાગ્ર કેવી રીતે રહી શકે ? પણ સંસારના સંકટના સમયે તે મન વધારે એકાગ્ર રહેવું જોઈએ. જેમ સુદર્શને પિતાના મનને સંકટના સમયે એકાગ્ર રાખ્યું હતું ! સુદર્શન ચરિત્ર-૪૩
મને રમાને પોતાના પતિ ઉપર વિશ્વાસ હતો. જો કોઈ બીજી સ્ત્રી હતા તે તે એમ જ કહેતા કે, આવી સંકટના સમયે પણ પતિ બેલતા નથી તે ક્યારે બેલશે? પણ મનોરમાને પિતાના પતિ ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. એટલા માટે લેકેને અત્યાગ્રહ હોવા છતાં તે તે એમ જ વિચારવા લાગી કે, હું લેકેના કહેવાથી પતિને એમ કહેવા જાઉં કે “તમે બેલે” તે એને એ અર્થ થયો કે હું વધારે બુદ્ધિમતી છું અને પતિ ઓછી બુદ્ધિવાળા છે. જ્યારે મને એ વિશ્વાસ છે કે, મારા પતિના રેમમાં પણ કોઈ પ્રકારનો દેષ નથી તે પછી મારે પતિને કાંઈ કહેવા જવું એ યોગ્ય નથી.
ધમ રૂપ પતિ કી પત્ની મે, ઉસ પર ચઢા કલંક; સૂર્ય ચસા હૈ આજ રાહુને, જગમેં વ્યાખ્યા પંક. ધન ૯૮ ધર્મધ્યાન દો દાન લાલજી, પાપ રાહુ ઢલ જાય; પિતા તુમ્હારે સદન, રવિ રૂપે પ્રગટાય. ધન ૯૯ માતા પુત્ર મિલ ધ્યાન લગાયા, પ્રભુ તેરે આધાર;
જે બચે આજ યે પિતા હમારે, તે હવે જયજયકાર. ધન ૧૦૦ આ પ્રમાણે વિચાર કરી મનોરમા પોતાના પુત્રોને કહેવા લાગી કે. “ હે ! પુત્રો! લોકો કહે છે કે તમારા પિતા મરી જશે. લોકોના આ કથનને અર્થ એ થયો કે તમારા પિતા ખોટા છે અને જે ખોટું હોય છે તે મરી જાય છે. સત્ય કોઈ દિવસ મરતું નથી. સત્યને કારણે જ હું તમારી માતા છું અને એ જ પ્રમાણે સત્યને કારણે સુદર્શન તમારા પિતા છે અને તમે પણ સત્યને કારણે જ અમારા પુત્રો છે. એટલા માટે સત્ય ઉપર વિશ્વાસ રાખી કઈ પ્રકારની ચિંતા ન કરે. આ શારીરિક સંબંધ તે બહારને છે. સાચે સંબંધ તે ધર્મને જ છે. લોકો મને તમારા પિતા પાસે જવાનું કહે છે પણ હું હમણાં તેમની પાસે જઈશ નહિ. જ્યારે તેમને શૂળીએ ચડાવવામાં આવે અને એ શૂળીનાં ટૂકડે ટૂકડાં થઈ જાય અને તમારા પિતાને જરાપણ આંચ ન આવે ત્યારે જ હું તેમના દર્શન કરીશ.”