Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૪૦૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા લેકે ધર્મ ઉપર દઢ રહેતા નથી પણ મનોરમાને ધર્મ ઉપર દઢ વિશ્વાસ હતો એટલે તે ધર્મ ઉપર દઢ રહી.
માતા-પુત્ર પરમાત્માના ધ્યાનમાં બેઠા છે. આ બાજુ સુદર્શન પણ વિચારે છે કે ભલે મને શીએ ચડાવવામાં આવે પણ રાણી માતાને તે કષ્ટમાં પાડવા નહિ દઉં. એટલા માટે મારે મૌન જ સેવવું એ યોગ્ય છે.
- જે પ્રમાણે વીજળીના બન્ને તારો કામ કરે છે તે જ પ્રમાણે અહીં પણ બન્નેની શક્તિ કામ કરી રહી છે. પણ વિજળીનાં બે તારેમાંથી કેની દ્વારા પ્રકાશ થાય છે એ કેણ જાણે આ જ પ્રમાણે બન્નેમાંથી કેની શક્તિ કેવું કામ કરે છે એમ કેમ કહી શકાય ?
લોકો બહાર ઊભા ઊભા એમ વિચારે છે કે, શેઠાણી હમણાં પોશાક પહેરી બહાર આવશે પણ અહીં તે શેઠાણી બીજે જ પિશાક પહેરી રહી છે. હવે આગળ શું થાય છે તે 'વિષે હવે પછી વિચાર કરવામાં આવશે
– –– વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૭ બુધવાર
પ્રાર્થના પ્રતિષ્ઠન” નથિરકે સુત, “પૃથ્વી” તુમ મહતારી; સુગુણ નેહી સાહબ સાથે, સેવકને સુખકારી.
શ્રી જિનસજ સુપાસ, પૂરે આસ હમારી.
–વિનયચંદ્રજી કુંભટ વીશી,
શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્મા પ્રત્યે સાથી એવી પ્રાર્થના કરે છે કે, “હે ! નાથ ! મારી બધી આશાઓ પૂરી કરનાર આપ જ છે, માટે મારી આશાઓ પૂરી કરે; હું બીજા પાસે જઈને ક્યાં કહું ? મારા માટે તે તમે જ આધારભૂત છે. પક્ષીઓને આકાશને આધાર છે. જલચરેને જલને આધાર છે, વાછડાને ગાયને આધાર છે, બાળકને માતાને આધાર છે અને વહાણને સમુદ્રને આધાર છે. આ જ પ્રમાણે હે ! પ્રભો ! મને આપને જ આધાર છે માટે મારી આશાઓ પૂરી કરે. ”''
વ્યવહારમાં તે આ રીતે પરમાત્માને આધારભૂત માનવામાં આવે છે, પણ પરમાત્માને હૃદયપૂર્વક આધારભૂત માનવામાં આવે છે કે નહિ એ માટે હદયને તપાસવાની જરૂર રહે છે.
પક્ષોઓને આકાશને આધાર હોય છે એટલા માટે પક્ષીઓ પૃથ્વી ઉપર દાણા ચણવા માટે જ આવે છે અને દાણું ચણીને આકાશમાં ઉડી જાય છે. જો કે પક્ષીઓ પાંખ વડે આકાશમાં ઉડે છે પણ જે પાંખ હોવા છતાં આકાશ-અવકાશ ન હોય તે તેઓ ક્યાં ગતિ કરે ? ઉડીને ક્યાં જાય ? આ જ પ્રમાણે આત્મા જ્ઞાનથી ઉર્ધ્વગામી બને છે; પણ તે ઉર્ધ્વગામી થઈને ક્યાં જાય ? આત્મા ઉર્ધ્વગામી થઈને બીજે ક્યાંય ન જાય, પણ પરમાત્માની પાસે જ જાય, એવી આત્માની ગતિ હોવી જોઈએ. જે પ્રમાણે પક્ષી ઉડીને આકાશ તરફ જ જાય છે, તે જ પ્રમાણે આત્માએ પણ ઉર્ધ્વગામી. થઈને પરમાત્મા તરફ