Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૩૩૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્ર૦ ભાદરવા
તમને કેાઈ એમ કહે કે, અમુક સ્થાને તમે સૂર્યોદય પહેલાં પહેાંચી જશે! તે તમને લાખ રુપિયા પ્રાપ્ત થશે તેા શું તમે સૂર્યોદય થયા પછી સુતા પડયા રહેશે। ? લાખ રુપિયાની વાત તે બાજુએ રહી પણ તમારે સૂર્યોદય પહેલાં આવતી ગાડીમાં અમુક અમુક ગામે જવું છે તેા શું તમે સૂર્યોદય થતાં સુધી પડયા રહેશે ?
છે
પણ શું આ ભય કે લાભને સુખમય બની
તમે લોકો લાખ રુપિયા કે ગાડીના ટાઈમની તો કીંમત કરેા મનુષ્ય જન્મની કીંમત રેલ્વેના ટાઈમ જેટલી પણ નથી ! જે કામ તમે કારણે કરા છે તે જ કામ જો ધર્મના કારણે કરા તે તમારું જીવન કેવું જાય ! જો તમે પ્રાતઃકાલમાં ઉઠીને સામાયિક કરવા ધારેા તે શું તે કરી ન શકે! ! જો તમે સામાયિકની ક’મત રેલ્વેના ટાઈમ કરતાં ઓછી સમજતા ન હૈ। તે। શું તમે પ્રાતઃકાલ થવા છતાં સુતા પડયા રહી શકો ખરા ? સ્ટેશને જવા માટે તે વહેલાં ઉઠી જાઓ છે તે પછી સામાયિક કરવા શા માટે ઉઠતા નથી ! રેલ્વેમાં એસવાથી તેા પાપના બધ પશુ થાય છે પણ સામાયિક કરવાથી તા ઊલટા આત્મલાભ થાય છે, છતાં તમે પ્રાતઃકાલ થયા બાદ શા માટે આળસમાં સુતા પડયા રહેા છે ! અને જ્યારે આળસમાં સુતા પડયા રહેા છે! તે શું તમારા આત્મામાં જાગૃતિ છે એમ કહી શકાય ?
અનાથી મુનિને શરીરમાં કારમી વેદના ઉપડી હતી. તે કારમી વેદના મટી ગઈ એટલે અનાથી મુનિને કેટલી બધી શાન્તિ થઇ હશે ? કહેવત છે કેઃ—
:
પહેલું સુખ તે જાતે નર્યાં’
"
આ કથનાનુસાર રાગમુકત થવાથી અને શરીર સ્વસ્થ થવાથી અનાથી મુનિને કેટલા બધા આનંદ થયેા હશે ? જો તમે આવી બિમારીમાંથી સાજા થયા હા તેા તમે કદાચ એમ જ વિચારે। કે, ‘ હવે હું બધું ખાઇ—પી શકીશ અને મેાજમજા માણી શકીશ પણ અનાથી મુનિ રોગ મુકત થયા બાદ કેવા વિચાર કરે છે તે જુઓ. તેઓ વિચારે છે કે હવે હું રોગમુક્ત થયા છું, એટલે મારે હવે મારા સંકલ્પને પુરા કરવા જોઇએ ! સકલ્પમાં ઘણી શક્તિ છે. મને શરીરમાં જે કારમી વેદના ઉપડી હતી તે સત્સંકલ્પ કરવાથી જ દૂર છે. એટલા માટે આ શુભ પ્રભાતમાં મારે મારા સંકલ્પને જ પૂરા કરવા જોઈ એ.
રહેલી
થઈ
અનાથી મુનિ તેા પ્રભાત થતાં સંકલ્પને પૂરા કરવાના વિચાર કરે છે પણ સંસાર વિચિત્ર છે એટલે બીજા લેાકેા જૂદા જ વિચાર કરે છે. વૈદ્યો, યાંત્રિકા, માંત્રિકા વગેરે કહે છે કે આજને દિવસ કેવા સારા ઉગ્યા છે. અમારા ઉપચાર કે મંત્ર જંત્રથી આને રેગ જ ચાલ્યા ગયા ! આ જ પ્રમાણે અનાથી મુનિના માતા-પિતા, ભાઇ ભાંડુ, બહેન, પત્ની વગેરે પ્રસન્ન થઇને કહેતા હશે કે આજને સૂર્ય કેવા સારા ઉગ્યા છે કે, આજના શુભ પ્રભાતમાં અમારે પુત્ર, અમારે। ભાઈ, અમારે। પતિ, રાગમુક્ત થઈ ગયા અને અમને હવે શાન્તિ થઇ.
અનાથી મુનિ કહે છે કે, “હે રાજન! સવાર પડતાં જ મારા રાગ ચાલ્યા ગયે અને હું નિરાગ થઇને ઉડ્ડયા, મને સ્વસ્થ ડૅલેટ જોઇ માતા-પિતા, ભાઇ બહેન વગેરે