Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૩૬૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[બીજા ભાદરવા
?
ભરત ચક્રવર્તીએ પોતાના ૯૮ ભાઈઓમાં ખૂબ ખળભળાટ પેદા કર્યા હતા; પણ તે ૯૮ ભાઈઓની ગતિ ભગવાન ઋષભદેવ તરફ હતી એટલા માટે તે વિચારવા લાગ્યા કે, આવા સમયે અમારે શું કરવું જોઈએ! અત્યારસુધી અમે સ્વતંત્ર રહ્યા છીએ એટલે અમે ભરતની અધીનતા ક્રમ સ્વીકારી શકીએ ! અને જો અમે અધીનતા સ્વીકારતા નથી તે પછી અમારે ક્ષત્રિયાચિત યુદ્ધ કરવું પડે છે. ' આ પ્રમાણે વિચાર કરતાં તે ૯૮ ભાઈઓ એ નિક્ષ્ય ઉપર આવ્યા કે, “ ઋષભદેવ ભગવાન જે પ્રમાણે આજ્ઞા આપે તે પ્રમાણે કરવું. જો તેઓ એમ કહે કે, ભરત મારી જગ્યાએ છે માટે એની આજ્ઞા તમારે માનવી જોઈએ, તા ભરતની આજ્ઞા માનવી એ આપણું કર્ત્તવ્ય છે. આપણે તેા ભગવાનનું જ કહેવું માનવું છે. પણ જો ભગવાન યુદ્ધ કરવાનું કહે તે આપણે યુદ્ધ કરવું. ભગવાનની સલાહ પ્રમાણે યુદ્ધ કરીશું તે આપણા પરાજ્ય પણ થઈ શકશે નહિ.”
ܕ
આ પ્રમાણે વિચાર કરી, ૯૮ ભાઈ આ ભગવાન ઋષભદેવના શરણે આવ્યા. ભગવાને તેમને ઉપદેશ આપ્યા અને એ ઉપદેશથી પ્રતિખાષિત થઈ ૯૮ ભાઈ એએ ભગવાનની પાસે સંયમ ધારણ કર્યો. આનું પરિણામ એ આવ્યું કે, જે ભરત કાઈ પણ રીતે એ ભાઈ એને પેાતાનું મસ્તક નમાવતા ન હતા, તે જ ભરત, ૯૮ ભાઇઓએ ભગવાનની આગળ સંયમ ધારણ કર્યાં છે એ સમાચાર મળતાં જ, તે ભાઈ એની પાસે આવ્યા અને માથું નમાવીને કહેવા લાગ્યા કે, “ અને જે ચક્ર વગેરે રત્ના મળ્યાં છે એ બધાં રત્નાએ મને ખાડામાં ઉતાર્યાં. આપ પાછા ચાલા અને રાજ્ય કરો. ” આ પ્રમાણે ભરત પશ્ચાત્તાપ કરવા લાગ્યા. એનું પ્રધાન કારણ ૯૮ ભાઈ એ ભગવાનના શરણે ગયા અને તેમણે સંયમ ધારણ કર્યો એ જ હતું.
"
તમે કદાચ કહેશો કે, એ ૯૮ ભાઈ આની સામે તે ઋષભદેવ ભગવાન હયાત હતા એટલે તેઓ તેમના શરણે ગયા, પણ આજે તા ભગવાન નથી એટલે અમે કાના શરણે જઈએ ? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે, તમે ભગવાન ઋષભદેવને અમર માનો છે કે નહિં ? જો ભગવાન અમર છે તેા પછી તેઓ દૂર કેમ છે ? ભગવાન ઋષભદેવ શરીરથી તે વખતે, તે સમયે અયેાધ્યામાં રહ્યા હશે પણ તેમનું જ્ઞાન તે આજે પણ સંસારમાં એતપ્રેત થઈ ભરેલું છે; આ કારણે તમારા. શ્વાસેાવાસની માફક ભગવાન પણ તમારા સમીપ જ છે. લેાકાએ પાતાની ખેાટી કલ્પનાથી જ ભગવાનને દૂર માન્યા છે. જો તમે તમારી ખેાટી કલ્પનાઓ છેાડી દા તા ભગવાન તમારા સમીપ જ છે.
હું આજકાલ અવકાશના સમયે અન્ય ગ્રંથૈા પણ જોયા કરું છું. એ ગ્રન્થેાના વાચન ઉપરથી મને જે વિચારા ઉદ્ભવે છે તે વિચાર। તમારી સમક્ષ મૂકું છું. એ ગ્રન્થામાં એક એવા વિચાર દર્શાવવામાં આવ્યા છે કેઃ—
हिरण्मये परे कोशे विरजं ब्रह्मनिष्कलम् ।
તન્નુ* òતિાં કોતિર્થત્તાત્મવિદ્દો વિદુ: |—ઉપનિષત્
આ શ્લાકમાં એમ કહેવામાં આવ્યું છે કે, જેમને આત્મજ્ઞાન થયું હશે તેમને પરમાત્માને ઓળખવામાં વાર લાગતી નથી; પણ જેમને આત્મજ્ઞાન થયું નથી તે પરમાત્માને ઓળખી શકતા નથી. જેમને આત્મજ્ઞાન થયું છે. તેમને પરમાત્માની પ્રાપ્તિ ક્યાં થશે તેને માટે કહ્યું