Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૩૭૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા અને વચનમાં વૈરાગ્ય રાખીએ છીએ પણ અમારા મનને તે પાપનું ઘર બનાવી રાખ્યું છે. ઉપરથી તે અમે વૈરાગ્યની વાત કરીએ છીએ અને વૈરાગ્યનો વેશ પણ ધારણ કર્યો છે, પણ અમારે મન તે વિકારથી જ ભરેલું છે. અમને વૈરાગ્યને કે આપને વિશ્વાસ તે કેવળ લોકોને બહાર બતાવવા પૂરતું છે. બાકી અમારું મન પાપવિકારેથી ભરેલું છે. આ જ અમારે દોષ છે.”
અહીં એક પ્રશ્ન થાય છે કે, આવી અવસ્થામાં શું કરવું ? આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીઓ કહે છે કે, એ ભૂલને દૂર કરવાનો પ્રયત્ન કરો. ભૂલ કેમ દૂર થાય એમ કેવળ ચિંતા કરવાથી કાંઈ કામ ચાલતું નથી. ભૂલને દૂર કરવાનો પ્રયત્ન કરવાથી જ ભૂલ દૂર થાય છે. પાપને પાપ સમજવું એ કાંઈ ઓછું નથી. પાપને પાપ માની, તે પાપને દૂર કરવાને પ્રયત્ન કરે એ કાંઈ ઓછી વાત નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે –
“માર મિકાઠ્ઠિી સમાજ સમવિઠ્ઠી” - જે બાહર તે બીજું બતાવે છે અને હૃદયમાં બીજું રાખે છે, અર્થાત જે ઉપરથી તે પાપને દબાવી રાખે છે અને અંદરથી છળકપટ કરે છે તે મિથ્યાદષ્ટિ છે; અને જે સરળતાપૂર્વક પાપને પાપ માને છે, પાપને દબાવી રાખતું નથી પણ તેને દૂર કરવા પ્રયત્ન કરે છે તે સમદષ્ટિ છે. આને એવો અર્થ નથી કે વ્યવહારને જ બંધ કરી દેવામાં આવે! સંસારના લેકેને વ્યવહારની પણ જરૂર રહે છે, પણ વ્યવહાર સાધવાની સાથે આત્મશધન અને પરમાત્માના શરણે જઈ કામ ક્રોધાદિને જીતવાને ઉપાય કરવો જોઈએ. એમ ન થવું જોઈએ. કે, વચન અને વેશમાં તે વૈરાગ્ય રહે અને મન પાપનું ઘર બની જાય ! આમ કરવું એ જ મિથ્યાષ્ટિપણું છે. એમ કેઈએ વિચારવું ન જોઈએ કે, વચન અને વેશદ્વારા તે હું વ્યવહાર સાઉં તે પછી મન ભલેને ગમે તેવું રહે! મનને કણ જેવા આવે છે? આ પ્રમાણે મનને મલિન રાખનારે એટલું તે સમજવું જોઈએ કે, મનને પિતાનું મન તે જાણે જ છે.. પિતાના મનની સાક્ષી પિતાનું મન જ આપે છે. આ સિવાય પરમાત્મા તે બધું જાણે છે કે નહિ ? જે મન મલિન અને પાપનું ઘર રહ્યું તે પછી ભગવાનના સેવક કેમ બની શકાય ? . એટલા માટે ભકતે વિચારવું જોઈએ કે, “ભગવાન અજિતનાથને સેવક છું, તે મારા પ્રભુ પણ સર્વજ્ઞ હેવાથી મારા મનની વાત પણ જાણે છે. એટલા માટે હું મારા મનને પાપનું ઘર બનાવીશ નહિ અને પરમાત્મા પાસે કઈ વાતને છુપાવીશ નહિ. હે ! પ્રભુ! હું તે આપને જે કામ પસંદ પડે તેવાં જ કામ કરીશ; બીજે કામો નહિ કરું !”
આ પ્રમાણે વિચાર કરી, જે પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે તે કામ કેધાદિ ઉપર અવશ્ય વિજય પ્રાપ્ત થઈ શકે. એટલા માટે પરમાત્માની પ્રાર્થનાને બહિર્મુખી ન બનાવતાં અન્તર્મુખી બનાવવી જોઈએ. અનાથી મનિને અધિકાર–૪૦
અનાથી મુનિ પરમાત્માની અન્તર્મુખી પ્રાર્થના કરે છે. અનાથી મુનિએ રાજા શ્રેણિકને જે કાંઈ કહ્યું તે કેવળ રાજા શ્રેણિકને માટે જ નહિ પણ સકળ સંસારને માટે કહ્યું છે. એટલા માટે તેમના આપેલા ઉપદેશને બરાબર સમજો તે ભગવાન અજિતનાથની પ્રાર્થના અને અનાથી મુનિના ઉપદેશમાં જરાપણ અંતર જણાશે નહિ.