Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૩૮૦]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા ભારત દેશમાં વ્યક્તિ-સ્વાતંત્ર્યનાં જેટલાં ઉદાહરણે મળે છે તેટલાં અને તેવાં ઉદાહરણ બીજા દેશમાં કદાચ જ મળે. વ્યક્તિ–સ્વાતંત્ર્યને અર્થ સ્વછંદતાને અપનાવવી એ નહિ. અમે ગમે તેવું ખાનપાન કરીએ, અમે ગમે તે સ્ત્રી સાથે વિવાહ કરીએ એમ કહી એને વ્યક્તિ સ્વાતંત્ર્યનું રૂપ આપવું અનુચિત છે. વ્યક્તિ-સ્વાતંત્ર્ય છે તેમાં છે કે જે પોતે તે કષ્ટ સહે, પણ બીજાને કષ્ટ ન આપે. ધર્મમાં તે વ્યક્તિ સ્વાતંત્ર્યને જ સ્થાન છે. સમાજને માટે વ્યક્તિ-સ્વાતંત્ર્યને ભૂલી જઈ ધર્મની હાનિ કરવી એ અનુચિત છે. જેમકે, સીતાને એમ કહેવામાં આવ્યું હતું કે, “જો તમે રાવણને અપનાવી લે તે સમાજની આટલી હાનિ થતી બચી જશે.” છતાં શું સીતાએ સમાજને માટે પિતાના વ્યક્તિ-સ્વાતંત્ર્યને તજી દીધું હતું ? યુધિષ્ઠિરને એમ કહેવામાં આવ્યું હતું કે, દ્રોણાચાર્યો હાથમાં ધનુષ્ય ઉપાડયું છે અને હમણાં ધનુષ્ય છોડશે માટે તમે “અશ્વસ્થામાં હો” એમ કહે તે સેનાનું રક્ષણ થશે નહિ તે લેમાને કચડઘાણ વળી જશે. છતાં યુધિષ્ઠિરે તે એમ જ કહ્યું કે, જે વાત હું જાણતે ન હે તે વાત હું કેમ કહી શકું !
આ પ્રમાણે વ્યક્તિ-સ્વાર્તવ્યની રક્ષા કરી સમાજની સેવા કરે કે સમાજ-સ્વાતંત્ર્યને મહત્ત્વ આપે એ વાત જુદી છે, પણ વ્યક્તિ-સ્વાતંત્રને સમાજસેવા કે સમાજક્ષાના મામે ગુમાવી દેવું તે ઠીક નથી. - સુદર્શન વિચારે છે કે, આ નગરજને સમાજને જુએ છે અને હું વ્યક્તિ-સ્વાતંત્ર્યને જોઉં છું. મારે લવાથી માતાને કષ્ટ પહોંચશે એટલા માટે હું કેવી રીતે બેલી શકું?
હવે આગળ શું થાય છે તેને વિચાર યથાવસરે હવે પછી કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત ૧૯૨ બીજા ભાદરવા સુદી ૩ શુક્રવાર
પ્રાર્થના આજ મહારા સંભવ જિનકે, હિતચિતમ્ ગુણ ગાસ્યાં; મધુર મધુર સ્વર રાગ અલાપી, ગહેરે શબ્દ ગુંજવ્યાં છે આજ મહારા
–વિનયચંદ્રજી કુંભટ વીશી,
શ્રી સંભવનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં “આજ” શબ્દને જે ઉપયોગ કરવામાં આવ્યો છે તેને શે આશય છે? એ વિષે વિચાર કરતાં એમ જણાય છે કે, જ્યારે મનુષ્ય પોતાનામાં કોઈ પ્રકારની વિશેષતા એ છે ત્યારે તે કહે છે કે, આજે કૃતકૃત્ય થયો છે. એ કારણે જેમની કૃપાથી હું કતક થયો છું તેના આજે હું ગુણગાન કરીશ. વ્યવહારમાં પણ જ્યારે કેઈની કૃપાથી કાંઈ પણ પ્રાપ્ત થાય છે ત્યારે ઉપકારકનાં ગુણગાન કરવામાં આવે છે. હવે આપણે અત્રે એ જોવાનું છે કે પરમાત્મા પાસેથી એવી કઈ ચીજની પ્રાપ્તિ થઈ છે કે, જે કારણે ભક્ત એમ કહે છે કે, આજે હું પરમાત્માના એવા ગુણગાન કરીશ કે તેમના ગુણગાનમાં મારાં તન-મનને પણ