Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૩૯૦ ]
[ ખીજા ભાદરવા
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
શ્રી અભિનંદન દુ:ખનિકન્દન, વદન પૂજન ોગજી; આશા પૂરો ને ચિન્તા ચૂરો, આપે સુખ આરોગજી.
tr
આ પ્રાથ નામાં પરમાત્મા દુઃખનિકન્દન છે એમ કહેવામાં આવ્યુ છે પણ અત્રે પ્રશ્ન એ થાય છે કે, પરમાત્મા તે। વીતરાગ છે તેા પછી દુઃખનિક`દન કેવી રીતે છે? વળી તે તેઓ આશા પૂરી કરે છે તે પછી સ'સારમાં કાઈ ધનને માટે, કાઈ સ્ત્રીને માટે, કોઈ પુત્રને માટે ઝૂરી રહ્યાં છે તે પરમાત્મા તેમની આશા પૂરી કરી તેમના દુઃખને શા માટે મટાડતા નથી! જો પરમાત્મા આશા પૂરી કરે તે તે દુઃખનિકંદન છે, નહિ તે તે દુ:ખનિકદન ક્રમ કહેવાય ?”
આ પ્રશ્નના ઉત્તર એ છે કે, પ્રત્યેક વસ્તુને ઉપાદાન અને નિમિત્ત એ બે અંગેાદ્વારા તપાસવી જોઈએ. જે સાચા ભક્ત છે તે લેાકા નિમિત્તને બહુ ઊંચી દષ્ટિએ જુએ છે અને નિમિત્તને બહુ મહત્ત્વ આપે છે. જેમકે લેખકા કલમ ખડીયાને કેટલા બધા આદર કરે છે! તે ખડીયા કલમની અવજ્ઞા નહિ પણ પૂજા કરે છે. જે નિમિત્તદ્વારા પોતાની આજીવિકા ચાલે છે તે જીવનવ્યવહારમાં પણ આધારભૂત મનાય છે. કાઈ વ્યાપારીના હજાર રૂપિયા ચાલ્યા જાય તે તેને એટલું બધું દુ:ખ નહિ થાય, જેટલું દુ:ખ તેની ખાતાવહી ગૂમ થવાથી કે બળી જવાથી થશે. ખાતાવહી જો કે કાગળની બનાવેલી સામાન્ય વસ્તુ છે પણ તે ખાતાવહી વ્યાપારીની આજીવિકાનું નિમિત્ત હાવાથી તે ખાતાવહીને તે વધારે કીંમતી માને છે.
વ્યવહારના આ ઉદાહરણ પ્રમાણે ભક્ત લેકે પણ કહે છે કે, “ હે ! પ્રભા ! મને જે કાંઈ પ્રાપ્ત થયું છે, મને જે ગુણાની પ્રાપ્તિ થઈ છે અને મને જે સુખ મળ્યાં છે એ બધાં તારી કૃપાને લીધે મળ્યાં છે. એ બધા તારા જ પ્રતાપ છે.”
**
પરમાત્માના પ્રતાપ કેટલા બધા છે તે વિષે જેટલું કહેવા ચાહિએ તેટલું કહી શકાય, પણ એ વાત હું ચેડામાં જ સમજાવું છું. સાતા વેદનીયના બંધ પ્રાણી, ભૂત, જીવ, સત્ત્વ આદિ ઉપર અનુકંપા રાખવાથી થાય છે. ” ભક્તો કહે છે કે, “ હે ! પ્રભુ! ! સાતાવેદનીયને મૂળ આધાર પણ તમે જ છે. મારામાં જે અનુકપા પેદા થઈ છે તે આપની કૃપાથી જ પેદા થઈ છે. આપના પ્રતાપથી જ મારામાં એ બધાં સગુણા આવ્યાં છે. ”
સૂર્ય ઉદયમાન થાય છે ત્યારે તે કાઈ તે હાથ પકડી કામે લગાવતા નથી, છતાં દ્વારા કામ કરવામાં કેટલી બધી સહાયતા મળે છે ? અને જો સૂર્યના ઉય ન થાય તે કેટલી બધી મુશ્કેલી પડે ? સૂર્યોદયથી જ બધી પ્રવૃત્તિએ ચાલે છે. આ જ પ્રમાણે પરમાત્મા કોઈ ના હાથ પકડી કાંઈ કરાવતા નથી, પરંતુ જે કાંઈ પણ થાય છે તે તેની કૃપાથી જ થાય છે, અને એ જ કારણે ભક્તો કહે છે કે, “ હે ! પ્રભા ! મારામાં જે સગુણા છે તે તારી કૃપાથી જ પ્રાપ્ત થયાં છે. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક દુઃખ એ ત્રિવિધ દુઃખ તારી કૃપાથી જ મટે છે. આ પ્રમાણે સૂર્ય જે પ્રમાણે સહાયક છે તે પ્રમાણે પરમાત્મા પણ સહાયક છે અને એટલા જ માટે ભક્તો એમના વિષે કહે છે કે:
· આશા પૂરા ને ચિન્તા ચૂરા, આપે। સુખ આરેાગજી. ’ પરમાત્માના શરણે જવાનેા સાચા માર્ગ શું છે તે અનાથી મુનિ બતાવે છે. કાઈ માણુસ પરમાત્માનું નામ મોઢેથી લે પણ પરમાત્માને હૃશ્યમાં સ્થાન આપે નહિ તે તે