Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
રાજકાટ-ચાતુર્માસ
સુદ ૩ ]
અનાથી મુનિના અધિકાર––૪૧
""
""
હવે આ જ વાત હું શાસ્ત્રદ્રારા કહું છું. અનાથી મુનિ ઝવેરીની સમાન છે અને રાજા શ્રેણિક ઝવેરીના પુત્ર સમાન છે. શ્રેણિક રાજામાં જ્યાંસુધી અજ્ઞાન હતું ત્યાંસુધી તે તે મુનિને એમ કહેતા હતા કે, “ તમે સંયમમાં કા શા માટે સહેા છે ? મારી સાથે ચાલે અને ભાગાના ઉપભેાગ કરી. રાજાના આમ કહેવા છતાં પણ અનાથી મુનિને કાર્દ પ્રકારના ક્રોધ ન આવ્યા પણ તેમણે એમ જ કહ્યું કે, “એમાં તારા દોષ નથી, એ તે તારી અજ્ઞાનતાના જ દેષ છે. તું જરા અમારી સંગતિ કરે તે તને જણાશે કે, તું મારા નાથુ બની શકે છે કે નહિ ? ” જે પ્રમાણે તે ઝવેરી મિત્ર છેાકરાને પેાતાની દુકાને ખેસાડી રત્નેને પરીક્ષક બનાવી દીધા તે જ પ્રમાણે અનાંથી મુનિએ પણ રાજાને પેાતાની સ્થિતિ કહી સંભળાવી એ બતાવી આપ્યું કે, તું સનાથ છે કે અનાથ છે તેની પરીક્ષા તું પાતે જ કરી લે. અનાથી મુનિએ રાજાને કહ્યું કે, સનાથતા કે અનાથતા કાંઈ બહારથી આવતી નથી પણ એ તે પોતાના આત્મા દ્વારા જ આવે છે. જો કે આત્મા સનાથ બનવા ચાહે તે સનાથતા મેળવી શકે છે અને અનાથ બનવા ચાહે તે અનાથતા મેળવી શકે છે.
તમારા લેાક્રાની પાસે ભલે રાજા શ્રેણિક જેટલી બાહ્ય સંપત્તિ ન હોય પણ આત્મા ત છે ને? તેા પછી આત્માને અનાથ શા માટે બનાવા છે?
[ ૩૮૫
અનાથી મુનિએ પેાતાની સ્થિતિ સંભળાવી જે તત્ત્વા રાજાને ખતાવ્યાં એ તત્ત્વામાં બધાં તત્ત્વોના સંગ્રહ છે. તેઓ કહે છે કે, “ હે ! રાજન ! સંસારમાં સુખ અને દુઃખ એ ખે સ્થિતિ છે. ” આ પ્રમાણે કહી તેમણે સુખ અને દુઃખની જે પરાકાષ્ઠા માનવામાં આવે છે તેને સમુચ્ચયરૂપે નિર્દેશ કર્યાં છે અને શેષને ગૌણ રૂપે નિર્દેશ કર્યો છે. જે પ્રમાણે બધાં પદાર્થાંમાં ચિન્તામણિના નંબર ઊંચા માનવામાં આવે છે અને ચિન્તામણિ કહેવાથી તેમાં બધાં પદાર્થોના સમાવેશ થઈ જાય છે; તે જ પ્રમાણે સુખ કે દુઃખમાં જે સુખ દુઃખના નખર સૌથી ઊંચા માનવામાં આવે છે તેને પ્રધાનરૂપે ગ્રહણ કરી શેષ સુખ દુ:ખતે ગૌણ કરી દેવામાં આવે છે. કાઈ વાતના આદિ-અન્તને સમજવાથી આખી વાત સમજવામાં આવી જાય છે; તે જ પ્રમાણે મુનિએ પણ સુખ કે દુઃખમાં જે પ્રધાન રૂપે ગણવામાં આવે છે તે પ્રધાન વસ્તુમાં સુખદુઃખના સમાવેશ કરી લીધા છે.
દુ:ખની અંતિમ સીમા રૂપે વૈતરણી નદી કે ફૂટશાલ્મલી વૃક્ષ માનવામાં આવે છે. દુઃખનાં આ એ જ મુખ્ય છેડાં છે. આજ પ્રમાણે સુખનાં કામધેનુ અને નંદનવન એ એ મુખ્ય છેડાં છે. કામધેનુના અર્થ ઇચ્છાનુસાર કામ થવું અને નંદનવનના અર્થ મનને આલ્હાદ મળવા એ છે. પ્રાચીન ગ્રન્થામાં નંદનવન અને કામધેનુની વાતા ઘણી વવવામાં આવી છે. જો કે, કાઈ એ કામધેનુ ગાય કે નંદનવનને જોયાં નહિ હેય પણ દુનિયામાં એ બન્નેની વાતા બહુ પ્રચલિત છે. નંદનવન કે નંદનચૈત્યને મનના આલ્હાદનું કારણ માનવામાં આવ્યું છે. ચૈત્ય શબ્દના અર્થ એ છે કેઃ—
सुप्रसन्नमनहेतुत्वादिति चैत्य ।
અર્થાત્—જે મનને આહ્લાદત કરે તે ચૈત્ય છે, પછી ભલે તે ખાગ હોય કે ખીજું કાંઈ હાય. આ પ્રમાણે મુનિએ સુખ અને દુઃખમાં પ્રધાન મનાતી વસ્તુ કહી શેષ ગૌણુરૂપે કહી છે,
✓