Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૩૮૬]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા | મુનિ કહે છે કે, “હે ! રાજન ! કામધેનુ, નંદનવન, વૈતરણ નદી કે ફૂટશાલ્મલી વૃક્ષ વગેરે બીજું કોઈ નથી, આ મારે આત્મા જ છે. સ્વર્ગ કે મેક્ષની ઈચ્છાને પૂરી કરનાર મારે આત્મા જ છે. આ જ પ્રમાણે પ્રસન્નતા આપનાર નંદનવન પણ મારે આત્મા જ છે.”
જો તમને એમ કહેવામાં આવે કે, તમે જે ઘરબાર, દ્ધિસિદ્ધિ તથા ગામ-નગર વગેરેને જોઈ રહ્યા છો તે બીજું કાંઈ નથી, એ તે તમારે આત્મા જ છે; તે તમે એમ કહેશે કે અમારે આત્મા એ છે એ કેવી રીતે બની શકે? પણ શું તમે એ જાણતા નથી કે, જ્યારે શરીરમાંથી આત્મા નીકળી જાય છે ત્યારે ઘરબાર, ઋદ્ધિસિદ્ધિ, ગામ નગર વગેરે કાંઈ આત્મા માટે રહેતું નથી. જ્યાં સુધી આત્મા છે ત્યાંસુધી જ તે બધું છે. એટલા માટે એમ કહેવામાં આવે છે, આત્મા જ ગામ-નગર, ઘરબાર, ઋદ્ધિસિદ્ધિ વગેરે છે તે એમાં શું ખોટું છે?
આ સિવાય, પાડોશીની સંપદા ઉપર તમે અધિકાર જમાવી શકતા નથી. જે પિતાની પેદા કરેલી સંપત્તિ હોય છે તેને જ પિતાની સંપત્તિ માને છે. જ્યારે પોતાની પેદા કરેલી સંપત્તિને જ પોતાની માને છે તે પછી પેદા કરનાર કોણ રહ્યો ? આત્મા જ રહ્યો ને ? સારી કે ખરાબ દરેક પ્રકારની ચીજોને આત્માએ જ પેદા કરેલ છે. એટલા માટે આ બધી સંપદા આત્માથી જ છે એમ થયું ને? કારણ કે જે આત્મા ન હતા તે આ સંપદા ન હેત ! . જે આત્મા આવી છે તે ચાલ્યા ગયા બાદ શું રેવાથી પાછા લાવી શકાય છે ! જો રેવા-ફૂટવાથી તે આત્મા પાછો લાવી શકાતું નથી તે પછી રેવા-ફૂટવાની પ્રથાને શા માટે મહત્વ આપવામાં આવે છે? શું આ ખેતી પ્રથા બંધ થઈ ન શકે? જે આ પ્રથા બંધ થઈ શકે એમ છે તે પછી એને બંધ કરવાના વિચારમાં ક્યાંસુધી વિલંબ થયા કરશે? જ્યારે તમે જાણો છો કે, આત્મા અમર છે તે પછી એ આત્મા માટે રોવું-ફૂટવું એ શું ઉચિત છે અને રેવા-ફૂટવાથી ધર્મને નીચે પાડવો શું ઠીક છે! જે હૃદયથી રવું આવતું હોય તે એ રુદનને રેકી શકાતું નથી પણ કેવળ પ્રથારૂપે રેવું-ફૂટવું કે છાજીયાં લેવાં એ તે બિલકુલ ત્યાજ્ય જ છે, અને એ ત્યાજ્ય વસ્તુ હોવાથી તેને ત્યાગ કરવો જોઈએ. સુદર્શન ચરિત્ર-૪૧
સત્ય ધર્મકા મર્મ જાન કે, રહ્યા મૌન કે ધાર;
હાર ખાય જન મનેરમા કે, કહા સભી નિરધાર. છે ધન હ૧ પ્રજાના પ્રતિનિધિઓ કહેવા લાગ્યા કે, “આપ બેલતા કેમ નથી ! આપના મૌનસેવનથી ધર્મ ઉપર નિંદા થશે?” શેઠને સમજાવનારા તે આમ કહે છે પણ શેઠ એમ વિચારે છે કે, આ લેકે તે બહાર જ જુએ છે પણ અત્યારે મારું કર્તવ્ય શું છે એ વાત તે મારે મારા આત્માને જ પૂછવી જોઈએ. આત્માના અવાજને દબાવી રાખવો ન જોઈએ.”
શેઠનું આ કાર્ય અલૌકિક અને માનવીશક્તિથી પરનું છે. વ્રતની જે મર્યાદા રાખવામાં આવી છે તે માનવી શક્તિને દૃષ્ટિમાં રાખીને જ કરવામાં આવી છે; પણ શેઠ માનવી શક્તિથી પરનું કાર્ય કરી રહ્યા છે. શેઠ ધર્મને મર્મ જાણે છે. સત્યધર્મને મર્મ શું છે તે બરાબર જાણે છે. એટલા માટે તે સત્ય વ્રત લેવાને ઉદ્દેશ શું છે તે વિષે વિચાર કરે છે. “આ લેકે તે સત્યવતના ઉદ્દેશને જાણતા નથી પણ હું તે જાણું છું ને ? એટલા માટે