Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદ ૨ ].
રાજકેટ–ચાતુર્માસ
[ ૩૦૩
- ભક્ત લેકે કહે છે કે, “હે ! પ્રભો ! આપના નામનો અર્થ અને આપને પ્રભાવ ગુમુખે સાંભળી હું આપને એવી પ્રાર્થના કરું છું કે, જે શત્રુઓને આપે હરાવ્યાં છે એ શત્રુઓ આપથી પરાજિત થઈ મને હરાવી રહ્યાં છે. મારા માટે આ દુઃખને વિષય છે. હું આપને સેવક કહેવાઉં છું અને આપને હું મારા નાથ માનું છું. પણ જ્યારે એ જ શત્રુઓ આપથી પરાજિત થઈ મને-તમારા ભક્તને દબાવે અને હું દબાઉં એ મારી માટે તે લજ્જાની વાત છે, પણ સાથે સાથે તમારા માટે પણ એ વિચારવા જેવી વાત છે. આપના જે ગુણો પ્રસિદ્ધ છે એ ગુણાનુસાર તે તમારે મને એ શત્રુઓથી બચાવવો જ જોઈએ.” ભગવાનના ગુણ કેવાં છે એને માટે આચાર્ય માનતુંગ કહે છે કે – ' .
बुध्या विनाऽपि विबुधाचित पादपीठ। ... ..
स्तोतुं समुद्यतमतिर्विगतत्रपोऽहम् ॥ હે ! પ્રભો! આપની સ્તુતિ કરવા માટે હું સાહસ કરું એ મારા માટે નિર્લજજતાની વાત છે. કારણ કે હું તે બુદ્ધિહીન છું અને આપ એવા બુદ્ધ છો કે આપનાં ચરણ જ્યાં. પડે છે એ પાદપીઠને ઈન્દ્ર પણ નમસ્કાર કરે છે. એવી દશામાં હું આપના ગુણોનું વર્ણન કરવાનું સાહસ કરું એ મારા માટે નિર્લજ્જતાની વાત છે. - જ્યારે આચાર્ય માનતુંગ પણ આમ કહે છે ત્યારે ભક્ત કહે છે કે, અમે કેણ કે આપનાં ગુણોનું વર્ણન કરી શકીએ ? ભક્તની માફક તમે પણ એમ કહેવા લાગો કે, અમે વળી કેણુ કે અમે પરમાત્માનાં ગુણોનું વર્ણન કરી શકીએ ? આ પ્રમાણે નમ્રતા ધારણ કરી આચાર્ય માનતુંગ અને ભક્ત જે ભાવનાપૂર્વક પરમાત્માની પ્રાર્થના કરે છે, એવી ભાવનાથી તમે પણ પરમાત્માની પ્રાર્થના કરો તે તમારા બેડે પાર થઈ જાય ! - ભકતે કહે છે કે, “હે ! પ્રભ ! જે કે તું અમને સહાયતા આપવા તૈયાર છે છતાં અમે તારી સહાયતા કેમ લઈ શકતા નથી એ વિષે વિચાર કરીએ છીએ તે એમાં અમારી જ ભૂલ જણાય છે. હે ! પ્રભો! જે અમે અનન્યભાવે તમારા શરણે આવીએ તે અમને કોઈ શત્રુ હરાવી શકે નહિ, એવી અમને ખાત્રી છે. પણ દુઃખને વિષય તે એ છે કે, જેવું અમે બોલીએ છીએ તેવું અમે કરી શક્તા નથી. જો અમે કહેવા પ્રમાણે કરી બતાવીએ તે અમારો આત્મા પણ તમારી માફક શત્રુઓ ઉપર વિજય મેળવી શકે.” આ પ્રમાણે ભક્ત પિતાની ભૂલ સ્વીકારતાં કહે છે કે –
| હે ! પ્રભુ! મેરા હી સબ દેષ,
શીલસિધુ કૃપાલુ નાથ અનાથ આતષ-હે! પ્રભુ વેશ વચનવિરાગ મન, અદ્ય અવગુનન કે કોશ, " .
રામ પ્રીતિ પ્રતીતિ પિલી, કપટ કરતબ ઠોશ. – હે! પ્રભુ , - ભક્તિ કહે છે કે, “હે ! પ્રભો ! અમે બરાબર જોઈ શક્યા છીએ કે, એ બધા દેષ અમારો જ છે. ગુરુમુખે અને શાસ્ત્રારા અમે એ જાણી શક્યા છીએ કે આપ તે પૂર્ણ થઈ ગયા છો અને તેથી આપમાં તે કોઈ દોષ હોઈ શકે જ નહિ, માટે એ બધે દેષ અમારે જ છે. જે પ્રમાણે સૂર્ય પૂર્ણકળાએ પ્રકા હોય છતાં કોઈ આંખો બંધ કરીને કહે કે, “સૂર્ય અને પ્રકાશ આપતે નથી” તે આમાં સૂર્યને શે દોષ? તે જ પ્રમાણે અમે વેશ