Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદ ૧]
રાજકેટ–ચાતુર્માસ સુદર્શન ચરિત્ર–૩૯
કેપ કરી કહે રાય શેઠ કે, દેવા શૂલિ ચઢાય; ' ' . . : - ધિક્ ધિક્ મારી જાત કેય કાંઈ, નૃપકે દિયા ફસાય. ધન ૮૪ સુભટ શેઠ પકડ શુલિકા, હિનાયા ગાર
!! નગર ચેવટે ઊભે કરકે, બેલે મેં લલકાર. ધન ૮૫ - મેં સુદર્શન શેઠ નગર, ધમ નામ ધરાય
. પર તિરિયા કે પાપસે મેં, શુલી ચઢા જાય. . ધન ૮૬ . રાજા દધિવાહન વિચારે છે કે, “રાણી તો આમ કહે છે અને શેઠ તે કાંઈ બેલ નથી. માટે હવે શું કરવું?” ત્યારે બીજી બાજુએ લોકેએ સુદર્શનને કહ્યું કે, રાજા હવે આખરી ફેંસલો આપે છે માટે જે કહેવાનું હોય તે કહી દો, નહિ તે “મૌનું સ્વીકૃતિઃ” એ કથનાનુસાર તમે મૌન રહી તમારે અપરાધ સ્વીકાર કરે છે એમ માનવામાં આવશે; માટે જે કહેવાનું હોય તે કહી દે,
સુદર્શને જે બધી વાત કરી દીધી હોત તે તે બચી જાત અને રાણીને દંડ મળત. પણ માતાને કષ્ટ થશે, એ વિચારથી તેણે સત્ય વાત ન કહી પણ મૌન રહી બધાં કષ્ટ પોતે સહ્યાં. તમારાથી જે એટલું બધું કષ્ટ સહન થઈ ન શકે તે તમે કેઈન ઉપર આરોપ કે
ટું કલંક તે ન ચડાવે. આજે તે સમાચારપત્રોની સહાયતાથી ‘કાગને વાધ બનાવી દેવામાં આવે છેપણ તે શ્રાવકને માટે અનુચિત છે છતાં કેટલાક લોકો એવું અનુચિત કામ કરે છે અને સાધુઓના માથે કલંક ચડાવવાનું તથા તેમની નિંદા કરવાનું પણ ચૂકતા નથી, શ્રી. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે “જ્યારે સાધુની નિંદા અને અસાધુની પૂજા થાય ત્યારે તે વિષમકાલ સમજવો જોઈએ.” એ વિષમકાલમાં પણ ન ગભરાતાં જે કાંઈ કષ્ટ પડે તે સમતાપૂર્વક સહી લેવાં એ સાધુઓનું કર્તવ્ય છે. સુદર્શને પોતે કષ્ટ સહીને પણ બીજે ઉપર કલંક ન ચડાવ્યું તે તમે નિષ્કારણ કેઈન ઉપર બટું કલંક તે ન જ ચડા અને સુદર્શનની માફક સત્ય ઉપર દઢતા રાખે. કહ્યું છે કે, રાજ્ય કરે તો આખરે સત્યનો જય થાય છે, અસત્યનો કદાપિ જય થતું નથી. આ આર્ષવચન ઉપર વિશ્વાસ રાખી સત્ય ઉપર દઢતા રાખો અને કોઈના ઉપર ખાટું કલંકન ચો. દેષ અહંકાર કે શત્રુતાના કારણે કોઈને ઉપર કલંક ચડાવવું એ મહાન પાપ છે. એ વીરતા નહિ પણ કાયરતા છે. કાયર લેકે જ સમાચારપત્રોની સહાયતા લઈ બીજાઓ ઉપર કલંક ચડાવે છે અને પોતાનું પાપ છુપાવે છે; પણ પાપને ગમે તેટલું છુપાવવામાં આવે તે પણ પાપ તે પાપ જ રહેશે. તમે સુદર્શનના દર્શને જુઓ અને એ દિશને અનુસરવાનો પ્રયત્ન કરો. - -
રાજાએ તથા રાજ્ય કર્મચારીઓએ સુદર્શનને સત્ય હકીકત કહેવા માટે ઘણું કહ્યું. પણ સુદર્શન તે છેવટ સુધી મૌન જ રહ્યા. આ પ્રમાણે સુદર્શનને મૌન બેઠેલા જોઈ રાજાએ ફેંસલે આપે કે, “સુદર્શનને શૂળી ઉપર ચડાવી દેવાની શિક્ષા આપવામાં આવે છે. રાજાએ સુદર્શનને શૂળી ઉપર ચડાવવાને ફેંસલે તે આપી દીધે પણ પછી તેને વિચાર