Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૩૪૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ પ્ર૦ ભાદરવા રાજીમતિ અને ભગવાન અરિષ્ટનેમિને સંબંધ કેવો હો એ બતાવવા માટે હું પૂછું છું કે, અર્થ એ કે વાણી મેટી? જે અર્થને મોટે કહેવામાં આવે છે તે અર્થ વાણી વિના વ્યક્ત થઈ શકતો નથી અને વાણીને જે મેટી કહેવામાં આવે તે અર્થ વિનાની વાણી શા કામની? આ પ્રમાણે અર્ધયુક્ત વાણી અને વાણી દ્વારા વ્યક્ત થતે અર્થ હેય તે જ અર્થ અને વાણીને મેળ ખાય. આ જ પ્રમાણે ભગવાન અરિષ્ટનેમિ અર્થની સમાન હતા અને રાજીમતિ વાણીની સમાન હતી. હીરા અને તેની કાન્તિમાં કોણ મોટું અને કોણ નાનું કહી શકાય ! જે હીરાને માટે અને તેની કાતિને નાની માનવામાં આવે તે કાન્તિ વિનાને હીરો શા કામને! અને જે કાન્તિને મોટી માનવામાં આવે તે હીરા વિના કાતિ રહે શામાં? આ પ્રમાણે હીરા અને તેની કાન્તિ વચ્ચે સંબંધ રહે છે અને એ સંબંધને કારણે જ બનેનું મહત્વ સમાન છે. એટલા માટે ભગવાન અરિષ્ટનેમિ અને ભગવતી રાજમતિને તમારા હૃદયમાં સ્થાન આપો અને જે પ્રમાણે ભગવતી રાજીમતિએ ભગવાનના માર્ગને પકડો તે જ પ્રમાણે તમે પણ તે જ માર્ગ પકડે તે તમારામાં પણ પરમાત્માની પ્રાર્થના કરવાની યોગ્યતા પ્રગટે અને તમે પરમાત્માની પ્રાર્થના કરવાના અધિકારી બની શકો !
સતી રાજમતિ અને ભગવાન અરિષ્ટનેમિને જે પાત્રના રૂપમાં માની તમને જે વાત કહી તેજ વાત હવે અનાથી મુનિ અને શ્રેણિક રાજાને પાત્ર બનાવીને કહું છું - અનાથી મુનિને અધિકાર–-૩૭
અનાથી મુનિની આ કથાને કઈ મહા મનસ્વી મહાપુરુષ કહે ત્યારે જ તે કથા પાછળ રહેલું રહસ્ય પ્રકટ થઈ શકે. એ કથાના રહસ્યને હું તો પૂરી રીતે પ્રકટ કરી શકું નહિ છતાં બુદ્ધિ અનુસાર તે વિષે થોડુંક કહું છું –
અનાથી મુનિ, નિશ્ચયથી તે સંકલ્પ કરતાં જ સાધુ થઈ ગયા હતા; પણ જે પ્રમાણે હિરે અને તેની કાતિ એ બન્નેની આવશ્યક્તા છે તે જ પ્રમાણે નિશ્ચય અને વ્યવહાર એ બન્નેની આવશ્યક્તા છે. આપણે એકદમ વ્યવહારને ત્યાગ કરી નિશ્ચયમાં પહોંચી શકતા નથી. એટલા જ માટે શાસ્ત્રમાં કહ્યું છે કે, “હે રાજન ! મેં મારા ભાઈઓની રજા લઈ સંયમ ધારણ કર્યો.” અનાથી મુનિએ નિશ્ચયથી તે સંયમ ધારણ કરી જ લીધું હતું પરંતુ શાસ્ત્રમાં આ વાત બતાવવા માટે જ કહી છે. શાસ્ત્રના સિદ્ધા મૌલિક છે અને આ મૌલિક સિદ્ધાન્ત નિશ્ચય અને વ્યવહાર એ બન્નેને લઈને જ છે એ વાત પણ હું સિદ્ધ પણ કરી શકું એમ છું
શાસ્ત્રમાં નિશ્ચયની સાથે વ્યવહાર પણ બતાવવામાં આવેલ છે. અને એ, બતાવવા માટે જ એમ કહેવામાં આવ્યું છે કે, “મેં ભાઈઓને પૂછીને દીક્ષા લીધી.' આ કથનદ્વારા નિશ્ચયની સાથે વ્યવહારની પણ આવશ્યક્તા છે એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. નિશ્ચયથી પણ સંયમની આવશ્યક્તા છે અને વ્યવહારથી પણ સંયમની આવશ્યક્તા છે, અર્થાત નિશ્ચયમાં તે વત હેવું જોઈએ પણ વ્યવહારમાં પણ લિંગ હોવું જોઈએ. આ જ રાજમાર્ગ છે. એમ તો કેટલાકને ગૃહસ્થના લિંગમાં જ કેવળજ્ઞાન પ્રગટયું છે અને ગૃહલિંગમાં રહેવા છતાં પણ સિદ્ધગતિને પામ્યા છે; પણ સિદ્ધ થવા માટે આ રાજમાર્ગ નથી. આ જ