Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૩૫૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ પ્રથમ ભાદરવા સમદષ્ટિ એમ જ વિચારે છે કે, અમારું લક્ષ્ય તો સંસારમાં રહેવાનું નથી પણ આત્મસ્વરૂપ પ્રકટ કરવાનું છે. જે પ્રમાણે પનિહારી હતી અને વાતો કરતી માથે બેડું ઉપાડી ચાલી જાય છે પણ તેનું લક્ષ્ય તે માથા ઉપર ઉપાડેલા બેડા ઉપર હોય છે તે જ પ્રમાણે સમદષ્ટિ શ્રાવકે સંસારનાં કામો કરવા છતાં પણ તેમનું લક્ષ્ય તે સંસારનાં પ્રપંચમાંથી નીકળવાનું જ હોય છે. એટલા માટે સમદષ્ટિ અને શ્રાવકે અનાથ નહિ પણ સનાથ જ છે.
અનાથી મુનિએ રાજા શ્રેણિકને અનાથ- સનાથની જે વ્યાખ્યા સમજાવી તે વ્યાખ્યા સમજીને રાજા વિચારવા લાગ્યું કે, મેં આ મુનિને નાથ થવાનું કહી ગંભીર ભૂલ કરી છે, હું આ મહાત્માને નાથ થવા તૈયાર થયે એ મારી ભૂલ હતી. આ પ્રમાણે રાજાએ પિતાની ભૂલનો સ્વીકાર કર્યો અને જ્યારે હું પોતે અનાથ છું તે પછી હું તેમને નાથ કેવી રીતે બની શકું એમ માન્યું. આ પ્રમાણે તમે પણ પરંપદાર્થોને કારણે અનાથતા છે એમ માને અને તે અનાથતાને દૂર કરવાનો પ્રયત્ન કરો તો પણ તેમાં તમારું કલ્યાણ રહેલું છે. હવે સનાથ કેમ બની શકાય એ વાત સુદર્શનની કથાકારા કહું છું –
સુદર્શન ચરિત્ર-૩૮
સિપાઈઓ સુદર્શનને પકડી રાજાની પાસે લાવ્યા. રાજાને બધી હકીકત સિપાઈઓએ કહી સંભળાવી. રાજા આ હકીકત સાંભળી વિચારવા લાગ્યું કે, સુદર્શન શેઠદ્વારા આવું દુષ્કર્મ થાય એ સંભવિત જ નથી. કારણ કે,
કંચન ઉપર કીટ લગે કિમ, સૂર્ય કરે અંધકાર, ચંદ્ર આગ વર્ષો તથાપિ, શેઠ ચલે ન લગારધન ૭૭ છે પાસ બુલા નરપતિ પૂછે, કહે કિમ બિગડી બાત,
અગર સત્ય મેં બાત કહૂં તે, હો માતા કી ઘાત. ધન ૭૮ ! જેમ કોઈ કહે કે, તેના ઉપર કાટ ચડ્યો છે, સૂરજે અંધકાર ફેલાવ્યો છે કે ચંદ્રમાં આગ વરસાવે છે આ વાત ખોટી છે. છતાં કોઈ દેવપ્રયાગથી એમ બની પણ જાય પણ શેઠ મારા મહેલમાં દુરાચાર કરવા આવે એ વાત તે કદાપિ સંભવે નહિ. છતાં આ વાત કેમ બની એ જાણવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી તે શેઠ જ્યાં બેઠા હતા ત્યાં રાજા ઉપાસકની જેમ જઈ તેમને કહેવા લાગ્યા કે, “શેઠ ! આજે તમે કંદામાં કેમ ફસાઈ ગયા? અને મારા મહેલમાં કેવી રીતે પહોંચી ગયા ! જે કે, હું સારી રીતે જાણું છું કે તમે ધર્માત્મા છે એટલે તમારાથી આવું દુષ્કૃત્ય બની ન શકે છતાં ન્યાયની દૃષ્ટિએ વાસ્તવિક વાત શું છે તે મને જણાવો કે જેથી મને નિર્ણય કરવામાં મુશ્કેલી ન પડે. તમે તે મારી રજા લઈને પૌષધવ્રત ધારણ કર્યું હતું તો પછી તમે મહેલમાં કેવી રીતે આવી ગયા એ હું જાણવા ચાહું છું, માટે મને વાસ્તવિક વાત કહે કે જેથી મારી શંકાનું પણ સમાધાન થાય અને હું એ વાતને ન્યાય પણ આપી શકું.”
રાજાનું કથન સાંભળી શેઠ વિચારવા લાગ્યા કે, “રાજાને તે મારા ઉપર વિશ્વાસ છે એટલે હું સત્ય હકીકત બધી કહીશ તે રાજા રાણીને દંડ અવશ્ય આપશે; પરંતુ