Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૩૫૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ પ્ર. ભાદરવા અત્યાચાર કર્યો એને ઇતિહાસ જોવામાં આવે તે પુરુષોને જ અન્યાય-અત્યાચાર વધારે જોવામાં આવશે.
એક પશ્ચિની રાણીના કારણે અલાઉદ્દીને બાદશાહે કેટલા માણસની કતલ કરાવી નાંખી હતી અને કેટલી બધી સ્ત્રીઓને એ કારણે અગ્નિમાં પ્રાણાહુતિ આપવી પડી હતી ! ગુજરાતના પ્રસિદ્ધ રાજા સિદ્ધરાજે રાયખેંગારની રાણી અને જસમા ઓડણને માટે કે અત્યાચાર-અન્યાય કર્યો હતો તે તે સૌ જાણે છે.
કોઈ વ્યક્તિની જે નિંદા કરવામાં આવે છે તે વ્યક્તિની નહિ પણ એ વ્યક્તિમાં રહેલા વિકારની નિંદા જ છે. જે તેઓમાં વિકાર ન હોય તે નિંદા કરવાનું કોઈ કારણ નથી.
રાજાની સમક્ષ પંડિતા વગેરે રાણીની દાસીઓએ પણ રાણીને પક્ષ લઈ ઘણી વાતો કરી. રાજા આ વાત સાંભળી વિચારમાં પડી ગયો કે, વાસ્તવિક વાત શું છે તેની કાંઈ ખબર પડતી નથી. હવે રાજા આ મામલાને પંચ સમક્ષ કેવી રીતે મૂકે છે અને પંચ લોકો તેને કેવો નિર્ણય આપે છે; તે વિષે હવે પછી આગળ વિચાર કરવામાં આવશે.