Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૨૪૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
આ પ્રમાણે પરસ્પર સાગંદ ખાધા બાદ સુદર્શન કિપલાને કહેવા લાગ્યા કે, “ શું કહુ! મારું એવું દુર્ભાગ્ય છે કે, જેમ થાળી વિવિધ પ્રકારની વાનીએથી પીરસેલી ડ્રાય પણ રાગી હાવાને કારણે કાંઈ ખાઈ શકતા નથી તેમ હું પણ રાગી ધું.”
કપિલાએ પૂછ્યું કે, “એવા શું રોગ છે ? ’'
66
સુદંર્શીને ઉત્તર આપ્યા કે, “હું નપુંસકસ છું.” આ શબ્દો સાંભળતાં જ કપિલા તાડુકી ઉઠી કે, જા, નીકળ અહિંથી.” સુદર્શન પણ એ જ ચાહતા હતા. એટલા માટે તે કપિલાના ઘેરથી જેમ હરણનું બચ્ચું વાના મોઢામાંથી ભાગી છૂટે અને પ્રસન્ન થાય તેમ ભાગી છૂટયા; અને પ્રસન્ન થવા લાગ્યા.
હવે અહીં એક પ્રશ્ન થાય છે કે, સુદૃન શેઠ ખાટું શા માટે ખેલ્યા ? તે નપુંસક નહતા છતાં પણ પોતાને નપુંસક શા માટે કહેવડાવ્યા? આ પ્રશ્નના ઉકેલ આગળ યથાવસરે કરવામાં આવશે. અહીં તેા કેવળ એટલું જ કહેવાનુ છે કે, શેઠે આપત્તિમાં સપડાયા છતાં પોતાના શીલની રક્ષા કરી. માટે સુદર્શનના આ ચરિત્રથી શીલની રક્ષા કરવાને મેધપાઠ લેા અને એ મેધપાઠને જીવનમાં ઉતારા તે તેમાં તમારુ અને ખીજાનું કલ્યાણ રહેલું છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ શ્રાવણ વદી ૧૦ મગળવાર
પ્રાર્થના
અશ્વસેન’ નૃપ કુલ તિલારે, ‘વામા’ દેવીના નંદ; ચિન્તામણિ ચિત્તમે' બસેરે, દૂ૨ ટલે દુઃખ ૬૪, ૧ જીવ રે તૂ' પાર્શ્વ જિનેશ્વર વૃંદ. ॥ ૧ ॥
શ્રી પાર્શ્વનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
સ્તુતિ, સ્તવન કે પ્રાર્થના જે કાંઇ
કરવામાં આવે તે બધાના ઉદ્દેશ ભગવાન પાર્શ્વનાથને ભેટવાના હાવા જોઈ એ. આ ઉપરથી કાઈ એમ કહી શકે કે, ભગવાન પાર્શ્વ નાથને જ ભેટવાની ઈચ્છા કરવી એ શું મેહ કે રાગ કહેવાય નહિ ! આ પ્રશ્નના ઉત્તર એ છે કે, કદાચિત એમ કરવામાં પ્રશસ્ત રાગ પણ હોય, પરં'તુ તે રાગ વીતરાગતાને પ્રાપ્ત કરાવે છે અને વીતરાગતાના ગુણ પ્રાપ્ત કરવા તે આત્માની સિદ્ધિનું ઉત્કૃષ્ટ સાધન છે; તેથી ઊઁચુ' કોઇ સાધન નથી. પાતંજલિના યોગશાસ્ત્રના સમાધિપદમાં કહ્યું છે કેઃ— થીતરાગ વિષય થા ચિત્તે વીતરાગના ધ્યાનમાં તન્મય થઇ જવું એ સમાધિનું એક સાધન છે અને તે સાધન સુલભ અને સરળ છે.