Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૨૮૨] .
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[પ્ર. ભાદરવા
માતા-પિતા, ભાઈ-બહેન અને સ્ત્રી આદિએ શક્ય પ્રયત્ન કર્યા છતાં અનાથી મુનિને રેગ શાંત થયો નહિ એ સારું થયું કે ખરાબ? ઉપલક દૃષ્ટિએ જેનારા કે તે એમ જ કહેશે કે, અનાથી મુનિને મહાન વેદનીય કર્મને ઉદય થયો હોવાથી તેમને રોગ ઉપશાન્ત થયા નહિ હોય, પણ અનાથી મુનિના કથન વિષે વિચાર કરવાથી જણાશે કે, મુનિને રેગ શાન્ત થયો નહિ એ અમુક દષ્ટિએ સારું જ થયું ! અનાથી મુનિ કહે છે કે, “જે સ્ત્રીના પ્રયત્નથી મારો રોગ મટી ગયું હોત તો હું તેને ગુલામ બની જાત, અને તેને જ મારી સ્વામિની માનત, પણ દુઃખ સુખને માટે જ હોય છે; એ કારણે મારે રોગ શાન્ત ન થયો એ સારું જ થયું. બધા લોકે દુઃખને ખરાબ માને છે પણ મારા માટે તે દુ:ખ પણ મિત્ર સમાન સહાયક નીવડયું.” જ્ઞાનીજને કહે છે કે –
સુખ કે માથે શિલા પડે, જે પ્રભુસે દૂર લે જાય;
બલિહારી ઉસ સુખકી, જે પ્રભુ દેત મિલાય. એ સુખ શા કામનું કે, જે પરમાત્માથી દૂર રાખે. તે દુઃખની જ સાચી બલિહારી છે કે, જે પરમાત્માની પાસે લઈ જાય છે. જે મનુષ્યની પાછળ દુઃખ ન હેત તે મનુષ્ય ન જાણે શું શું ન કરત?
આજે સંસારમાં જે ખરાબી જોવામાં આવે છે તેનું મૂળ કારણ જોવામાં આવે તે જણાશે કે, એ ખરાબીના ઉત્પાદક અને પ્રચારક સુખી લોકો જ છે. કુદરતના નિયમોનું ઉલ્લંધન સુખી લો જેટલું કરે છે તેટલું ઉલ્લંધન પશુ-પક્ષીઓ પણ કરતા નથી. સુખી લોક જ દુર્બસનેમાં પડી જઈ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે અને હાનિકારક ચીજોને અપનાવે છે. જેમકે, બીડી પીવી એ શું લાભદાયક છે? તે ધર્મકર્મની પણ હાનિ કરે છે, સાથે સાથે શરીર સ્વાસ્થની પણ હાનિ કરે છે. આ જ પ્રમાણે ખાન-પાન તથા પહેરવેશ વગેરે વિષે વિચાર કરવામાં આવે તે અનેક ખરાબીઓના ઉત્પાદક અને પ્રચારક સુખી લો જણાશે. આ દૃષ્ટિએ વિચારતાં કહેવાતું સુખ એ ખરાબીને પેદા કરવાનું કારણ જણાય છે.
આ જ કારણે અનાથી મુનિ કહે છે કે, “મારે રોગ શાન્ત ન થયો એ સારું થયું. હે રાજા ! મારી પત્ની તરફથી હું અનાથ તો હતા જ, પરંતુ મારી પત્ની પણ મારા તરફથી અનાથ જ હતી. હું મારી સ્ત્રીનું દુઃખ હરી શકતો ન હતો તેમ મારી સ્ત્રી મારું દુ:ખ હરી શકતી ન હતી; કારણકે હું પણ અનાથ હતો અને તે પણ અનાથ હતી.”
અનાથી મુનિના આ કથન ઉપરથી તમે પણ વિચાર કરે છે, તમને યોગ્ય સ્ત્રી ભળી હોય છતાં પણ તે તમને સનાથ બનાવી શકતી નથી, તેમ તમે પણ તેને સનાથ બનાવી શકતા નથી; એટલા માટે તમે એવા નાથના શરણે જાઓ કે જેમના શરણે જવાથી તમે અનાથ જ ન રહે. ભક્ત કા, આ વાતને બરાબર જાણે છે અને એટલા જ માટે તેઓ કહે છે કે“મં પ્રભુ પતિતપાવન સુને,
હે પતિત તુમ પતિતપાવન ઉભય બાળક બને. મેં પ્રભુ