Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૩૧૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્રથમ ભાદરવા
કારણે જ હું શાસ્ત્રમાં બતાવેલ રીતિ પ્રમાણે આપની ભક્તિ કરી શકતા ન હતા. હવે હું સમજી ગયા છું કે:
હું પ્રભા ! એ બધા મારે। જ દોષ હતા. મારા દેવને કારણે જ આપની કૃપાને હું પાત્ર બની શકયા ન હતા. હવે હું આશા-તૃષ્ણાને દૂર.કરવા માટે જ તમારા શરણે આવેલ છું. હવે હું તારા શરણે આવેલ છુ' તો મારી આશા-તૃષ્ણા દૂર થશે અને જે પ્રમાણે અનાથી મુનિને તારી શક્તિ પ્રાપ્ત થઈ હતી તેમ મને પણ તારી શક્તિ પ્રાપ્ત થશે.
અનાથી મુનિના અધિકાર-૩૪
અનાથી મુનિ કહે છે કે, “ હે રાજન! જ્યારે મારા રાગ કાઈની દ્વારા શાંત ન થયા ત્યારે હું એ નિશ્ચય ઉપર આવ્યા કે, આ બધું દુઃખ મેં જ પેદા કર્યું છે તેા એ દુઃખને નાશ પણ હું જ કરી શકીશ.
જીવ, દુ:ખ કે કમ કાના કરેલાં ભાગવે છે એ વાતના નિર્ણય શાસ્ત્રમાં કરવામાં આવ્યેા છે. શ્રી ભગવતીસૂત્રમાં ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યાં છે કે, “હું ભગવન્! જીવ, પેાતાનું કરેલું દુ:ખ ભગવે છે કે બીજાનું કરેલું દુ:ખ ભાગવે છે ?' આ પ્રશ્નના જવાબમાં ભગવાને કહ્યું કે, “હું ગાતમ! જીવ, પેાતાનું કરેલું દુઃખ જ ભાગવે છે, ખીજાનું કરેલું દુઃખ ભાગવતા નથી. ’
‘સુખ દુઃખ એ બધાં મે પોતે જ પેદા કરેલાં છે. શું કરે? કર્મોને મેં જ પકડી રાખ્યાં છે ત્યારે જ કેમ શકે? જો હું ચાહું તે કર્માંને થાડીવારમાં
આ ઉપરથી વિચારવું જોઇએ કે, હું કમને દોષ આપું છું પણ એમાં ક કર્મી રાકાયાં છે, નહિ તો કર્મી રાકાઈ જ પલાયન કરી શકું' છું.
અનાથી મુનિ કહે છે કે, “હું રાજન્! આ પ્રમાણે જ્યારે મને ભાન થયું કે દુ:ખાને મેં જ પેદા કર્યા છે ત્યારે મેં એ દુઃખોને નાશ કરવાના સંકલ્પ કર્યાં.
,,
અનાથી મુનિને “ આ દુ:ખાને મેંજ પેદા કયા છે તેા એ દુઃખોના નાશ હું જ કરી શકું છું.'' એ જ્ઞાન તેમને પેાતાની મેળે થયું કે કોઇ મહાત્માના ઉપદેશથી થયું એને શાસ્ત્રમાં કશા ઉલ્લેખ ન હેાવાથી એ વિષે કશું નક્કી કહી શકાય નહિ. જ્ઞાન એ પ્રકારે થાય છે. એક તેા પોતાના વિચારથી કે કાઇ ઘટના જોવાથી, અને ખીજાં કાષ્ઠને ઉપદેશ સાંભળવાથી. અનાથી મુનિને આ બન્નેમાંથી કયા પ્રકારે જ્ઞાન થયું હતું એ તે નિશ્ચયપૂર્વંક કહી શકાય નહિ પણ તેમને કોઈ પણ રીતે આ જ્ઞાન થયું હતું. તમને જો પોતાની મેળે એવું જ્ઞાન ન થાય તેા તમારી સામે આ ઉપદેશ છે. આ ઉપદેશ સાંભળીને તેા તમે તમારું દુઃખ દૂર કરવાને સંકલ્પ કરે। ! અનાથી મુનિ કહે છે કે, “ હે રાજન્! મેં દુ:ખ દૂર કરવાના એવા સકલ્પ કર્યો કે, જો એકવાર પણ આ વેદના મટી જાય તે હું ક્ષમાવાન જિતેન્દ્રિય, નિરારભી અને પ્રવર્જિત થઈશ, ''
આ સંકલ્પ કરતાં જ મને નિદ્રા આવી ગઈ. વેદનાને કારણે ઘણા દિવસ સુધી મને નિદ્રા બરાબર આવી ન હતી; પણ આવે! સંકલ્પ કરતાં જ મને ગાઢ નિદ્રા આવી ગઈ.
હે રાજન! આ પ્રમાણે મને ગાઢ નિદ્રા આવી ગઈ. મારા માટે લોકો એમ કહેતા