Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદી ૯ ]
રાજકેટ-ચાતુર્માસ
[ ૩૨૯
અમે કોઈ પ્રકારને સત્સંકલ્પ કરીએ તો અમારું કામ જ અટકી જાય માટે સત્સંકલ્પની વાત કેવળ સાંભળવાની છે, કરવાની નથી.” લોકો આ પ્રમાણે કહી, છટકી જાય છે પણ આ પ્રકારની નિર્બળતા ધારણ કરવાથી કોઈ પ્રકારની સ્વતંત્રતા મળી શકતી નથી. સાચી સ્વતંત્રતા તે ક્ષમા, જિતેન્દ્રિયતા, નિરારંભતા અને પ્રવર્યાંથી જ મળી શકે છે, બાકીની બધી વાતે પરતંત્રતામાં પાડનારી છે. પરતંત્રતા એની મેળે એકદમ છૂટી શક્તી નથી, પરંતુ આત્મા પરતંત્રતાથી છૂટે એ પ્રયત્ન તે કરવું જ જોઈએ. સંસારમાં તે અનાથી મુનિ જેવા અને રાજા શ્રેણિક જેવા, અર્થાત એક તે તાત્કાલિક આચરણમાં મૂકનાર અને બીજો તાત્કાલિક આચરણમાં ન મૂકનાર એવા બે પ્રકારના પાત્ર રહેશે; પણ તાત્કાલિક આચરણમાં ઉતારી ન શકાય તે રાજા શ્રેણિકની માફક શ્રદ્ધા તે રાખવી જોઈએ. તમારી એવી શ્રદ્ધા દઢ હોવી જ જોઈએ કે અમે અનાથ છીએ અને અમારે અનાથામાંથી નીકળી સનાથ બનવું છે.
જે સંકલ્પ સારે હોય, જેમાં વિકાર ન હોય અને જેનું પાલન પ્રત્યેક સ્થિતિમાં કરવામાં આવે તે સસંકલ્પ કહેવામાં આવે છે. જે સંકલ્પ અસ્વસ્થ અવસ્થામાં કર્યો હેય તે સંકલ્પનું સ્વસ્થ થયા બાદ પાલન કરવું તે સત્સંકલ્પ છે. એક વાર સંકલ્પ તે કર્યો અને જ્યારે સંક૯૫ પ્રમાણે કામ કરવાનો વખત આવ્યા ત્યારે સંક૯પાનુસાર કર્તવ્યપાલન ન કરવું તે દઢ સંકલ્પ કહેવાય નહિ. સત્સંકલ્પ તો છે કે જે ગમે તેવી પરિસ્થિતિમાં સંકલ્પાનુસાર કર્તવ્યનું પાલન કરવામાં આવે. જેમકે દશરથ રાજાને રાણીએ કહ્યું હતું કે, આપ આપનું વચન પાછું ખેંચી લે તે રામને વનમાં પણ જવું ન પડે. ત્યારે દશરથ રાજાએ કહ્યું હતું કે“રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાઈ.”
દશરથ રાજાએ કેકેયીને કહ્યું કે, હે પ્રિયે! પ્રાણ ત્યાગ કરવાનું ભલે કહે પણ આપેલ વચનને ત્યાગ કરવાનું ન કહે. દશરથ રાજા હતા. જો તેઓ ધારત તે કેકેયીના વચનને અનાદર કરી શકતા હતા પણ જેઓ દઢ સંકલ્પી હોય છે તેઓ એમ કરતા નથી, દઢ સંકલ્પી લેકે તે ગમે તેટલાં સંકટો માથે વહારીને પણ સંક૯૫નું પાલન કરે છે.
રાજ્યને ત્યાગ કરે કે પ્રાણને પણ ત્યાગ કર એ તે હજી સરલ કહી શકાય પણ જે સ્થિતિમાં સુદર્શન હતો એ સ્થિતિમાં રહી શીલની રક્ષા કરવી અને સંકલ્પનું પાલન કરવું એ બહુજ દુષ્કર કાર્ય છે. સુદર્શન ચરિત્ર–૩૫ - -
સુન કર વચન નયન કર રતા, બાધિન જેમ વિફરાય માને નહીં તુમ મેરે વચન , યમપુર દેઉ પહુંચાય. ધન ૧૯ બાત હાથ હે સુન રે બનિયા, અબ ભી કર તૂ વિચાર રૂઢી કાલ કતરની હૂં મેં, તૂઠી અમૃત ધાર. . ધન ૭૦ છે મહા વાત મેરુ ન કંપે, અભયાસેતી શેઠ
જ્ઞાન વૈરાગ્ય આત્મબલિ બલિયા, મેં યહ સબર્મ જેઠ. . ધન ૭૧ છે ૪૨.