Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદી ૧૦ ] રાજકોટ–ચાતુર્માસ
[૩૩૩ જાય છે એ અત્રે સમજવાનું છે. જીવ- અજીવ એ ભગવાનના શરીરના ચરણરૂપે છે અને ભગવાનની દ્વાદશાંગી વાણીરૂપી શરીર આ બે ચરણે ઉપર જ સ્થિર રહેલું છે.
જીવ અને અજીવથી પુણ્ય-પાપ થાય છે. પુણ્ય અને પાપ ધૂલરૂપે નજરમાં આવતાં નથી પણ કાર્ય જોઈને કારણને નિર્ણય કરવામાં આવે છે. કાર્ય જોઈને કાર
નો નિર્ણય કરવો એ કાંઈ મુશ્કેલ નથી. જે પ્રમાણે ઘડાને જોઈ માટીનું અનુમાન થઈ શકે છે કે આ ઘડો માટીમાંથી બનેલ છે, કુંભાર માટીને ગૂંદી, ચાક ઉપર ચડાવી તૈયાર કર્યો અને પછી ભઠ્ઠીમાં પકાવ્યો એટલે તે ઘડે બન્યો છે. આ જ પ્રમાણે કાર્યને જોઈ પાપ-પુણ્યને નિર્ણય કરી શકાય છે; અને કાર્યને જોઈ આ પાપનું ફળ છે, આ પુણ્યનું ફળ છે એમ કહેવાય છે.
જીવ અને અજીવ એ તે ભગવાનના ચરણ છે અને પુણ્ય અને પાપ એ ભગવાનના હાથ છે. તમે કહેશે કે પુણ્ય અને પાપ એ તે પ્રકાશ અને અંધકારની માફક વિરુદ્ધ છે એટલે એ બન્ને વચ્ચે ઘણું જ અંતર રહેલું છે; પણ જ્ઞાનીજનો પુણ્ય અને પાપને સાથે જ માને છે. તેઓ કહે છે કે, ભલે કઈ ગમે તેટલો પાપી હોય પણ તેનામાં પુણ્યનો પણ થોડો ઘણો અંશ હોય છે અને કોઈ ગમે તેટલો પુણ્યવાન હોય પણ તેન માં પાપને પણ થોડો ઘણે અંશ હોય છે. જેમકે સર્વાર્થસિદ્ધ વિમાનમાં વસનારા દેવો પુણ્યવાન કહેવાય છે પણ તેમાં થોડું પણ પાપ બાકી હોય જ છે; અને સાતમી નરકનાં છે પાપી કહેવાય છે પણ તેમાં પણ થોડું પુણ્ય હોય જ છે. આ પ્રમાણે પુણ્યની સાથે પાપ પણ છે અને પાપની સાથે પુણ્ય પણ છે. તમે કહેશે કે, અમે તે વાતને કેવી રીતે સમજી શકીએ પણ તમારી સમજમાં કોઈ વાત ન આવવાથી કાંઈ વાસ્તવિક વાત બદલાવી શકાતી નથી. જ્ઞાનીજનો તે પુણ્યની સાથે પાપ અને પાપની સાથે પુણ્ય જુએ જ છે.
વ્યવહારમાં તો જે વાત વધુ પ્રમાણમાં જોવામાં આવે છે તે જ માનવામાં આવે છે. પણ નિશ્ચયની વાત અને વ્યવહારની વાત જુદી જુદી છે. જેમકે તમે દૂધને સફેદ જ સમજે છે પણ જ્ઞાનીજનો કહે છે કે, દૂધ જો કે દેખવામાં તો સફેદ છે પણ તેનામાં પાંચેય પ્રકારનાં રંગે છે. જે દૂધ સફેદ છે તે પેટમાં જઈને તેના કોઈ ભાગનું લોહી બને છે, જે લાલ છે. તેના કેઈ અંશનાં વાળ બને છે, જે કાળાં છે અને કોઈ અંશનું બીજું કાંઈ બને છે, જે જુદા રંગનું છે. આ પ્રમાણે વ્યવહારમાં જે કેવળ સફેદ જોવામાં આવે છે, નિશ્ચયમાં તેમાં પાંચેય રંગે છે. કેટલાંક પદાર્થો એવાં હોય છે કે જે દેખાવમાં તે સફેદ જોવામાં આવે છે પણ તે પદાર્થોને પાણીમાં નાંખવાથી લાલ કે પીળા કે લીલા દેખાય છે. આ પ્રમાણે વ્યવહાર અને નિશ્ચયમાં અંતર રહેલું છે. વ્યવહારમાં તે જે વધારે જોવામાં આવે છે તે ઉપરથી પુણ્યવાન કે પાપી માનવામાં આવે છે પરંતુ જ્ઞાનીજ કહે છે કે, પુણ્ય અને પાપ એ બન્ને સાથે જ હોય છે. જ્યાં પુણ્ય છે ત્યાં થોડું પાપ પણ છે અને જ્યાં પાપ છે ત્યાં થોડું પુણ્ય પણ છે; એ પુણ્ય અને પાપને ભગવાનના હાથ સમજવા જોઈએ.
આશ્રવ અને બંધ, એ બને ભગવાનનું પેટ છે. કારણકે એ દ્વારા પુણ્ય અને