Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૩૩૦]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્રથમ ભાદરવા
સુદશને પિતાની દૃઢતા અને પ્રતિજ્ઞા સંભળાવી દીધી. સુદર્શનની પ્રતિજ્ઞા સાંભળી અભયા વિચારવા લાગી કે આ કે છે ! તેને કાંઈ વિચાર પણ આવતું નથી ! શું તે મને ખોટી પાડવા ચાહે છે ! જે મારી પ્રતિજ્ઞા પૂરી ન થઈ તે તે મારે મરવું પડશે ! પણ જ્યારે મારે મરવું પડશે તે શું હું તેને જીવતો રાખીશ ! મરીશ તે તેને મારીને જ મરીશ.
દુર્જન લોકો કેવો હોય છે ! તેઓ પિતાની પણ હાનિ કરે છે અને સાથે સાથે બીજાઓની પણ હાનિ કરે છે.
અભયા વાઘણની માફક વિફરેલી થઈને કહેવા લાગી કે, “તું મને જાણતા નથી કે હું કોણ છું? હું રાણી છું. મારી આજ્ઞાનું ઉલ્લંધન કરીશ તે હું તને યમપુરીના દરવાજા બતાવીશ. જ્યાં સુધી તારા ઉપર પ્રસન્ન છું ત્યાં સુધી તે હું અમૃતધારા જેવી છું પણ જ્યારે હું નારાજ થઈ ત્યારે તે હે તલવારની માફક પ્રાણઘાત કરનારી છું. એટલા માટે જયાં સુધી બાજી હાથમાં છે ત્યાં સુધીમાં મારું કહ્યું માની જા. નહિંત તને યમપુરીમાં પહોંચાડી દઈશ.”
અભયાનું કહેવું સાંભળી સુદર્શન વિચારવા લાગ્યો કે, આની પરીક્ષા તે અહીં જ થઈ ગઈ. થોડીવાર પહેલાં મને આ જ રાણી કહેતી હતી, કે, “હું જીંદગીભર તમારી સેવિકા થઇને રહીશ’ પણ આ તે થોડીવારમાં જ ફરી ગઈ. હું તે પહેલેથી જ જાણતા હતો કે, જે રાજાની પણું ન રહી તે મારી ક્યારે થાય !
આ રાણી મને કહે છે કે, હું તને યમપુરી નરકમાં મોકલી દઈશ, પણ મારે આ અમર આત્મા જ કર્તા અને ભક્તા છે. યમપુરી-નરકમાં જવું કે ન જવું એ મારા અધિકારની વાત છે. મને નરકમાં મોકલવાનો તેને જરા પણ અધિકાર નથી. તે આ આત્માની શક્તિ જાણતી નથી અને તેથી જ તે એમ કહે છે. આ પ્રમાણે કહીને તે પિતે પિતાની જ હાનિ કરે છે. આ રાણી અને યમપુરીમાં મોકલવાનું કહે છે પણ મારે આત્મા એવો અમર છે કે તેને અનેક ઈન્દ્રો પણ નષ્ટ કરી શકે એમ નથી. નષ્ટ થશે તે આ શરીર નષ્ટ થશે, અને એ નશ્વર શરીરને તે હું પહેલેથી જ છોડવા ચાહું છું. જે ધર્મનું પાલન કરતાં શરીર નષ્ટ થઈ જાય તે એમાં શું વાંધે છે! એ તે વધારે આનંદની વાત છે.
અભયા સુદર્શનને કહે છે કે, “ અરે ! વાણિયા! હજી માની જા ! હજી બાજી હાથમાં છે. બાજી હાથમાંથી ચાલ્યા ગયા પછી હવે જ્યારે હું ક્રુદ્ધ થઈશ ત્યારે તલવારની માફક તારો પ્રાણ લઈ લઈશ.
રાણીનું કથન સાંભળી, સુદર્શન વિચારવા લાગ્યો કે, માતાને પુત્રના શરીર ઉપર અધિકાર છે. તે જેમ ચાહે તેમ પુત્રના શરીરને ઉપગ કરી શકે છે ! આ મારું શરીર પણ બહુ અપરાધી છે તો આ માતાધારા એ શરીરને દંડ મળે તો કાંઈ અનચિત નથી. આ માતા જે કાંઈ દંડ આપી શકે એમ છે તે આ શરીરને દંડ આપી શકે એમ છે; મારા આત્માને તે આ માતા દંડ આપી શકે એમ નથી ! મારા આત્માને કોઈ નષ્ટ કરી શકે એમ નથી.
સુદર્શન જે કાંઈ વિચારી રહ્યો છે એ જ આત્મતત્વનું જાણપણું છે. આત્મતત્વને જાણકાર, દુનિયાનાં કામભેગને કાગવિષ્ઠાની માફક તુચ્છ માને છે.