Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
-
૩૧૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્ર૦ ભાદરવા
કોના શરણે જાઉં ? એ રાજાઓને કામનાએ પોતાની તરફ ખેંચી રાખ્યા હતા પણ હે ! પ્રભુ ! આપના શરણે આવવાથી જેમ તે રાજાઓની કામના છૂટી ગઈ તેમ મારી કામના પણ છૂટી જાય તે માટે હું પણ આપના શરણે આવ્યો . જે મારી કામના છૂટી જાય તે હે પ્રભુ! હું પણ શાસ્ત્રમાં કહેલી રીતિ પ્રમાણે તારી ભક્તિ કરી શકું! મસ્ત કવિ આનંદઘનજી કહે છે કે –
“ચે તુમ શોભા સારી મલિલ જિન સેવક કિમ અવગણિયે.”
કવિ કહે છે કે, હે પ્રભો ! આપે એ કામાંધ રાજાઓની પણ અવગણના ન કરી તો હું તે આપને સેવક છું તે પછી મારી અવગણના કેમ કરશો? જે આપ સેવકની પણ અવગણના કરશે તો પછી આપની અનંત ચતુષ્ટયન સ્વામી તરીકે શભા ગણાશે. ખરી ! સંસારમાં એવું જોવામાં આવે છે કે, જે શેઠ સમૃદ્ધ હોય છે તે પિતાના સેવકને સુખી બનાવે છે. આપ અનંત ચતુષ્ટયના સ્વામી છે તો પછી મારી અવગણના શા માટે કરો છો ! હું ભૂલ્યા ! આપ મારી અવગણના કરતા નથી પણ હું પોતે મારી અવગણના કરી રહ્યો છું, આપ અઢાર દોષ રહિત છો એટલે જ્યારે આપે પોતે જ આશા-તૃષ્ણા રાખી નથી તે પછી સેવકની આશા-તૃષ્ણાને કેવી રીતે પૂરી કરી શકે ! પણ હું તે ભક્ત થઈને પણ આશા કરું છું અને એ રીતે મારી ભૂલથી જ મારા હાથે મારી અવગણના થઈ રહી છે.
અહીં એક પ્રશ્ન થાય છે કે, જ્યારે પરમાત્મા આશાની પૂર્તિ કરતા નથી તે પછી તેમની પ્રાર્થના શા માટે કરવામાં આવે? પછી તો જે પરમાત્મા આશાની પૂર્તિ કરતા હોય એવા પરમાત્માને શોધીને તેમની પ્રાર્થના કરવી જોઇએ ! જે પરમાત્મા આશાને પૂરી કરતા ન હોય તેમના શરણે જવાથી શું લાભ ! - - આ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે જે પોતાની આશા-તૃષ્ણાને દુર કરવા ચાહે છે તે જ તૃષ્ણારહિત પ્રભુના શરણે જાય છે. - ભક્ત કહે છે કે, હે પ્રભો ! હું આશા-તૃષ્ણા રાખું છું અને તે કારણે જ શાસ્ત્રમાં કહેલી રીતિ પ્રમાણે તારી ભક્તિ કરી શકતો નથી. એટલા માટે હવે હું તારું શરણું સ્વીકારી મારી આશા-તૃષ્ણાને દૂર કરવા ચાહું છું. જેથી શાસ્ત્રમાં કહેલી રીતિ પ્રમાણે તારી પ્રાર્થના કરી શકું ! - સંસારમાં જે ખરાબીઓ જોવામાં આવે છે તેનું પ્રધાન કારણું આશા-તૃષ્ણા જ છે. કોઈને ધનની આશા છે, કેાઈને પુત્રની આશા છે અને કોઈને સ્ત્રીની આશા છે; આ પ્રમાણે લેકોને ભિન્ન ભિન્ન પ્રકારની આશા-તૃષ્ણ છે. અને આ આશા-તૃષ્ણાને કારણે જ લોકો કુદેવને માની પૂજે છે પણ જ્યાં સુધી કોઈપણ પ્રકારની આશા-તૃષ્ણા રહે છે ત્યાંસુધી મનુષ્ય સત્ય વાતનું આચરણ તે દૂર રહ્યું, સત્ય વાત કહી પણ શકતા નથી.
કોઈ એક ગ્રન્થમાં જોયું છે કે, અદ્વૈતાચાર્ય નામના એક મહાન વિદ્વાન થયા છે. તેમના પિતા બંગાલમાં કોઈ રાજાના રાજગુરુ હતા. અતાચાર્યને એવો વિચાર આવ્યો કે, ગમે તેટલી માથે આપત્તિઓ પડે પણ જે વાત સત્ય હોય તે જ પ્રકટ કરવી જોઈએ.