Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદી ૬ રવિવાર
-
પ્રાથના
અહનાથ અવિનાશી, શિવ-સુખ લીધેા, વિમલ. વિજ્ઞાન–વિલાસી, સાહબ સીધા.
તૂ ચેતન ભજ અરહનાથને, તે પ્રભુ ત્રિભુવનરાયા; તાત ‘સુદર્શન ’ દેવી’ માતા, તેહના નંદ કહાયા. । સાહબના
શ્રી અરહનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થનાદ્વારા કયા માર્ગે જઇ શકાય છે અને કષ્ટ સ્થિતિએ પહોંચવું સરલ થઈ જાય છે એ વાત ભક્તાએ પ્રાર્થનાની કડિઓમાં બતાવેલ છે. પણ ભક્તાએ કહેલી વાતને અમે પણ એલી નાંખીએ એટલે અમારુ કાર્ય પણ થઈ જશે એમ માનવું એ ભૂલભરેલું છે. ભકતાએ જે કાંઈ કહ્યું છે, તે તેા આપણા માદક ખતીને કહેલ છે. હવે એ માર્ગે ચાલી નિર્દિષ્ટ સ્થાને પહેાંચવું એ તે આપણું જ કામ છે. માદક તા આ માગ સીધા છે એમ બતાવે છે, પણ માદકના એમ કહેવામાત્ર ઉપરથી તમે શું નિર્દિષ્ટ સ્થાને પહેાંચી શકા? નિર્દિષ્ટ સ્થાને તેા તમે બતાવેલા માર્ગે ચાલશે ત્યારે જ પહેાંચી શકશે. આ જ વાત પ્રાર્થના વિષે પણ સમજો. જ્ઞાનીઓએ પરમાત્માને માર્ગ બતાવતાં કહ્યું છે કે
ΟΥ
6
તૂ ચેતન ભજ તૂ અરહનાથને, તે પ્રભુ ત્રિભુવનરાયા, ’ ભકત લેાકેા પેાતાના આત્માને કહે છે કે, “હું આત્મા! જો તું ચૈતન્યમય છે તે પછી તું ચૈતન્યના ધર્મ પ્રમાણે કામ કેમ કરતા નથી ? આ પ્રમાણે ચૈતન્યના જે ધ છે તે ધર્મના માર્ગે ચાલવું એ જ ચૈતન્યના માર્ગે ચાલવા જેવું છે. ચૈતન્યના ધ`માગે ચાલવા માટે જ પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે છે.
જો આત્મામાં ચૈતન્યશક્તિ ન હૈાત તે। આત્માને ચૈતન્યના ધર્મમાર્ગે ચાલવા માટે કહેવામાં આવત નહિં. જ્ઞાનીજના આત્મામાં ચૈતન્યશક્તિ જુએ છે, અને એટલા જ માટે તેઓ કહે છે કે, “ હે આત્મ ! તું ચૈતન્યસ્વરૂપ થઇને પણ કેમ ભાન ભૂલી રહ્યા છે? આત્માને ચૈતન્યશક્તિ હૈ।વા છતાં ભાનભુલેલા જોઇ જ્ઞાનીજના કહે છે કે, “ હૈ ચૈતન્ય ! તું આ શું કરે છે? તું તારા પગ ઉપર જ કુહાડી શા માટે મારે છે! શું તું ચૈતન્ય થઈને આમ ભટકયા કરીશ ! આમ ભટકવું એ તને છાજતું નથી માટે તું ચેતી જા અને પરમાત્માનું ભજન કર.
"
તમે કહેશેા કે, પરમાત્માનું ભજન કરવું એ તે સારું છે પણ પરમાત્માનું ભજન કરવામાં મુશ્કેલી જણાય છે તેનું શું? વાસ્તવમાં પરમાત્માનું ભજન કરવામાં મુશ્કેલી નથી, પણ તેમાં મુશ્કેલી છે એવી માન્યતાને કારણે જ મુશ્કેલી જણાય છે !