Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૨૯૬ ].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ (પ્રથમ ભાદરવા હાથ જોડે અમૃત સમ મીઠા, બેલે મુખ બેલ; મેં રાની લુમ પુરજનમાની, સરખે સરીખી જોડ છે ધન૫૭ છે કલ્પવૃક્ષ સમ કાયા થારી, મેં અમૃતકી બેલી;
મૌન ખેલ નિરખે મુઝ નયના, દયાન હેંગ દે મેલી. ધન ૫૮ છે - સુદર્શનની પાસે જઈ અભયાએ તેને નમસ્કાર કર્યો. અભયાની આ દશા ઉપરથી વિચારે કે જ્યારે મનુષ્ય પતિત બની જાય છે, ત્યારે શું શું કરે છે? અભયા રાજાની રાણી છે; એ દ્રષ્ટિએ તે પ્રજાની માતા છે અને સુર્દશન રાણીની પ્રજા અને એ દૃષ્ટિએ તે રાણીને પુત્ર છે. માતાના પગે પુત્ર પડે છે, પણ માતા પુત્રના પગે પડતી નથી. અભયા-માતાને સુદર્શન-પુત્રના પગે પડવાની જરાપણ જરૂર ન હતી, પણ આત્મામાં જ્યારે નીચ કામવાસના જાગૃત થાય છે ત્યારે મનુષ્ય નીચ કામો કરવા માટે તૈયાર થઈ જાય એમાં શું આશ્ચર્ય છે !
રાણી, મધુ નિતિ વિષે દર તુ દામ્ એ કથનાનુસાર હદયમાં તે હલાહલ છે પણ મેઢે તો અમૃત વચને સુદર્શનની આગળ બેલવા લાગી. તે સુદર્શનને કહેવા લાગી કે, “ આપ ચુપચાપ કેમ બેઠા છો? જરા તે વિચારો કે, મારી અને તમારી કેવી જોડી છે? હું રાણું છું અને તમે નગરશેઠ છે. તમે નગરના નાયક છો અને હું નગરની નાયિકા છું. મારી અને તમારી આવી સુંદર જોડી મળી છે તે પછી આપ ઢગ કરી મૌન કેમ બેઠા છે ? જરા આંખો ખોલી મારી સામે નજર તે કરો ! ” - શેઠ રાણીનું કથન સાંભળી રહ્યો હતો, પણ તે વિચારતા હતા કે, “રાણી આ શું કહે છે ? મને ભગવાન પાસેથી જે જ્ઞાન મળ્યું છે તે જ્ઞાનની શું આજે કોટી થઈ રહી છે ! ”
જેમનામાં સમ્યફજ્ઞાન કે આધ્યાત્મિક જ્ઞાન હોય છે તેઓ પ્રત્યેક વાતને ઊંડો વિચાર કરે છે. આ કથનાનુસાર સુદર્શન શેઠ રાણીના કથન ઉપર વિચારવા લાગ્યા કે, આ પિતાને રાણી કહે છે પણ એટલું તે વિચારતી નથી કે, હું રાજાની રાણુ થઈ, રાજાની આજ્ઞા વિના બીજાની ગુલામીમાં કેમ ફાઉં છું ! જો હું આ રાણીના વચનના પ્રલોભનમાં ન પડું તે મારા માટે એ વચનો અમૃતની સમાન જ લાભકારી નીવડશે. આ રાણી, મને નાયક અને પિતાને નાયિકા તરીકે વર્ણવે છે પણ ખરી મોટાઈ પિતાની મહત્તાને વધારવામાં છે કે ગુમાવવામાં છે તેને તે વિચાર કરતી નથી. જે હું અને તે રાણી પિતપતાની મહત્તાની રક્ષા કરવા ચાહતા હોઈએ તે અમારી વચ્ચે માતા-પુત્રના જેવો જ સંબધ હોવો જોઈએ; પણ જે પિતાની મહત્તાને ગુમાવી દેવામાં આવે તે બન્નેને પતન થઈ જાય !”
રાણી સુદર્શનને લોભાવવા આગળ કહે છે કે, “આપણી બન્નેની જોડી કેવી સુંદર છે? તું તે કલ્પવૃક્ષની સમાન છે અને હું અમૃતવેલની જેવી છું. માટે તું આંખે બોલ અને મારા સામું જો.
રાણીનું આ કથન સાંભળી સુદર્શન વિચારે છે કે, આ રાણી પિતાને અમૃતવેલ સમાન બતાવી અને કલ્પવૃક્ષ સમાન કહે છે તે મારું કર્તવ્ય એ છે કે, “જેમ કલ્પવૃક્ષને