Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૨૯૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્રથમ ભાદરવા
કેટલાંક સંકલ્પો તે પેતે કરે છે અને કેટલાંક સંકલ્પો પૂર્વજોના સંસ્કારરૂપે આવે છે, જેમકે કાઇને, પૂર્વજોનાં સંસ્કાર માંસ ન ખાવાનાં હાય છે તે તે માંસ ખાતા નથી. આ જ પ્રમાણે કેટલાંક સંસ્કારના પૂર્વ જન્મનાં ઊતરી આવે છે. જે પ્રમાણે જે માણસ માંસ ખાતા નથી, તેને માંસ ખાવાનું સ્વપ્ન પણ કાઈ દિવસ આવતું નથી, કારણ કે તેને માંસ ન ખાવાને સંકલ્પ છે. આ પ્રમાણે જે કાંઇ થાય છે તે પોતાના સંકલ્પથી જ થાય છે. પછી ભલે .તે સ`સ્કાર આ ભવનાં હેાય કે પર ભવનાં હાય ! જે પ્રમાણે સંકલ્પ દૃઢ હાવાના કારણે માતાની સાથે દુરાચાર સેવવાનું સ્વપ્ન પણ આવતું નથી તે જ પ્રમાણે જો સમસ્ત પરસ્ત્રી કે બધી સ્ત્રીઓની સાથે વિષય ભાગ ન કરવાના કે ત્યાજ્ય વસ્તુઓને ન અપનાવવાના સંકલ્પ દૃઢ નિશ્ચય હાય તો આત્મા ઘણી ઉન્નતિ સાધી શકે છે. સુદર્શન ચિરત્ર–૩૧
સુદર્શન શેઠે એવા સંકલ્પ કર્યો છે કે, ‘હું એક મનેમા સિવાય સંસારની સમસ્ત સ્ત્રીઓને માતા-બહેન સમાન માનીશ.' હવે તે પેાતાના આ સંકલ્પ ઉપર કેવી રીતે દૃઢ રહે છે તે અત્રે જોવાનું છેઃ
મૂર્તિ લેકર ગઈ બાહર કા, પહેરેદાર ભરમાઇ, પૌષધશાલા શેઠ સુદર્શન, મૂર્તિ બેંક લે આઈ. ના ધન૦ પા પૌષધ સૌન શેઠ નહી’ ખાલે, બેઠા ધ્યાન લગાઈ; અભિયા કર શ્રૃંગાર શેઠ કે, ખડી સામને આઈ.
ધન પ્રા આ બાજુ સુદન પોતાના સંકલ્પમાં દૃઢ છે અને ખીજી બાજુ રાણીએ સુદર્શનને ચલિત કરવાના સંકલ્પ કર્યો છે.
સકલ્પ સુંદર પણુ હોય છે અને ખરાબ પણ હાય છે. સુદર્શનને સંકલ્પ સારા છે અને અભયાના સંકલ્પ ખરાબ છે, પણ જેમના સંકલ્પમાં દૃઢતા હશે તેમને જ વિજય મળી શકશે. અભયા અને સુદર્શનના સંકલ્પના બલાબલની પરીક્ષા થાય છે. હવે કાને સકલ્પ દૃઢ છે અને એ સ’કલ્પપરીક્ષામાં કાણુ પસાર થાય છે એ જોવાનું છે. સંકલ્પના આધારે ક છે કે કર્મોના આધારે સકલ્પ છે એ વિચારવા જેવી વાત છે. કર્મોનુસાર બુદ્ધિ થાય છે એમ કહેવામાં આવે છે પણ એમ કહેવું એ એક પ્રકારની નિર્મૂળતા છે. અનાથી મુનિએ કહ્યું છે કે—
'अप्पा कत्ता विकत्ता य दुहाण य सुहाण य ॥ '
સુખ કે દુ:ખના કોઁ કે હોઁ આ આત્મા જ છે. અર્થાત્ કમ સંકલ્પને આધીન છે. જો તમારા સંકલ્પ કર્યાંને દૂર કરવાના હોય તેા કર્મો કદાપિ ટકી શકે નહિ. કેટલાક માણસેા ‘અમારા કર્મો જ એવાં છે' એમ કહી કૉંને દોષ આપે છે, અને દુઃખ ભાગવે છે પણ ‘દુઃખ એ પેાતાના સંકલ્પની ખામીને કારણ છે' એમ વિચારતા નથી. કર્મી તા પેાતાના સંકલ્પને આધીન છે. જો કર્મીને દૂર કરવાના દૃઢ સકલ્પ હોય તે કર્મીને દૂર કરી શકાય છે એટલા માટે કેવળ કર્મોના નામે કોઈ ખરાબ કામ કરવું એ ઠીક નથી. અભયાએ પંડિતાને કહ્યું કે, આજે સુયેાગ સાંપડયા છે. આજે હું પણ મહેલમાં એકલી છું અને શેઠ પણ પાષધશાળામાં એકલા છે. આવા અવસર ફરી મળવા મુશ્કેલ