Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૨૯૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્રથમ ભાદરવા
અનાથી મુનિ કહે છે કે, “હે રાજન ! જ્યારે મારા માતા પિતા, ભાઈ બહેન, પત્ની તથા વૈદ્ય વગેરે બધાં મારા રોગને દૂર કરવામાં સમર્થ ન થયા ત્યારે મને લાગ્યું કે, આ મારા નાથ નથી. તેઓ મારી રક્ષા કરી શકતા નથી અને હું તેમની રક્ષા કરી શકતે નથી આ પ્રમાણે વિચાર કરી મેં મારા આત્માને સંબોધીને કહ્યું કે, “હે આત્મા! આવું દુઃખ પહેલી વાર જ ભગવ્યું નથી, આવું દુઃખ તે તેં અનંતવાર ભોગવ્યું છે, માટે હવે તું દુઃખથી મુક્ત થવા માટે જાગ્રત થઈ જા!”
લોકે દુઃખથી ગભરાય છે પણ જે મહાપુરુષે છે તેઓ તો દુઃખમાંથી પણ સુખ શોધે છે. તેઓ માને છે કે, “બધાં દુઃખો તે સમાપ્ત થઈ જાય છે, પણ મારા આ આત્માની સમાપ્તિ થતી નથી. મારો આત્મા તે સંસારમાં અનાદિકાળથી દુ:ખને અનુભવતો આવ્યો છે. જ્યારથી આ સંસાર છે ત્યારથી “હું છું, અને જ્યારથી હું છું ત્યારથી “આ સંસાર” છે. હું અને આ સંસાર બનેય અનાદિકાળથી છે. મારામાં અને આ સંસારમાં પહેલાં કેણું છે અને પછી કોણ છે, એવો કોઇ ક્રમ કે ભેદ નથી. જે પ્રમાણે બને આંખોમાં અને બન્ને કાનોમાં કોણ પહેલે છે અને કોણ પછી છે એ કહી શકાતું નથી, તે જ પ્રમાણે આ આત્મા અને આ સંસારમાં કોણ પહેલું અને કોણ પછી છે એ કહી શકાતું નથી. આત્મા અને સંસાર બનેય અનાદિના છે.”
આ સંસાત્માં મેં અનેકવાર દુઃખો ભોગવ્યાં છે. એ દુઃખે ક્યાંથી આવે છે એ વિચારતાં હું એ નિશ્ચય ઉપર આવ્યો છું કે એ દુખો પિતાના સંકલ્પથી જ આવ્યાં છે. મેં જે સંકલ્પ કર્યો તે સંકલ્પ પ્રમાણે મેં સુખ-દુઃખને ભોગવ્યાં છે.”
આ એક દાર્શનિક ચર્ચા છે. બીજા દાર્શનિકો કહે છે કે, “આત્મા અજ્ઞાની હોવાના કારણે તે પિતાનો નિમાયક બની શકતો નથી. અજ્ઞાનતાને કારણે આ આત્મા કર્મ તે કરી નાખે છે પણ તે ફળ ભોગવવામાં સ્વતંત્ર નથી. ફલ આપવાના નિયામક તે ઈશ્વર જ છે. આત્મા કર્મ કરવામાં સ્વતંત્ર છે પરંતુ ફળ ભોગવવામાં સ્વતંત્ર નથી. ફળના નિયામક તે ઈશ્વર જ છે.”
બીજા દાર્શનિકો આ પ્રમાણે આત્માને કર્મ કરવામાં તે સ્વતંત્ર માને છે પણ તેનું ફળ ભેગવવામાં પરતંત્ર માને છે પણ તેમના આ કથન ઉપર વિચાર કરવાથી ઠીક જણાતું નથી.
કુરાનમાં પણ કહ્યું છે કે, “હે મુહમ્મદ ! જે પિતે બગડતો નથી તેને હું બગાડતો નથી અને જે પોતે સુધરતું નથી તેને હું સુધારતો નથી.” આ પ્રમાણે કુરાન પણ ખુદાને નિયામક માનતું નથી.
પરમાત્મા, જે ફલના નિયામક નથી તે, પિતાના કાર્યના ફલને પિતે કેવી રીતે ભોગવે છે? એ પ્રશ્ન ઉભો થાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પિતાના સંકલ્પ પ્રમાણે કર્મનું ફળ સુખ કે દુઃખરૂપે મળે છે એમ માનવું જોઈએ. પણ જો પરમાત્માને ફળના નિયામક માનવામાં આવે તે અનેક આપત્તિઓ આવે છે. જેમકે, માને છે, કોઈ માણસે ચેરી કરી. હવે ચોરી કરનારે એ પૂર્વ પાપનું ફળ ભોગવ્યું કે નવું પાપ કર્યું? જે એમ કહેવામાં