Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૨૮૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ ભાદરવા છે અને આકાશ છે તે જ સુખ કહેવાય છે. સુખ વિશેષ્ય છે અને આકાશ વિશેષણ છે. જે પ્રમાણે આકાશ અવિનાશી અને અનન્ત છે તે જ પ્રમાણે જે સુખ અવિનાશી અને અનન્ત છે, તેને જ અમે સુખ કહીએ છીએ. જે વિનાશી અને સાન્ત સુખ છે તે વાસ્તવમાં સુખ નથી પણ દુ:ખ છે. જે સુખ આકાશની માફક અવિનાશી અને અનન્ત છે તે જ સુખ બ્રહ્મરૂપ છે. આ જ પ્રમાણે કેવળ આકાશને જ અમે આકાશ કહેતા નથી પણ જે આકાશ અવિનાશી અને અનન્ત સુખરૂપ છે તેને જ અમે આકાશ કહીએ છીએ.”
કે બ્રહ્મ ” અને “ખં બ્રહ્મ” ની આ વાત થઈ. હવે “ પ્રાણ બ્રહ્મ' શું છે તે બતાવું છું. અંતઃકરણને “ક બ્રહ્મ” અને “ખં બ્રહ્મ 'નું જે જ્ઞાન થાય છે કે “સુખરૂપ આકાશનું સ્થૂલરૂપ આ પ્રાણ છે અને આ પ્રાણની સહાયતા વિના તે સુખની ઉપાસના થતી નથી ” તેનું નામ “પ્રાણ બ્રહ્મ છે.
ઉપાસ્યની ઉપાસના કરવા માટે ઉપાસકે કોઈ સાધનને આશ્રય લે પડે છે. શ્વાસ, ઈન્દ્રયાદિ જે પ્રાણ છે તે જ ઉપાસનાનાં સાધન છે. જે આ આત્મા એ પ્રાણોને નકામાં ન માનતાં ઈશ્વરીય ઉપાસનાનાં સાધનભૂત માનશે તો એ પ્રાણો ઈશ્વરને સમર્પિત રહેશે.
જ્યારે બધાં પ્રાણ ઇશ્વરને સમર્પિત થઈ રહેશે ત્યારે મખમલ ઉપર એવી દીપ્રિતેજ સ્વિતા પ્રગટ થશે કે, એ તેજસ્વિતા આગળ બીજાં તેજ ઝાંખા થઈ જશે. એટલા માટે પ્રાણ, સુખ અને આકાશને પરમાત્મારૂપ માની તેમની ઉપાસના કરો તે પરમાત્મા તમારા સમીપ જ છે; પરમાત્માને શોધવા માટે પછી અહીંતહીં ભટકવાની જરૂર નથી.”
આત્મા અને પરમાત્મા એક રૂપ કેમ થાય એ વિષે હવે વિચાર કરવાનો છે. આત્મા અને પરમાત્માને એકરૂપ બનાવવાને સરલ માર્ગ એ છે કે, આત્મા, કે જે આકાશની માફક અનંત અને અવિનાશી છે, તે આત્માને તુચ્છ ને માનતાં સમર્થ માન. આ . પ્રમાણે આત્માને સમર્થ માનવાથી આત્મા અને પરમાત્મા વચ્ચે એકતા થવામાં વાર નહિ લાગે. પછી આત્મા અને પરમાત્માનું એકરૂપ કેવી રીતે બનશે એ વાત હું શાસ્ત્રધારા સમજાવું છું.
અનાથી મુનિનો અધિકાર–૩૦
અનાથી મુનિ રાજા શ્રેણિકને કહે છે કે, “આ આત્મા બીજાના શરણે જઈ “અનાથ બની ગયા છે પણ જો તે પોતાની ચિદશક્તિ અને જ્ઞાનશક્તિને વિકાસ કરે છે તે અનાથતાને દૂર કરી સનાથ બની શકે છે. પણ આત્મિકશક્તિને વિકાસ કરવા માટે હદયમંથન કરવાની જરૂર રહે છે. હૃદયનું મંથન કરવાથી જ્ઞાનશક્તિરૂ૫ માખણની પ્રાપ્તિ થશે. પણ આજકાલ લેકે જ્ઞાનશક્તિરૂપ માખણને મેળવવાને બદલે બાહ્ય પદાર્થરૂપ છાશ લઈ રહ્યા છે.
“હે રાજન ! મારે સાંસારિક અદ્ધિમાં કાંઈ ખામી ન હતી. મારા માતા-પિતા, ભાઈ-બહેન વગેરે બધાં મારાં દુઃખને દૂર કરવા માટે અનેક પ્રકારનાં પ્રયત્ન કરતાં હતાં પણ તેમનાં બધાં પ્રયત્ન નિષ્ફળ નીવડયાં. જ્યારે મને કોઈ પણ ઉપાયે શાતિ ન મળી