Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વઢી ૧૦]
રાજકાટ-ચાતુર્માસ
[ ૨૪૯
શકતા નથી એમ જ કહેવું જોઈ એ. સ્વાર્થની પૂર્તિ તો બીજાએ પણ કરી શકે છે; માટે ભગવાન પાર્શ્વનાથને સમાધિભાવ પ્રાપ્ત કરવા માટે ભજો. પાતજલિ યેાગ શાસ્ત્રમાં સમાધિભાવ પ્રાપ્ત કરવાનું એક સાધન વીતરાગનું ધ્યાન ધરવું એ પણ બતાવવામાં આવ્યું છે. વીતરાગતા પ્રાપ્ત કરવા માટે ભગવાન પાર્શ્વનાથની પ્રાથના કરતા રહેશેાતા કોઈ દિવસ વીતરાગતા પણ પ્રાપ્ત થશે અને ઉત્તમ સમાધિ પણ મળશે. જ્ઞાનીજના કહે છે કે, ભગવાન પાર્શ્વનાથનું ભજન અને ધ્યાન કરવાથી વીતરાગતા આવે છે. તા એ કથનમાં કોઇ પ્રકારના સંદેહ નથી.
અસુરદ્વારા જેમ જેમ વરસાદ વધારે મૂસળધાર વસાવવામાં આવતા હતા તેમ તેમ ભગવાનનું ધ્યાન પણ વધતું જતું હતું, તેમના ધ્યાનની અગ્નિ પણ વધારે પ્રજ્વલિત થતી હતી, પરંતુ જેને એકવાર નવકાર મંત્ર સભળાવ્યા હતા તે નાગ કેવી રીતે ઉપકારના બદલેા આપે છે તે જીએઃ—
આ બાજુ ધરણેન્દ્ર દેવનું આસન 'પાયમાન થયું. તે ભગવાન પાર્શ્વનાથની પાસે આવી ફેદ્રારા ભગવાનની ઉપર છાયા કરી અને પુંછડી ઉપર ભગવાનને ઉપાડી લીધા; પણ ભગવાનના મનમાં મૂસળધાર વરસાદ વરસાવનાર અસુરની ઉપર ન તે કોઈ પ્રકારના દ્વેષભાવ હતા, તેમ વરસાદથી રક્ષા કરવા માટે છાયા કરનાર ઉપર ન કાંઈ રાગભાવ હતા. આખરે ઈન્દ્રે કમ! અસુરને ધમકાવ્યા ત્યારે તેના માનને ભંગ થયેા અને વરસાદતે બંધ કરી તે ભગવાનના શરણે આવ્યેા. ભગવાને તેને શાન્તિ આપી અને એ પ્રમાણે તે પણ સમિકતી થયા; અને એ રીતે તેના પણ સુધાર થઈ ગયા. જે ભગવાને તે કમઠ અસુર ઉપર પણ વીતરાગ-ભાવ જ રાખ્યા, તેમની અખંડ અને અવિચ્છિન્ન એવી પ્રાથના કરતા રહેા કેઃ—
*
· ચિન્તામણી ચિત્તમે ખસે રે, દૂર ટલે દુઃખ દ્વંદ્વે'
ભગવાન પાર્શ્વનાથરૂપી ચિન્તામણિ મારા ચિત્તમાં વસી રહેલ છે એ વિશ્વાસની સાથે પરમાત્માના ધ્યાનમાં એકતાર થઈ જાએ તેા પછી તમારામાં કાઈ પ્રકારના ભય રહેવા પામશે નહિ–તમને કાઇ આંગળી પણ ચીંધી શકશે નહિ !
હવે શબ્દાન્તરથી ભગવાન પાર્શ્વનાથે આપેલી શિક્ષાનું વર્ણન શાસ્ત્રદ્રારા કરું છું. ભાવ અને તત્ત્વ તા ભગવાન પાર્શ્વનાથની શિક્ષામાં જે છે તે જ આ શિક્ષામાં છે.
અનાથી મુનિના અધિકાર—૨૬
અનાથી મુનિ રાજા શ્રેણિકને કહે છે કે, હે રાજન ! હું આ શરીરને નાથ ન હતા. જો હું શરીરને નાથ હાત તા તેની દ્વારા જ હું કાને કેમ પામત ? આજ પ્રમાણે આ શરીર પણ મારુ' નથી ! જો એ શરીર મારું હેત અને હુ' એના નાથ હોત તો શરીરમાં પીડા જ પેદા થવા કેમ દેત ? આ પ્રમાણે વિચાર કરવાથી હું નિશ્ચય ઉપર આવ્યા કે, હું આ શરીરના કારણે જ ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં દુઃખ પામ્યા છું. આમ હવા છતાં પણઃ—
R