Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૨૭૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
(પ્રથમ ભાદરવા
જવાબ આપ્યો કે, એ તો સહેજે હસું છું. રાણીએ હઠ પકડી કે, તું મારાથી પણ વાત છુપાવે છે! મને કાંઈ તારી પરવા નથી, પણ જો તું મને ચાહે છે અને મારી સાથે સંબંધ રાખવા ચાહે છે તે તારે હસવાનું કારણ બતાવવું જ પડશે!
હવે કપિલા પાસેથી અભયા રાણી કેવી રીતે વાત કઢાવે છે અને કપિલા કેવી રીતે પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય છે તેનો વિચાર હવે પછી આગળ કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા સુદી ૧૨ શનીવાર
નોંધ – [ શ્રાવણ વદી ૧૭ શુક્રવારથી પ્રથમ ભાદરવા સુદી ૧ શુક્રવાર સુધીના શ્રી પર્યુષણ ૫વમાં પૂજ્યશ્રીએ વ્યાખ્યાન શ્રી અંતગડદશાંગ સૂત્ર વાંચેલ હતું, અને
ત્યારબાદ પૂજ્યશ્રીએ છ ઉપવાસ-છકાઈને તપ કરેલ તેથી પ્ર. ભાદરવા સુદી ૧૧ સુધી તેઓશ્રીએ વ્યાખ્યાન ફરમાવેલ નહેતાં].
પ્રાર્થના ચેતન ભજ કલ્યાણ કરનકો, આન મિલે અવસર રે, શાસ્ત્ર પ્રમાણ પિછાન પ્રભુ સુન, મન ચંચલ થિર કર રે;
( શ્રેયાંસ જિણુંદ સુમરા રે. . ૧
શ્રેયાંસનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માને માર્ગ ભૂલેલા સાંસારિક લોકોને સંબોધન કરતાં ભક્ત લોકો કહે છે કે “હે જગજીવો ! હવે મોહનિદ્રામાંથી જાગી પરમાત્માનું સ્મરણ કરો ! મોહનિદ્રામાં તમે તમારું ભાન પણ ભૂલી ગયા છો માટે એ મોહનિદ્રાને છોડી જાગે અને પરમાત્માનું ધ્યાન ધરે !આ પ્રમાણે “ઉઠે, જાગે અને પરમાત્માનું સ્મરણ કરો” એમ વારંવાર કહી ભક્ત લકે પરમાત્માનું સ્મરણ કરવાની પ્રેરણા આપે છે. તેને ઉદ્દેશ એ છે કે
ચેતન ભજ કલ્યાણ કરનકે, આન મિલ્ય અવસરરે,
શાસ્ત્ર પ્રમાણે પિછાન પ્રભુ ગુણ, મન ચંચલ થિર કરશે. હે જગજીવો ! શું કરું, શું કરું એવી મનની ચંચલતા છોડી દઈ બુદ્ધિને શાન્ત રાખે. શાસ્ત્ર પ્રમાણુની આજ્ઞાધારા મનની ચંચલતાને દૂર કરી બુદ્ધિને સમતોલ રાખે. આ પ્રમાણે મનની ચંચળતાને કાબુમાં રાખી બુદ્ધિને સમતોલ રાખશે તે પરમાત્માનું સ્મરણ બરાબર કરી શકશે.
શાસ્ત્ર પોતે પ્રમાણભૂત છે. તેને પ્રમાણિત કરવા માટે બીજા પ્રમાણની જરૂર રહેતી નથી. આજકાલ લોકો શાસ્ત્રનું માપ પિતાની બુદ્ધિના માપદ્વારા કાઢવા ચાહે છે, અને