Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદી ૧૨].
રાજકેટ-ચાતુર્માસ
[ ર૭૩
કથાને રસ ચાખી શકાય! જે કથા કહેનાર અને સાંભળનાર ભાડુતી હોય તે કથાને સાચો રસાસ્વાદ આવી ન શકે ! એ મહામુનિના આ પ્રવચનનું મહત્ત્વ તો કઈ જ્ઞાની જ બરાબર રીતે બતાવી શકે, પરંતુ અહીં તો હું છું એટલે મારે જ મારી અપૂર્ણ વાણીમાં તમને બતાવવું પડશે.
અનાથી મુનિ રાજા શ્રેણિકને કહી રહ્યા છે કે, “હે રાજન ! તું જે શરીરને ભોગ ભોગવવાનું સાધન માને છે એ શરીરમાં એક મહાવ્યાધિ પેદા થવા પામી હતી”
લેકે વ્યાધિને કર્મને ઉદય કે પાપનું ફળ માને છે પણ કારણ કાર્યભાવને વિચાર કરતાં હું તો વ્યાધિને સંયમનું કારણ માનું છું. મારી એ વ્યાધિને શાંત કરવા માટે ઔષધાદિના અનેક ઉપચારો કરવામાં આવ્યાં, મારી વ્યાધિને મટાડનાર વૈદ્યોને ઘરની બધી સંપત્તિ આપવા પણ મારા પિતા તૈયાર થઈ ગયા, પણ મારી તે વ્યાધિ કોઈ પણ ઉપાયે શાંત ન થઈ. મારી માતા તથા મારા ભાઈભાંડુઓ પણ મારા દુઃખે દુઃખી રહેતા હતા અને મારી વ્યાધિને દૂર કરવા માટે સતત પ્રયત્ન કરતા હતા, પણ મારે રોગ કોઈ પણ ઉપાયે દૂર ન થયું. જેમ જેમ માતા-પિતાના પ્રયત્ન નિષ્ફળ થવા લાગ્યાં તેમ તેમ મારો નિશ્ચય પણ દ્રઢ થતો ગયો છે, જે કામને આત્મા પોતે સાધી શકતો નથી, તે કામને બીજા લેકે સાધી શકશે એમ માનવું એ ભૂલ છે.
भइणिओ मे महाराय ! सगा जिट्टकणि?गा।
नय दुकखा विमोयन्ति, एसा मज्झ अणाहया ॥ २७ ॥ આ પ્રમાણે કહી અનાથી મુનિ આગળ કહે છે કે, “હે રાજન ! મારે સગી મા-જણ નાની-મોટી બહેન પણ હતી. સાધારણ રીતે સંસારની કોઈ પણ સ્ત્રીને બહેન કહી શકાય છે, પણ એ ધર્મના સંબંધે બહેન કહેવાય છે, પણ સગી બહેન કહેવાતી નથી. એ મારી સગી બહેને એ પણ મારા રોગના નિવારણ માટે પિતાથી બનતાં બધાં પ્રયત્ન કર્યો પણ મારા રોગને દૂર કરવા માટે સમર્થ નીવડી શકી નહિ.”
અહીં એક પ્રશ્ન ઉભો થાય છે કે, જ્યારે માતા-પિતા તથા ભાઈએ દુઃખમુક્ત કરી ન શક્યા, તે પછી બિચારી બહેને દુઃખમુક્ત કેમ કરી શકે ? જ્યાં સૂર્ય પ્રકાશ કામમાં આવી ન શકો ત્યાં દીપકનો પ્રકાશ શું કામ કરી શકે ? આજ પ્રમાણે માતાપિતા તથા ભાઈઓ મુનિને દુઃખમુકત કરી ન શક્યા, તે પછી બહેને દુ:ખમુક્ત કરી ન શકે એ દેખીતું હોવા છતાં, તેમનું જુદું વર્ણન શા માટે કરવામાં આવ્યું?
આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, સંસારમાં એવી વિચિત્રતા જોવામાં આવે છે કે, જે કામ મોટાંઓથી થતું નથી તે નાનાંઓથી થઈ જાય છે, અને જે કામ નાનાંઓથી થઈ જાય છે તે મોટેરાંઓ કરી શકતા નથી. જેમકે સોની સેનાને ઓગાળવા માટે દીપકના પ્રકાશથી જે કામ સાધી શકે છે, તે કામ, સૂર્યને પ્રકાશ અનેતગણ હોવા છતાં સાધી શકતું નથી. પછી ભલે સૂર્ય દીપક કરતાં અનંતગણ પ્રકાશવાન કેમ નથી ? વળી જેમ કેટલીક સ્ત્રીઓ સૂર્ય હોવા છતાં પણ દીવો પ્રગટાવી તે દીપકને નમસ્કાર કરે છે. આમ શા માટે સ્ત્રીઓ કરે છે એ વાત ઘણી લાંબી છે, પણ જે કામ મોટેરાંઓ કરી શકતા
૩૫