Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદી ૧૨ ]
રાજકેટ-ચાતુર્માસ
[૨૬૭
ભાઈને સાજો તાજો કરી આપે તો અમે એમ કરવા પણ તૈયાર છીએ આ પ્રમાણે મારા ભાઈઓ મને રોગમુક્ત કરવા માટે પ્રયત્ન કરતા હતા છતાં પણ તેઓ મને રોગમુક્ત કરી ન શક્યા એવી મારી અનાથતા હતી.”
અનાથી મુનિ જે કાંઈ કહે છે તે ઉપર તમે લોકો પણ વિચાર કરે ! અનાથી મુનિના ભાઈઓ જ્યારે અનાથી મુનિને રોગમુક્ત કરી ન શક્યા તે પછી શું તમે લોકો તમારા ભાઈનાં દુઃખો મટાડી શકો છો ! જે નહિ, તે પછી જે પ્રમાણે રાજા શ્રેણિક પિતાને અનાથ માનવા લાગે તે જ પ્રમાણે તમે પણ પિતાને અનાથ શા માટે માનતા નથી ! માતા-પિતા-ભાઈ વગેરેના જેમ તમે નાથ નથી તેમ તેઓ તમારા પણ નાથ નથી. એટલા માટે આત્માના નાથ તમે પોતે બને. જો તમે તમારા આત્માના નાથ બનશે તે આખું જગત તમારા પગમાં પડશે. અનાથી મુનિ પિતાના નાથ બન્યા, તે રાજા શ્રેણિક પણ તેમના પગે પડ્યા. રાજા શ્રેણિક તલવારના ભયથી કેઈના પગે પડે એવા ન હતા પણ જેઓ પિતાના આત્માના નાથ બન્યા હતા તે સનાથ બનેલા અનાથી મુનિના પગે પડવામાં તેમને જરાપણ સંકેચ ન થયો.
તમે પણ તમારા આત્માના નાથ બને. હું એમ નથી કહેતા કે, તમે આજે જ ઘરબાર છોડી દે. પણ “મારે અનાથ મટી સનાથ બનવું છે” એવી ભાવના તે તમારામાં હેવી જોઈએ. જો સનાથ બનવાની તમારી ભાવના હશે તે કોઈ દિવસ પણ તમારા આભાને સનાથ પ્રણ બનાવી શકશે,
સંસારમાં જે લોકે નિર્બળ હોય છે તેમને માથે જ દુઃખ પડે છે. બળવાન લોકો ઉપર દુઃખો પડતાં નથી. વ્યવહારમાં પણ જુઓ કે, માતાને બિચારા બકરાનું જ બલિદાન આપવામાં આવે છે, સિંહનું બલિદાન આપવામાં આવતું નથી; કારણ કે બિચારી બકરીને તે કાન પકડીને બલિવેદી ઉપર લઈ જવામાં આવે છે; પણ સિંહ તે પકડનારનું પણ ભક્ષણ કરી જાય છે તે પછી તેનું બલિદાન આપવાની વાત જ શી કરવી? આજે સ્વરાજ્ય માટે બૂમ પાડવામાં આવે છે પણ નિબળને સ્વરાજ્ય કોણ આપે? એટલા માટે : અનાથી મુનિનું કથને ધ્યાનમાં લઈ આત્માને સબળ અને સનાથ બનાવો. જો તમે આ કથનને ધ્યાનમાં લેશે, તે તમને જ લાભ થશે. સુદર્શન ચરિત્ર-૨૮
આત્માને બળવાન કેવી રીતે બનાવી શકાય એ હવે બતાવું છું. ઘણા લોક કલ્યાણકારી દિવસેને પણ અકલ્યાણકારી બનાવી લે છે. જેમકે કેટલાક લોકો બીમાર હોવા છતાં પણ કહે છે કે, એકવાર ચાર દિવસ માટે સાજો થઈ જાઉં અને મેળે જે આવું તે સારુ-પછી તે કોણ જાણે મેળે જોઈ શકાશે કે નહિ ! કેટલાક લોકો કહે છે કે, જન્માષ્ટમીને દિવસ જુગાર રમવા માટે જ છે. આ પ્રમાણે લોક કલ્યાણકારી દિવસને પણું અકલ્યાણકારી બનાવી લે છે. ચંપામાં પણ એવું જ થયું. ત્યાંના લોકોને પણ ઈન્દ્ર, ઉત્સવમાં જવા માટે બહુ જ તલાવેલી થઈ પણ સુદર્શનને તે ધર્મની જ તાલાવેલી લાગી