Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૨૬૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
નથી. ભગવાન ઋષભદેવના ઝંડા નીચે દરેક હિન્દુ આવી શકે છે. એવા ઋષભદેવ ભગવાન કે જેમણે સંસારનું કલ્યાણ કર્યું છે, અને જેમને બધા હિન્દુ માને છે, તેમના ઝંડા નીચે એકત્રિત થઈ લકે પિતાનું કલ્યાણ કેટલું બધું સાધી શકે ?
સંસારમાં પણ પ્રાયઃ એવું જોવામાં આવે છે કે, જેમને બહુમત પ્રાપ્ત થાય છે તેમને બધા માને છે. ચૂંટણીના સમયે જે માણસ બહુમતે ચૂંટાઈ આવે તેને બધા માને છે. આ જ પ્રમાણે ભગવાન ઋષભદેવને બહુમતે સ્વીકાર્યો છે અને એટલા જ માટે બધા હિન્દુઓ તેમને માને છે.
જ્યારે આ પૃથ્વીતલ ઉપર ૧૮ કોડા ક્રોડી સાગર વર્ષો સુધી ધર્મને વિચછેદ થઈ ગયો હતો, ત્યારે ભગવાન ઋષભદેવે પિતાની અવસ્થાના ૨૦ ભાગ કુંવરપદમાં પસાર કર્યા હતાં, ૬૩ ભાગ જનતાના કલ્યાણમાં તથા સંયમ પાલનમાં વ્યતીત કર્યા હતાં, અને ૧ એક ભાગ કેવલજ્ઞાન તથા કેવલદર્શનની પ્રાપ્તિ કરી જનતાના કલ્યાણમાં પસાર કર્યો હતો. આ પ્રમાણે તેમણે આ પૃથ્વીતલ ઉપર ધર્મની પુનઃસ્થાપના કરી હતી. એ ધર્મોદ્ધારને કારણે જ આજે તેમને થયા અસંખ્ય કાલ વ્યતીત થવા છતાં પણ જાણે તેઓ આપણી સામે હોય એમ લાગે છે. એવા પ્રભુની એકાગ્રતાપૂર્વક પ્રાર્થના કરે તો પણ કલ્યાણ છે.
જૈનશાસ્ત્રોમાં તે ભગવાન ઋષભદેવનું વર્ણન અને તેમનાં ગુણગાન કરવામાં આવ્યાં જ છે પણ વેદવ્યાસજીએ ભાગવત પુરાણમાં પણ તેમની નીચે પ્રમાણે પ્રાર્થના કરેલ છેनित्यानुभूति निजलाभनिवृत्ततृष्णः श्रेयस्यतद्रचनया चिरसुप्तबुद्धेः । लोकस्य यः करुणाऽभयाऽऽत्मलोक, माख्यन्नमो भगवते ऋषभाय तस्मैः ॥
તે ઋષભદેવ ભગવાનને મારા નમસ્કાર છે કે જેઓ તૃષ્ણારહિત છે. તેમણે આત્મસ્વરૂપને અભ્યાસ કરી પોતાની મેળે તૃષ્ણાને છોડી દીધી છે. તે તૃષ્ણારહિત ઋષભદેવ ભગવાનને મારા નમસ્કાર છે. ભગવાનને નમસ્કાર કરવાનું કારણ એ છે કે, તેમણે ચિરકાળથી અર્થાત અઢાર ડાકોડી સાગર વર્ષોથી જે છ મોહનિદ્રામાં અજ્ઞાનાવસ્થામાં સુષુપ્ત હતા તે જીવોને જાગ્રત કર્યા હતા. તેમણે પિતાનું કલ્યાણ તે સાધ્યું જ હતું પણ સાથે સાથે બીજ જીવોને પણ કલ્યાણ કર્યું હતું. જે કેવળ પિતાનું જ કલ્યાણ સાધે છે તેમાં કાંઈ વિશેષતા નથી. વિશેષતા તે પિતાનું કલ્યાણ કરવાની સાથે બીજાનું કલ્યાણ કરવામાં રહેલી છે.
કહેવાને આશય એ છે કે, પોતાનું કલ્યાણ તે ઘણા લોકો કરે છે પણ તેમની ગણના પરમાર્થીઓમાં થતી નથી, પણ જે લોકે સંસારનું હિત કરે છે તેમની જ ગણના પરમાર્થીઓમાં થાય છે. જે સૂર્ય પોતે જ પ્રકાશ લે, બીજાને પ્રકાશ આપે નહિ તે તમે તેને સૂર્ય કહેશે ? પાણી જે તમારી તરસ છીપાવે નહિ તે તેને પાણી કહેશે? અને જે અન્ન તમારી સુધાને શાન્ત કરે નહિ તેને તમે અન્ન કહેશે ? નહિ. એજ પ્રમાણે જે બીજાઓનું કલ્યાણ સાધતા નથી તેમની ગણના મહાપુરુષોમાં થતી નથી. મહાપુરુષે તે તેઓ જ છે કે, જેઓ જગતનું કલ્યાણ કરે છે.
જે પ્રમાણે ભગવાને પોતાનું કલ્યાણ કરવાની સાથે બધાનું કલ્યાણ કર્યું તે જ પ્રમાણે તમારે પણ તમારું કલ્યાણ કરવાની સાથે બીજાઓનું પણ કલ્યાણ કરવું જોઈએ.