Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૨૪૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ બુદ્ધિની કસોટીઓ પ્રત્યેક વાતને ચડાવવામાં આવે છે, અને તર્કદ્વારા તેની કસોટી કરવામાં આવે છે. પ્યારા મિત્ર ! તમે પણ અનાથી મુનિની વાતને તર્કબુદ્ધિદ્વારા તપાસી જુઓ અને અનાથી મુનિના કહેવાને તાત્પર્યાર્થ સમજીને આત્માની અનાથતા દૂર કરી આત્માને સનાથ બનાવે તે એમ કરવામાં તમારું કલ્યાણ જ રહેલું છે. સુદર્શન ચરિત્ર-૨૫
હવે હું આત્માને સનાથ બનાવનારની વાત કહું છું. સુદર્શન નીતિ ધર્મમાં નિપુણ અને સમયજ્ઞ હતા. પણ જે લેકે કુટિલ હોય છે તે લોકો આવા સાચા દિલના માણસને પિતાની સ્વાર્થસિદ્ધિ માટે કપટજાળમાં કેવી રીતે ફસાવી લે છે એ વાત કપિલાના ચરિત્ર ઉપરથી જુઓ. ગમે તેવી કપટજાળ રચે પણ તેમાં સત્ય ફસાઈ જતું નથી. તે તે અબાધિત જ રહે છે. સત્યં ન નાવૃત-અર્થાત સત્યને જ જય થાય છે અને અસત્યને હમેશાં પરાજય થાય છે. ધર્મવચન આમ કહે છે છતાં કુટિલ-કપટી લોકોની કપટ જાળમાં ફસાઈ ન જવાય તેની સાવધાની રાખવી જોઈએ. કદાચ કર્મયોગને કારણે કપટી લોકોની કપટજાળમાં ફસાઈ જવાય તો તે વખતે એ કપટજાળમાંથી કેવી રીતે બચી જવું એ વાત સુદર્શનના ચરિત્ર ઉપરથી જુઓઃ
પ્રીતિ બધાના સેઠ સયાના, આયા કપિલા સાથ,
અદર લે કર હાવ ભાવસે, બેલી મન્મથ બાત. ધના ૨૪ . . . મહિલી સીગમેં હાંસ હંક સમ, લગે ન ઈસકો બેધ, I ! કયા ઉપાયસે યહાંસે નિકલે, કરતે મનમેં શેધ. . ધન એ ૨૫ . : - સુદર્શને કપિલના ઘરમાં જે પ્રવેશ કર્યો કે તુરત જ પાછળથી કપિલાએ દ્વાર
બંધ કરી દીધાં. આ જોઇ શેઠ સમજી ગયો કે, કપિલાએ આ તે કપટ કર્યું પણ હવે 'એ કપટજાળમાંથી કેવી રીતે નીકળવું એને ઉપાય વિચારો જોઈએ. સજજને આપત્તિના સમયે કઠોર થઈ જાય છે. આ નિયમાનુસાર સુદર્શન પણ તે સમયે ગભરાયે નહિ પણ ઉપાય વિચારવા લાગ્યો. તેણે મન સાથે ગાંઠ બાંધી કે, ભલે પ્રાણુ ચાલ્યા જાય પણ શીલને ભંગ થવા નહિ દઉં.
કપિલા શૃંગાર સજી સુદર્શનને કહેવા લાગી કે, તમારા મિત્ર બીમાર નથી, તે તો બહારગામ ગયા છે. આપણને સદ્દભાગ્યે આવો સુઅવસર મળ્યો છે, એટલા માટે હું તમને અહીં તેડી લાવી છું. હવે આપ શું વિચાર કરે છે !
કઈ હળાહળ વિષને કદાચ ખાઈને પચાવી લે કે બે હાથથી કદાચ સમુદ્રને તરી જાય એ તે સરલ કહી શકાય પણ એકાન્તવાસમાં સ્ત્રીની સાથે શીલની–બ્રહ્મચર્યની રક્ષા કરવી એ તો બહુ જ મુશ્કેલ કામ છે. ભગવાન કહે છે કે, જે આવા સમયે બ્રહ્મચર્ચાની રક્ષા કરે છે તે તે દેવો અને મનુષ્યોને પણ પૂજનીય બને છે. શેઠ વિચારવા લાગ્યા કે, કપિલાએ કપટછળથી વિષયભોગ કરવા માટે મને અત્રે બોલાવ્યો છે તે અત્યારે તેને બ્રહ્મચર્યનો ઉપદેશ આપ તે ભેંશના શીંગડાને કરડવાના મછરના પ્રયત્નની માફક