Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૨૩૪].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
લઈએ. રેવતીનું આ કથન સાંભળી મહાશતકે તેને કહ્યું કે, મેં તારાં બધાં કામ સહ્યાં છે પણ તું મારા ધર્મના વિષે જે કાંઈ કહે છે તે મારા માટે અસહ્ય છે. તું મરીને પહેલી નરકમાં ૮૪ હજાર વર્ષનું આયુષ્ય લઈને જઈશ. આ પ્રમાણે તેણે અવધિજ્ઞાનને આ ઉપયોગ કર્યો. મહાશતકનું કથન સાંભળી રેવતી ભય પામી અને ગભરાઈને પાછી ફરી ગઈ. આ વાત ભગવાનની જાણમાં આવી. ભગવાને કહ્યું કે, હે મહાશતક ! તારે ધર્મ સ્વતંત્ર છે. તેના કહેવાથી તારો ધર્મ કાંઈ ખરાબ થઈ જવાને નથી. તેમ છતાં તે તેને નરક જવાનું કહ્યું એટલે ક્રોધ આવવાથી તને દોષ લાગે છે માટે તું તેનું પ્રાયશ્ચિત લે. આ પ્રમાણે કહી ભગવાને ગૌતમ સ્વામીને મોકલી મહાશતકને આલોચના કરાવી. કહેવાને ભાવાર્થ એ છે કે, ધર્મ સ્વતંત્ર છે. તે કોઈ પણ રીતે પરતંત્ર નથી એટલા માટે ધર્મનું પાલન હમેશાં કરવું !
સુદર્શને કપિલને સદગુણી અને ધર્મસહાયક જાણી પિતાનો મિત્ર બનાવ્યો. કપિલને ત્યાં ધનની કાંઈ ઊણપ ન હતી. રાજ્ય તરફથી પણ તેને વર્ષાસન મળતું હતું એટલે પછી તેને ધનની ઊણપ રહે જ કેમ! કપિલ બુદ્ધિમાન હતું એટલે તે વિચારતો હતો કે હું ઋદ્ધિસિદ્ધિથી સંપન્ન છું તથા રાજ્યને ગુરુ છું એટલે મારે સાવધાન રહી કોઈ ઊંચો આદર્શ ઉપસ્થિત કરવું જોઈએ. કપિલ તો આવી ઉન્નત ભાવના ભાવ હતા, ત્યારે તેની સ્ત્રી કપિલા એમ વિચારતી હતી કે, “ આપણને આટલું બધું ધન મળ્યું છે તે તેને ભેગેને ઉપભોગ કરવામાં તથા મેજમજા માણવામાં ઉપયોગ કરવો જોઈએ. આ પ્રમાણે પતિ-પત્ની બંનેનાં માર્ગો જુદાં જુદાં હતાં.
સુદર્શન અને કપિલ બન્ને મિત્ર થયા. આજે તે કેવળ એજ માણવા માટે મિત્રો, બની જાય છે પણ સન્મિત્ર તે જુદા જ પ્રકારના હોય છે. કહ્યું છે કે, સંસારમાં સન્મિત્રનું મળવું બહુ જ મુશ્કેલ છે. સુદર્શન અને કપિલ બનેય યોગ્ય હતાં એટલા માટે બનેની વચ્ચે ગાઢ મિત્રતા થઇ. જ્યારે સુદર્શનને અવકાશ મળો ત્યારે તે કપિલને ત્યાં જ અને કપિલને જ્યારે અવકાશ મળતું ત્યારે તે સુદર્શનને ત્યાં જતો. આ પ્રમાણે બનેય જણ એક બીજાને ત્યાં જતાં આવતાં.
સુદર્શન કપિલને ત્યાં જ હતો. કપિલની સ્ત્રી કપિલા સુદર્શનની સુંદરતા જોઈ કહેવા લાગી કે, આ કે સુંદર પુરુષ છે! આ સુંદર પુરુષ મેં કોઈ દિવસ જોયો નથી. શું હું એની સુંદરતાની પ્રશંસા કરીને જ બેસી રહું? હું બુદ્ધિમતી છું-હેશયાર છું અને કળામાં કુશળ છું, તો એને હું મારા તરફ આકર્ષિત ન કરું તે મારી હશીયારી શું કામની ?
સુદર્શન કપિલનો મિત્ર છે પણ એને માટે કપિલા કે વિચાર કરે છે ! સંસારની વિચિત્રતા જ કોઈ જુદા પ્રકારની છે. એક કવિએ એ વિષે કહ્યું છે કે- જે હરે અમૃતમ fક્ર વિષમઘં જે સુદર્શનને જોઈ બધા પ્રસન્ન થતાં હતાં અને અધર્મીઓમાં પણ ધર્મની ભાવના જાગ્રત થતી હતી, તે જ સુદર્શનને જે કપિલા કેવી ખરાબ ભાવના ભાવે છે તે જુઓ. તે વિચારે છે કે, મને એની પરવા નથી એટલા માટે જે તે સીધી રીતે મને વશ નહિ થાય તે તેને ત્રિયાચરિત્ર દ્વારા વશ કરીશ.