Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૨૪૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
માના કે, કોઈ માણસને હાથમાં ઝેરી ગુમડું થયું છે. હવે જો એ ગુમડામાંથી ઝેર કાઢી નાંખવામાં ન આવે તે મૃત્યુ થાય એવા સંભવ છે. આવી અવસ્થામાં ડૉકટર જો એ ગુમડાને ચીરી ઝેર કાઢી નાંખે તે વેદના તે। થશે જ, પણ વેદના પરિણામે સુખકારી નીવડશે. આ દૃષ્ટિએ ડાકટર શત્રુરૂપ ગણાશે કે મિત્રરૂપ ? મૃત્યુમાંથી ઉગારનાર ડૉકટરને મિત્ર જ માનવામાં આવશે. આ વાતને કાઇ અસ્વીકાર કરતું નથી. આજ પ્રમાણે તમે પણ ગુમડાનું આપરેશન કરી રોગનેા નાશ કરનાર ડાકટરને શત્રુરૂપ નહિ, મિત્રરૂપ છે એમ સ્વીકાર કરેા છે, પણ આગળ જતાં તમે તે વાત ભૂલી જાઓ છે! અને ભૂલ કરી એસા છે.
મુનિએ કહ્યું કે, “હે ! રાજન્! આંખેની કારમી વેદના થવાની સાથે જ મારા આખા શરીરમાં દાહ પણ થઇ રહ્યા હતા પણ તે વખતે મને એવું ભાન થયું કે, હું જે શરીરને પેાતાને નાથ માની રહ્યા છું, જે શરીરને સુંદર માની અભિમાન કરી રહ્યા છું, વાસ્તવમાં તે શરીરના હું નાથ નથી. શરીરને વ્યાધિગ્રસ્ત થએલુ જોઈ મને એવા વિચાર થયા કે, શું હું આ શરીરને નાથ છું? હું મારા શરીરને સારું રાખવા ચાહું છું, છતાં આ શરીર મને વેદના આપી રહ્યું છે એ ઉપરથી મને એમ લાગે છે કે, હું
આ શરીરના નાથ નથી. આ શરીર જુદું છે અને હું પણ જુદા છું. એ વાત જુદી છે કે, આત્મા અને શરીર, દુધ અને પાણીની માફક એકમય થઇ ગયાં છે; પણ વાસ્તવમાં દૂધ અને પાણી જુદાં છે તેમ આત્મા અને શરીર પણ જુદાં જુદાં જ છે.
“ હે રાજન ! આત્મા અને શરીરના વિવેક થવાથી મને એમ લાગવા લાગ્યું કે, મારી આંખેામાં ભાલું બાંકવાની માફક જે વેદના આપી રહ્યું છે, અને આ શરીરને અગ્નિની જેવી બળતરા કરાવી રહ્યું છે, તે બીજાં કાઈ નહિ, પણ હું પાતે જ એમ કહી રહ્યા છું. તું કહેશે, કે કાણુ એવા હશે કે, જે પેાતાની આંખેામાં અને પેાતાના શરીરમાં પેાતાની મેળે વેદના પેદા કરે ? પણ હે રાજન! મારા કથનના ભાવાથ તું સમજ્યા નહિ ! મારા કથન ઉપર્ જરા ઊંડા વિચાર કરીશ તા તને સ્પષ્ટ જણાશે કે, આ આત્મા અનાથતાને કારણે પરવસ્તુને પેાતાની માની બેસે છે અને તે કારણે પેાતાનું ભલું કરવાને બદલે ભૂંડું પણ કરી બેસે છે. વાસ્તવમાં આત્માની અનાથતા દૂર કર્યા વિના આ શારીરિક પીડાને દૂર કરી શકાશે નહિ. એ પ્રમાણે વિચાર કરી મે આત્માની અનાયતાને દૂર કરવાના વિચાર કર્યાં. વિચાર કરતાં મને લાગ્યું કે, આ આત્માદ્રારા જ આત્માના ઉદ્ઘાર થશે.” ગીતામાં પણ કહ્યું છે કેઃ—
उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् । आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥
અર્થાત-આત્માદ્વારા આત્માના ઉદ્ધાર કરી. આત્માારા આત્માનું પતન ન કરે. “ હે રાજન ! આત્માદ્રારાજ આત્માની અનાથતાને દૂર કરવાના મે' વિચાર કર્યાં. પણ આ શરીરને માતા-પિતા, ભાઈ–હેન, સ્ત્રી-પુત્ર વગેરે પોતપેાતાનું માને છે. કોઇ તા આ શરીરને ભાઈ, તેા કાઈ પુત્ર, તા કોઈ પતિ તરીકે માનતા હતા. મેં વિચાર્યું કે, જે