Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૧૪૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
શ્રિાવણ
માને કે ત્રણ મિત્રો ફરવા જઈ રહ્યા છે. રસ્તામાં કઈ ચોથા માણસે તેમને ગાળે ભાંડી. તે ત્રણ મિત્રોમાંથી એક મિત્ર વિચારવા લાગ્યો કે, “મેં આ માણસનું કાંઈ બગાડયું નથી છતાં મને ગાળે શા માટે ભાડે છે? શું કરું ? જે મારામાં શક્તિ હોત તો તેને ઠીક કરી દેત. પણ મારા કરતાં તે બળવાન છે એટલે જે કાંઈ બોલીશ તો ઊલટે હું માર ખાઈશ.” આ પ્રમાણે વિચાર કરી તે ચૂપ સ્થા; પણ તેના હૃદયમાં ગાળો ભાંડનારને દંડ આપવાની ભાવના છે અને તે મનમાં તેની ઉપર ક્રોધ પણ કરી રહ્યું છે પણ અશક્તિને કારણે કાંઈ બોલી શકતો નથી અને ચૂપચાપ ગાળો સહી લે છે. બીજો મિત્ર ગાળો ભાંડનારની સામે થયે, અને “નિષ્કારણ શા માટે ગાળો ભાંડે છે” એમ કહી પિતાની શક્તિને પરિચય આપી સામા માણસને દબાવ્યો. હવે ત્રીજે મિત્ર વિચારવા લાગે છે,
આ માણસ મને દુષ્ટ, બેવકૂફ, નાલાયક કહીં ગાળો ભાંડે છે તે શું મારામાં કાંઈ દુષ્ટતા કે નાલાયકી તે આવી ગઈ નથી ને? તે મારે જોવું જોઈએ! જે વાસ્તવમાં મારામાં દુષ્ટતા આવી ગઈ છે તે મારે તેની ઉપર ક્રોધી શા માટે થવું જોઈએ ! ઊલટો તેને ઉપકાર માની દુષ્ટતાને દૂર કરવાને માટે પ્રયત્ન કરવો જોઈએ. પણ જે મારામાં દુષ્ટતા નથી તે પછી આ માણસ મને દુષ્ટ કે બેવકૂફ કહી ગાળ આપે છે એમ માનવાની કે નારાજ થવાની મારે શી આવશ્યકતા છે. જ્યારે હું દુષ્ટ જ નથી એવો મને વિશ્વાસ છે તે પછી તે માણસ મને જ દુષ્ટ કહે છે એમ શા માટે માનવું જોઈએ !'
આ પ્રમાણે એક મિત્રે તે ગાળોને અસમર્થતાને કારણે સાંભળી લીધી અને મનમાં વૈર લેવાની વૃત્તિ હોવા છતાં ચૂપ બેસી રહ્યો. બીજા માણસે પોતાની શક્તિને પરિચય આપી ગાળો ભાંડનારને દબાવ્યું અને ત્રીજા મિત્રે તે પિતાને ગાળો ભાંડે છે એમ જ માન્યું નહિ. હવે આ ત્રણેય મિત્રોમાં કોણ ક્ષમાશીલ છે એ જોવું જોઈએ! જે ત્રીજા મિત્રને ક્ષમાશીલ કહેવામાં આવે તે પહેલા મિત્રે પણ તે ગાળો ભાંડનારને કાંઈ કહ્યું નથી તો તેને ક્ષમાશીલ શા માટે કહેવામાં ન આવે? પહેલા મિત્રને ક્ષમાશીલ એટલા માટે કહેવામાં આવતો નથી કે તેના હૃદયમાં તે વૈર લેવાની વૃત્તિ હતી પણ પોતાની અશક્તિને કારણે ગાળો ભાંડનારને કાંઈ કહી શકે નહિ; આજના લોકે આવી કાયરતાને-અશક્તિને જ ક્ષમા માની બેઠા છે પણ શાસ્ત્રકારે કહે છે કે, આ પ્રકારની ક્ષમા તો તમે ગુણ ક્ષમા છે, સતગુણી ક્ષમા તે ત્રીજા મિત્રમાં છે કે જેણે શકિત હોવા છતાં વિચારપૂર્વક ક્ષમા ધારણ કરી.
રાજાએ મુનિને જોતાં જ જાણી લીધું કે, આ મુનિમાં ક્ષમાભાવ છે. જેમ શાક વેચનારો હીરા માણેકનું મૂલ્યાંકન આંકી શકતો નથી તેમ જે ગુણોને પરીક્ષક હેતે નથી તે મુખાકૃતિ જોતાં જ આ મુનિમાં ક્ષમાભાવ છે એમ કહી શકતો નથી. પણ રાજા તે ગુણોને પરીક્ષક હતો એટલા માટે મુનિને જોતાં જ તેમનામાં ક્ષમાભાવ છે એ કળી ગયે. ઘણું લેકે રૂપિયાને પત્થર ઉપર ખખડાવી સાચે છે કે ખેટે છે તેની પરીક્ષા કરે છે પણ કેટલાક વેપારીઓ રૂપિયાના એવા પરીક્ષક હોય છે કે રૂપિયાને જોતાં જ કહી દે છે કે આ રૂપિયે સાચો છે અને આ રૂપિયો ખોટો છે ! હું પણ મારી સંસાર અવસ્થાની વાત કહું છું કે, જ્યારે હું મારા મામાની કાપડની દુકાને બેસતા હતા ત્યારે